વિક્રમ સંવત ૨૦૭૯નું વર્ષ તો પૂરું થઈ ગયું. ૨૦૮૦નું વર્ષ સૌ માટે એટલું જ સરસ, એટલું જ પ્રસન્ન અને એટલું જ સ્વસ્થ નીવડે, કે જેની સૌએ પોત પોતાની રીતે યથાશક્તિ કલ્પના કરી હોય.
હમણાં એક મિત્ર મળ્યા. એમણે ચાની ચૂસકી લેતાં મને કહ્યું : ‘હું વિચારું છું કે નવા વરસમાં એકાદ બંગલો, બે-ત્રણ પ્લોટ અને એકાદ મર્સિડિઝ કાર ખરીદી લઉં.’ મેં એમની વાતને કાપતાં કહ્યું: ‘આ તો ઓછું કહેવાય, કંઈક વધારે ખરીદવાનું વિચારો.' ત્યારે મિત્રએ ચોંકીને પૂછ્યું: ‘વધારે? આનાથી વધારે તો જોખમ ના કહેવાય?’ ત્યારે મિત્રના ખભા પર હાથ મૂકતાં મેં કહ્યું: ‘મિત્ર, ખરીદી કરવામાં જોખમ હોય, વિચાર કરવામાં થોડું હોય?’
આવું છે મિત્રો! પણ ૨૦૮૦ના નવા વર્ષમાં, શક્તિ ન હોય તો પણ આવું આવું વિચારવાની શક્તિ મળે એય ઘણું કહેવાય! તો, ૨૦૮૦નું નવું વર્ષ આપ સૌને સુખદાયી, યશદાયી અને ફળદાયી નીવડે એ માટે હું આ પ્રમાણે શુભેચ્છાઓ પાઠવું છું:
* અમેરિકાના સ્થાપકો પૈકીના એક બેન્જામિન ફ્રેન્કિલને ૧૭૪૮માં બહુ જ ફ્રેન્ક્સી કહેલું કે Time is money.
આજના નવા વર્ષે સૌને શુભેચ્છા કે બચત કરવા માટે ભલે ‘મની’ ન હોય, ‘ટાઇમ’ તો છે ને! ટાઇમને મની સમજી એની બચત કરો.
જમાનો ફાસ્ટનો છે, મતલબ કે ઉપવાસનો નહીં, ઝડપનો છે. આજે બધાંને બધું જ ફાસ્ટ જોઈએ. આજના ફાસ્ટ ટાઇમમાં બચત કરવા જેવું આપણી પાસે હજુ પણ કંઈ બચ્યું હોય તો તે સમય છે, ટાઇમ છે. ટાઇમનું ઇન્વેસ્ટમૅન્ટ ઊંઘમાં – મતલબ કે ઊંઘવામાં કરો. દુનિયામાં સૌથી વધુ ઘાતક કોઈ રોગ હોય તો તે છે અનિદ્રાનો રોગ. મોટા ભાગના લોકો ઊંઘવા માટે હજારો-લાખો રૂપિયા ખર્ચી નાખે છે. જેને ઊંઘવાનું વરદાન મળ્યું છે એણે આજથી જ સહેજ પણ આળસ કર્યા વિના બસ ઊંઘવા જ માંડવું. સુખી માણસ જ ઊંઘી શકે છે, શ્રીમંત નહીં. ભગવાન તમને સુખી બનાવે એવી શુભેચ્છા!
* નવા વરસમાં તમારે ત્યાં આવતા દરેક અતિથિમાં તમને દેવદર્શન થાય અને ચાન્સ મળ્યે તમે કોઈને ત્યાં અતિથિ બનીને જાઓ, તો એ લોકોને પણ તમારામાં દેવદર્શન કરવાની શક્તિ મળે એ માટે તમને અને એમને ખૂબ ખૂભ શુભકામનાઓ!
Bu hikaye ABHIYAAN dergisinin December 09, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 09, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ