બ્લેક બોર્ડ પર વ્હાઇટ ચોકથી લખેલું એ સત્ય કોઈકનું હશે ધોળા ડિજિટલ સ્ક્રીન પર કાળા ટાઇપમાં વાંચેલું કશે
જિસસ દેખાવમાં કેવા હતા? ગોરા હતા કે કાળા હતા? સાધારણ ભારતીયને આવા પ્રશ્ન ના થાય કેમ કે આપણા સામાન્ય જીવનમાં ચામડીનો રંગ નિર્ણાયક નથી હોતો. બાહ્ય સૌંદર્ય માટે જે માન્યતા હોય તે, જનરલી આપણી દૃષ્ટિ ત્વચાના વર્ણથી આપણા સંપર્કમાં આવતા માણસોને માપતી નથી. આખું જગત જાણે છે કે વિદેશમાં ગોરા ’ને કાળાનો ભેદ ખૂબ ઘેરો ’ને સદીઓ જૂનો છે. રંગભેદ કે વંશભેદ યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે પ્રાંતમાં આમ છે. સફેદ લોકો ગમે તેટલું સફેદ જૂઠ બોલે, વ્હાઇટ-સુપ્રિમસીના અહંકાર જેવું કશું છે એ હકીકત છે. અંગ્રેજોના રાજમાં આફ્રિકા હોય કે ભારત, ધોળિયાઓએ અશ્વેત મનુષ્યોને નીચા 'ને નીચ ગણ્યા છે ’ને અગણિત વાર પશુ ગણ્યા છે. એવી હજારો વર્ષોની દાસ્તાનમાં ઑલમૉસ્ટ ૨૦૨૩ વર્ષ પહેલાં જન્મેલા મસીહા કોકેશ્યન કે વ્હાઇટ ન હતા એવું કેટલાંય લોકો વર્ષોથી માને છે. નેચરલી એ જમાનામાં ફોટોગ્રાફી ન હતી, તેથી સચ્ચાઈ જાણવામાં ઘણી ગૂંચ પડે. જિસસના કોઈ શારીરિક વારસદાર નથી, બાકી હોત તો એમના જનીન પરથી પણ ઘણું જાણી શકાયું હોત. તેવામાં જિસસ ગોરા નહોતા એવો દાવો કરનારા ખોટા છે તેવું માનવું સહજ નથી એ સમજી શકાય છે.
દુનિયામાં જે કોઈ ખ્રિસ્તી નથી તેવા ધાર્મિકને પાંચ તસવીર બતાવી કહો કે આમાંથી જિસસ કોણ? તો એ સંભાવના પાકી છે કે અપવાદ સિવાય સૌ કોઈ ‘જિસસ’ ઓળખી બતાવે. કેમ કે જિસસનું રૂપ એટલું બધું જાણીતું બનાવવામાં આવ્યું છે. જિસસનો એ આકાર અને રંગ સબકોન્સિયસમાં પણ સજ્જડ રીતે સેટલ થઈ ગયો હોય એમ આપણને અન્યથા વિચારવા માં શાયદ તકલીફ પડે. બેશક જેમને જિસસનો ઉપદેશ પાળવામાં અને ખ્રિસ્તી ધર્મમાં જેને ગોડ કહ્યા છે તેમને પ્રસન્ન કરવા કે પામવામાં જ રસ હોય તેમના માટે જિસસનું બાહ્ય રૂપ ખાસ મહત્ત્વનું નથી રહેતું. બાઇબલ પ્રત્યક્ષ રીતે જિસસની સ્કિનના કલર અંગે કશું કહેતું નથી. કહેવાય છે કે જિસસ યહૂદી કે હિબ્રૂ હતા. કોઈ દૃષ્ટિથી એ ત્યારના પેલેસ્ટાઇનના હતા અને કોઈ દૃષ્ટિથી એ ત્યારના ઇઝરાયલના હતા, સ્મરણમાં રહે કે મહંમદ સાહેબનો જન્મ થયો તેનાં વર્ષો પહેલાંની આ વાત છે. બહુ બધાં માને છે કે જિસસ સિમીટિક વંશના હતા.
Bu hikaye ABHIYAAN dergisinin December 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ