આળસ કરવામાં સહેજ પણ આળસ નહીં કરનારા લોકો જ આળસની ટીકા કરતાં હોય છે. જેમના પર આળસદેવીની કૃપા ઊતરી નથી, એવા લોકો આળસની ટીકા કરવામાં સહેજ પણ આળસ રાખ્યા વિના ધોધમાર ‘આળસ ટીકા’ કરતાં હોય છે. આળસ કરવામાં આળસને ઓળખવામાં અને સમજવામાં પણ આવા લોકો આળસ રાખે છે.
કોઈ ‘આળસ વિભૂષિત' મહાનુભાવે સહેજ પણ આળસ રાખ્યા વિના આળસના ગુણો દર્શાવી આળસનું મહત્ત્વ સમજાવ્યું છે. તુલસીદાસની ક્ષમાયાચના કરતાં એ મહાનુભાવે કહ્યું છેઃ ‘આલસ અનંત, આલસકથા અનંતા.’
મિત્રો, ચાલો આપણે પણ સહેજેય આળસ રાખ્યા વિના એ ‘આળસ-ગુણદર્શન’નો લાભ લઈએઃ
• ગૃહયુદ્ધ હોય, (પૂર્વ) ગ્રહ કે (આ) ગ્રહયુદ્ધ હોય કે પછી વિશ્વયુદ્ધ હોય, કોઈ પણ યુદ્ધને અટકાવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે આળસ. બોલવામાં આળસ, હાથ ઉગામવામાં આળસ. શસ્ત્રો કે હથિયાર પકડવામાં આળસ. આવી વિશિષ્ટ આળસ કરવામાં જે સહેજેય આળસ કરતો નથી એને વિશ્વશાંતિ નો ઍવૉર્ડ મળવો જોઈએ.
• નાની-મોટી ચોરી અટકાવવાનું કામ એકમાત્ર આળસ કરે છે. આળસ અને કામચોરી – આ બંને ગુણોમાં ફરક છે. આ ફરકનું શ્રેષ્ઠ ઉદાહરણ છેઃ ચોર. નાની-મોટી કોઈ પણ પ્રકારની ચૌર્યકલાનો નિષ્ણાત ચોર ક્યારેક આળસ કરી શકે, પણ એ કામચોરી તો ન જ કરે. ચોર ક્યારેય કામચોર ન હોય. કામચોરી કરવા જાય તો એ જ કામચોરી એને ભારે પડે! આળસ એને ચોરી ન કરતાં અટકાવે, પણ કામચોરી એને ક્યારેક જેલભેગો પણ કરી શકે. આ સંદર્ભે તંત્ર આળસ કરે તો ચોર આબાદપણે બચી જાય. આમ, કોઈકની આળસ કોઈને સજામાંથી આ રીતે બચાવી પણ શકે છે.
• કોઈ પણ જાતની હત્યા કે ખૂનખરાબાનું પ્રમાણ આજે આપણને ભલે વધી ગયું હોય એમ લાગે, પણ આળસીય વિશ્લેષકોનું એવું તારણ છે કે આપણો સમાજ આ બાબતે અમેરિકા જેવા ઓવર ડેવલપ્ડ નેશનમાં બનતા આ પ્રકારના બનાવોની તુલનામાં ઘણો સારો કહેવાય. અમેરિકા માં બનતા આવા ગુનાઓનો ઇન્ડેક્સ ઑલ ટાઇમ હાઈ રહે છે, એનું એક અને એકમાત્ર કારણ છે – આળસ નહીં હોવી તે! જી હા, ત્યાંના લોકો આ બાબતે ખૂબ જ ઉદ્યમપ્રિય છે. આનો અર્થ અમારો બાબુ બૉસ એવો કરે છે કે આપણે ભલે આળસ કરવામાં સહેજ પણ આળસ રાખતા ન હોઈએ, પણ અમેરિકન લોકો ગમે તેટલા કામઢા કે વર્કોહોલિક હોય, પણ આળસ કરવાની બાબતે તો એમના જેવા કોઈ આળસુ નથી.
Bu hikaye ABHIYAAN dergisinin December 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ