વિક્રમ સંવત પ્રમાણેનું નવું વર્ષ ક્યારનુંયે બેસી ગયું. અમુક અપવાદ સિવાય લગભગ સમગ્ર વિશ્વ જે અંગ્રેજી અર્થાત્ ગ્રેગૉરિયન કૅલેન્ડરને અનુસરે છે, એનું નવું વર્ષ પધારવાની તૈયારીમાં છે. જગતભરના મહત્તમ લોકો, રાષ્ટ્રો અને સંસ્થાઓએ પોતપોતાનાસમયે, એકપછીએક ગ્રેગૉરિયન કૅલેન્ડરને ભિન્ન-ભિન્ન અપનાવ્યું. સંસ્કૃતિઓ અને પરંપરાઓ માં તારીખની ગણતરી માટે સૌની અલગ-અલગ પદ્ધતિઓ છે, પણ કોઈ એક સાર્વત્રિક પદ્ધતિ સ્વીકારીએ તો સૌને એકબીજા સાથે વ્યવહાર કરવામાં આસાની રહે. મૉડર્ન વિશ્વની જરૂરિયાત પ્રમાણેનું સચોટ અને શ્રેષ્ઠ તિથિપત્ર ગ્રેગૉરિયનને માનવામાં આવે છે, તેમ છતાં એની તારીખ ગણવાની પદ્ધતિમાં ત્રુટી રહી જાય છે.
પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરવામાં ૩૬૫ દિવસ ઉપર વધારાની ૩૬૯ મિનિટ લે છે. આ અતિરિક્ત મિનિટો ચાર વર્ષે એકઠી થઈને કુલ ૧,૪૭૬ મિનિટ બને, પણ એક દિવસમાં હોય ૧,૪૪૦ મિનિટ. લિપ-યરની પદ્ધતિ પ્રમાણે ચાર વર્ષે એક વધારાનો દિવસ જોડીને તિથિપત્રને સંતુલિત કરીએ તો પણ ૩૬ મિનિટનો હિસાબ બાકી રહ્યો. એના ઉપાય તરીકે દર ૧૬૦ વર્ષે હજુ એક વધારાનો દિવસ ઉમે૨વો પડે! આથી, કેવી રીતે પલટાતી ઋતુઓ અને મહત્ત્વની ખગોળીય ઘટનાઓ સાથે તાલમેલ સાધીને તારીખોની ગણતરીનો મેળ પાડવો એની મથામણ સદીઓથી ચાલતી હતી. ૧૯૨૧માં કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત, એલેક્ઝાન્ડર ફિલિપના પુસ્તક ‘ધી કૅલેન્ડરઃ ઇટ્સ હિસ્ટ્રી, સ્ટ્રક્ચર્સ ઍન્ડ ઇમ્પ્રુવમૅન્ટ’માંથી આ વિશેની રોચક જાણકારી મળે છે.
Bu hikaye ABHIYAAN dergisinin January 06, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin January 06, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.