(૧- જડીનો કાગળ)
થનારા ઈ,
રાણપર ગામથી અભાભાઈની સોડીના જે માતાજી.
૫૨મદાડે તમારા મોટાબાપા આવીન મારા બાપાને નાળિયેર રૂપિયો દઈ ગ્યા સે ’ને મારી નેહાળના માસ્તરે કીધું કે મારે તમને ઓળખવા જોઈએ એટલા હારું કાગળ લખું સુ.
ઓળખાણમાં એવું સે કે માર ઘરમાં અમે લોકો હંધાય ભેગાં થઈને નઉ જણાં સીએ. મારાં મોટીબા, મારા બાપા 'ને મા, મોટાભાઈ ’ને ભાભી, ઈમની તયણ સોડીઓ 'ને મારો નાનો ભાઈ. આમાં ઢોરાને ગણતરીમાં નથ લીધાં.
માર નામ બધાં જડી-જડી કરે સે, પણ હાચું નામ જસોદા સે. મૂળ અમાર ગામમાં હોંને ટૂંકા નામે બોલાવવાની ટેવ. ગિરજાબુનનું ગગી, ધનસુખકાકાનું ફો, ભક્તિફઇનું ભાગલી.... ઈમાં જ એમને ઘર જેવું લાગે. આવતા કાગળે તમાર નામ લખી મોકલજો, તે ઈનું હું કરવું ઈ ખબર પડે.
નવીનમાં માર દસમા ધોરણનું પરિણામ આવ્યું સે ’ને હું છ વિષયમાં સેજ હાટુ રહી ગઈ સુ, પણ એક વિષયમાં પાસ થઈ તે મારી માએ શીરો બનાવ્યો’તો. ઘી આપડે ઘેર જ બનાવીએ સીએ, પણ ખાંડના ભાવ બૌ વધી ગ્યાસે, ઈની રામાયણ સે.
વસતારી ઘરમાં કરિયાણા ઉપર તડાપીટ પડે. ચોમાસા તો હારા જતાં નથ ’ને ખેતરાંની આવક તો હાંઠીકડા હરખી સે, તે હાચવવું તો પડે જ. એટલા હારું જ અમે ખાવા બેહીએ તંય મારી મોટીબા એના ખાટલામાં બેઠી-બેઠી બરાડે, ‘ઓસુ ગળચો, આફરો ચડે એટલું નો ખાઈએ’.
તમારા ઘરની તો મને કશી ખબર નથી, પણ ખાલી માએ એટલું કીધું કે, ‘રોજીદ ગામના કેસુભાઈના સોરા હારે તારા ગોળધાણા ખાધા.’ બળ્યા આવા હપરમાં દાડે ધાણા શા હારું ખાતા હશે? મને ધાણા જરાય નથ ભાવતા ’ને ગોળ બધા ખાઈ ગેલા એટલે મારા ભાગે થાળી ઉટકવાની જ આવી'તી.
જડીના લિખિતંગ વાંસજો
(૨- બાલુનો કાગળ)
મારા ગોળધાણા,
રોજીદ ગામથી કેશુભાઈના સોરાના જે માતાજી.
મોટાબાપા નક્કી કરવા નેકળ્યા એ દાડાનું ઈમ થતું’તું કે કોક રીતે વાત કરવી જોએ, પણસું કરું ઈ ખબર નોતી પડતી. મેં મારા ગોઠિયા ભીખુને હોત પુસેલું પણ ઈ તે દાડે ભેંશ દોવામાં પડેલો તે ઈને કાંઈ હુઝ્યું નહીં, પણ તમન હૈયે રામ વસ્યા ’ને કાગળ મોકલ્યો. મારા હડમાનદાદા તમારું હારું કરશે.
Bu hikaye ABHIYAAN dergisinin February 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin February 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ