...જ્યાં મળ્યો શ્રીરામને ચિત્રકૂટનો માર્ગ - ઋષિયન
ABHIYAAN|March 02, 2024
શ્રીરામે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો ત્યારે તેઓ પ્રથમ અહીં પધાર્યા હતા. ભારદ્વાજ મુનિનો આશ્રમ તેમનો પ્રથમ પડાવ બન્યો હતો. અહીંથી જ રામ, લક્ષ્મણ અને જાનકી ચિત્રકૂટ તરફ આગળ વધ્યાં હતાં 
પ્રિયંકા જોષી
...જ્યાં મળ્યો શ્રીરામને ચિત્રકૂટનો માર્ગ - ઋષિયન

પ્રયાગરાજ અને ચિત્રકૂટની વચ્ચે આવેલી ઋષિઓની તપોભૂમિ એટલે ‘ઋષિયન આશ્રમ’. વિંધ્ય ગિરિમાળાઓના પાલવમાં પથરાયેલા રમણીય જંગલમાં નદી, પહાડ અને ઝરણાં વચ્ચે આ સાધના સ્થલી આવેલી છે, જે એક સમયે ‘ઋષિઓનું વન ઋષિવન' કહેવાતી હતી. સમયાંતરે તે ‘ઋષિયન’ તરીકે ઓળખાતી થઈ છે.

ઉત્તર પ્રદેશના મઉ તાલુકા મથકથી આ સ્થળે પહોંચવા માટે ૧૪ કિ.મી.નો કાચોપાકો રસ્તો લેવો પડે છે. રસ્તા પર અગણિત ખાડા-ટેકરા, ઢાળ અને વળાંકો, ત્યાંની સ્થાનિક ભાષામાં કહીએ તો પાઠા(ડુંગર)તરહર(તળેટી) પસાર કરવા પડે છે. ત્યાર બાદ થોડું પગપાળા ચાલીને આશ્રમ સુધી પહોંચી શકાય છે. આશ્રમનું ક્ષેત્ર વિશાળ શિલાઓથી ભરેલું છે. ચોતરફ વિસ્તરેલી વનરાઈ વચ્ચે વહેતી યમુનાની સરવાણીનો મધુર ૨વ કાનને ભીંજવતો રહે છે. તેની વચ્ચે વિખેરાયેલાં ભવ્ય મંદિરોનાં જીર્ણ ટુકડાઓ જોઈને મન વ્યગ્ર બની જાય છે. આસ્થાથી પ્રેરાઈને કેટલાક સ્થાનિકોએ છિન્નભિન્ન ટુકડા ગોઠવીને ફરીથી મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો છે. પથ્થરના ટુકડા ગોઠવીને ઊભાં કરેલાં મંદિરોમાં નષ્ટ થઈ ચૂકેલી ભવ્યતાનું દારિદ્રય પણ દેખાય છે અને સ્થાનિકોની શ્રદ્ધાના પણ દર્શન થાય છે. છેવટે તો નિર્મળ ભક્તિ સામે કોઈ અવિચારીના દુષ્કૃત્યનો પરાજય થતો જ દેખાય છે.

Bu hikaye ABHIYAAN dergisinin March 02, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin March 02, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
ABHIYAAN

ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું

૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નાલંદાના પતનનું એક પ્રકરણ

time-read
5 dak  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?

time-read
6 dak  |
Abhiyaan Magazine 06/07/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?

time-read
5 dak  |
Abhiyaan Magazine 06/07/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સ્પીકરપદની ચૂંટણીએ એક યુદ્ધરેખા અંકિત કરી દીધી

time-read
2 dak  |
Abhiyaan Magazine 06/07/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હવે નક્સલીઓ પણ નકલી નોટો છાપવા લાગ્યા છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 06/07/2024
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
ABHIYAAN

ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના

કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 29/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ

time-read
3 dak  |
Abhiyaan Magazine 29/06/2024
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
ABHIYAAN

રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!

શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'

time-read
3 dak  |
Abhiyaan Magazine 29/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?

time-read
2 dak  |
Abhiyaan Magazine 29/06/2024