લાફ્ટર વાઇરસ
ABHIYAAN|Abhiyaan Magazine 23/03/2024
છાપાં વાંચવાની ખરેખર મજા આવે છે...!
હર્ષદ પંડ્યા ‘ શબ્દપ્રીત’
લાફ્ટર વાઇરસ

વાંચવું એ આર્ટ છે અને છાપું વાંચવું એ ફાઇન આર્ટ છે. અમે B.Ed.માં ભણતા ત્યારે ભાષાના વિષયમાં ‘આદર્શ પઠન'ના સ્પેશિયલ માર્ક્સ મળતા. પ્રશ્નપત્રનું વાંચન અને વર્તમાનપત્રનું વાંચન–આ બંને પ્રકારનાં વાંચનમાં ફરક છે. પ્રશ્નપત્રનું વાંચન મનમાં થાય, વર્તમાનપત્રનું વાંચન મનમાં પણ થાય અને જનમાં પણ થાય, મતલબ કે બે કે ત્રણની હાજરીમાં ઉતાવળે બોલીને પણ થાય.

છાપું વાંચતી વેળાએ સહેજપણ બેધ્યાન રહેવું એ આપણી સમજશક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લખનારે ભલે વિચારો કે સંદર્ભોની એકસૂત્રતા જાળવી ન હોય, પણ વાચકે તો આવી એકસૂત્રતા જાળવવી પડે, જો એણે પોતાના જ આત્માને પોતાના જ હાથે છેતરવો ન હોય તો! જોકે આવી એકસૂત્રતા ક્યારેક ઍક્સિડન્ટલી બનતા ઍક્સિડન્ટને લીધે તૂટી જતી હોય છે.

જેમ રસ્તા પર સ્પીડબ્રેકર આવે છે એમ વાંચનમાં પણ સ્પીડબ્રેકર કે ડાયવર્ઝન આવે છે. વાંચનમાં આવતા આવા ડાયવર્ઝનને અખબારી આલમની પરિભાષામાં ‘અનુસંધાન’ શબ્દથી ઓળખવામાં આવે છે.

કહેવાય અનુસંધાન, પણ ભલભલા વાચકનું એ વાંચનસંધાન તોડી નાખતું હોય છે.

છાપું વાંચવાની પણ એક મજા છે, ખાસ કરીને એ મજાની સમજણ પડે તો! અમારો બાબુ બૉસ તો... જાણે કે છાપું - મૅગેઝિનો વાંચવા જ જન્મ્યો છે. એને ક્યારેક શ્વાસ ભરવા ન મળે તો એ ચલાવી લે, પણ છાપું વાંચવા ન મળ્યું તો ખલ્લા...સ! ઘરમાં બીજા કોઈનું નહીં, એનું પોતાનું જ આવી બને. મૅન્ટલ હૉસ્પિટલમાં જ ગાંડા હોય એવું કોણે કહ્યું?

જોકે, છાપાં વગર તો અમેય ઊંચા-નીચા થઈ જ જઈએ છીએ. હાથમાં છાપું લઈને સોફામાં બેઠા હોઈએ, ટિપાઈ પર કૉફી કપ પડ્યો હોય, પ્લેટમાં પાંચ-છ બિસ્કિટ શહાદત વહોરવાની તૈયારી સાથે પડ્યાં હોય... અને છાપું વંચાતું હોય... વાહ, આવો વૈભવ તો કુબેર ભંડારીને પણ નહીં હોય!

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 23/03/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 23/03/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/12/2024