એપ્રિલ માસના શરૂઆતના દિવસોમાં જ ભુજવાસીઓએ પાણીની અભૂતપૂર્વ કટોકટી જોઈ હતી. સળંગ ૧૦થી ૧૨ દિવસ પાઇપલાઇનમાંથી પાણી વિતરણ થયું નહોતું. લોકોને મોંઘાભાવના ટેન્કરનું પાણી ખરીદવું પડ્યું હતું. નગરપાલિકાએ તો લોકોને પ્રસાદીમાં અપાતું હોય તેટલા પાણીનું અને તે પણ અમુક-અમુક વિસ્તારોમાં જ વિતરણ કરીને સંતોષ માન્યો હતો. અમૃતમ, અમૃત જલ, નલ સે જલ વગેરે યોજના તળે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવાઈ હતી, છતાં પાણી પુરવઠામાં થતો ખોટીપો નિવારી શકાતો નથી. વારંવાર મુશ્કેલી ઊભી થતી હોવા છતાં નર્મદાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા વિચારવાની કોઈએ તસ્દી લીધી નથી.
નર્મદાના નીર કચ્છમાં પહોંચ્યા તે પહેલાં કચ્છનાં નાનાં-મોટાં ગામો અને શહેરો સ્થાનિક સ્રોત ઉપર આધારિત હતાં. વર્ષ ૨૦૦૪ની આસપાસથી નર્મદાના પાણી પીવા માટે કચ્છમાં પહોંચવા લાગ્યા અને ધીરેધીરે સ્થાનિક સ્રોતોની જાળવણી ભુલાવા લાગી. ભુજ જેવું મોટું શહેર આજે ૭૦ ટકાથી વધુ નર્મદાના પાણીના આધારે જ છે. જો નર્મદાની પાઇપલાઇનમાં કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી સર્જાય તો પાણી મળતાં બંધ થઈ જાય. ખોટીપો ભલે બે દિવસનો હોય, પાણી વિતરણ નિયમિત થતાં ચારથી પાંચ દિવસ લાગી જાય છે. તેવામાં જો મોટી ક્ષતિ સર્જાય અને તે રિપેર થતાં લાંબો સમય લાગે તો પાણી વિતરણ નિયમિત થતાં ઘણા દિવસો લાગી જતાં હોય છે. પાણી નિયમિત આવતું હોય ત્યારે તે સમય દરમિયાન જ ભવિષ્યમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે પગલાં લેવાતા નથી. જૂની બોર આધારિત વ્યવસ્થાને પુનર્જીવિત કરાતી નથી. વરસાદી પાણીના સંગ્રહને વધારવાનું આયોજન કરાતું નથી. હયાત બોરને જીવંત રાખવા માટે રિચાર્જિંગ કરાતું નથી. નર્મદાની મુખ્યલાઇનમાંથી વધુ પાઇપલાઇન દ્વારા વધુ પાણી મેળવવાનું વિચારાય છે, પરંતુ તેનો વિકલ્પ ઊભો કરાતો નથી. આ બાબતને ભુજમાં સત્તાસ્થાને રહેલા, અધિકાર ભોગવતા લોકોની ગુનાહિત બેદરકારી, તેમની અણઆવડત કહી શકાય. આ પ્રશ્નના ઉકેલ માટે જરૂર છે, નિષ્ણાતોની મદદથી લાંબાગાળાનાં પગલાં લેવાની.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 18/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ