લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન બની રહ્યા છે. જો ખોરાક શુદ્ધ હોય, રસાયણરહિત હોય તો જ તે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, અન્યથા તે બીમારી નોતરે છે. પહેલાંના જમાનામાં ગાય આધારિત ખેતી થતી, ખાતર કે જંતુનાશકો પણ કોઈ પણ બાહ્ય રસાયણની મદદ વગર જ બનતાં, ઋતુ મુજબ અનાજ, શાક વવાતું અને ખવાતું, આ બધાંના કારણે લોકોને પ્રમાણમાં ઓછી બીમારીનો સામનો કરવો પડતો. ત્યારે દવાઓ પરની નિર્ભરતા ઓછી હતી. તે સમયે આજના પ્રમાણમાં ખોરાકની વિવિધતા ઓછી હતી, પરંતુ ગુણવત્તામાં ચડીયાતા હતા. આજે બજારમાં મળતાં તમામ શાકભાજી, ખેતપેદાશો ભેળસેળિયા અને રસાયણોયુક્ત હોવાથી તેની ગુણવત્તા નબળી હોય છે. જોકે ઘ૨માં કે આંગણામાં પૂરતી જગ્યા હોતી નથી. શાકભાજી ઉગાવવાની આવડત હોતી નથી. આથી અનેક લોકો ઇચ્છા હોવા છતાં ઘરે શાકભાજી વાવી શકતાં નથી. જો થોડા પ્રયત્નોથી થોડી જાણકારી મેળવીને, એકાદબે વખતની મહેનત ઊગી ન નીકળે તો નિરાશ થયા વગર ફરી પ્રયત્ન કરવાની તૈયારી હોય તો ઘરઆંગણે શુદ્ધ, વગર કેમિકલનાં શાકભાજી આસ્વાદ માટે મળી શકે. કચ્છમાં છેલ્લા થોડા સમયથી કિચન ગાર્ડનનો ખ્યાલ વધવા લાગ્યો છે અને વધુ ને વધુ લોકો પોતાના ઘરે શાક ઉગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ઘરે જ શાકભાજી વાવવા ઇચ્છનારા લોકોને બાગાયત વિભાગ પણ મદદ કરે છે. તો કુકમાના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવે છે. જે લોકો પોતાના ઘરે સારી રીતે શાકભાજી ઉગાડી રહ્યા છે તેઓ પણ અન્ય લોકોને મદદરૂપ થાય છે. આમ જેમને પણ રસ હોય તેમને પૂરતી માહિતી મળી રહે છે. જોકે શરૂઆતમાં તો નિષ્ફળ જવાની તૈયારી રાખીને જ કિચન ગાર્ડન માટે કામ શરૂ કરવું જોઈએ. શહેરોમાં ખેતીલાયક કે ખુલ્લી જમીનનો અભાવ હોય છે, તેથી શહેરીજનોએ શાકભાજી કે ફળો વાવવા માટે કિચન ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, બાલ્કની ગાર્ડન, વર્ટિકલ ગાર્ડન વગેરે પ્રકારે શાકભાજી વાવવા જોઈએ.
આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં ઘરની મહિલાઓ ઘરના આંગણામાં વિવિધ પ્રકારનાં શાકભાજી વાવતી હતી. ઘરમાં ઊગેલા રીંગણાં, પાલખ, મેથી કે ટામેટાં તમામ સભ્યો હોંશે હોંશે ખાતાં હતાં. ત્યાર પછીના સમયમાં ઘરઆંગણાની જમીન ઘટી, ફ્લેટનું કલ્ચર વિકસ્યું અને ઘરનો બગીચો ભુલાયો. હાલના સમયમાં કોરોના જેવી મહામારીએ તાજા, સ્વચ્છ અને રસાયણરહિત શાકની જરૂરિયાત સમજાવી. તેથી ફરી વખત ઘરઆંગણાના બગીચા પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 08/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 08/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ