આવતી૨૬ જુલાઈ, શુક્રવારના રોજ પેરિસ, ફ્રાન્સ ખાતે ઑલિમ્પિક્સ ૨મતોત્સવની ઉદ્ઘાટન સેરેમની યોજાશે. જેમ પેરિસ શહેર અનોખું અને ભવ્ય છે, તેમ એ ઉદ્ઘાટન વિધિ પણ અનોખી અને ભવ્ય હશે. રવિવાર અગિયાર ઑગસ્ટ સુધી ૨૦૨૪નો પેરિસ ઑલિમ્પિક મહોત્સવ ચાલશે. સત્તાવાર રીતે આ તેંત્રીસમો ઑલિમ્પિયાડ હશે. જેને તેને પેરિસ ૨૦૨૪ નામ આપવામાં આવ્યું છે. તેના માટે જે એમ્બ્લમ અથવા પ્રતીક ચિત્ર રખાયું છે, તે ઘણું અર્થસભર છે. તે એક જલતો દીપક પણ દર્શાવે છે, જેને ઑલિમ્પિક્સની મશાલ ગણી શકાય. એ જ ચિત્ર એક ભોળા બાળકનું પણ છે, જે નિખાલસતા અને ખેલદિલીનું પ્રતીક છે.
આ પેરિસ રમતોત્સવ અનોખો હશે. ખાસ કરીને તેની ઉદ્ઘાટન વિધિ. જેમણે પેરિસની વચ્ચેથી પસાર થતી સેન નદી અને તેના બંને કાંઠાનું પેરિસ જોયું છે, તેઓ અભિભૂત થઈ ગયા છે. પ્રસિદ્ધ એફિલ ટાવર આ સેન નદીના કાંઠે આવેલો છે. પેરિસ એક જૂનું છતાં ખૂબ સુંદર શહેર છે. શહેરમાં સ્થાપત્યો અનેક છે. વર્સાઇલનો પ્રસિદ્ધ રાજમહેલ, શાન્ઝે લિઝિનો ચોક અને દરવાજો, નોટ્રે ડેમનું ચર્ચ, લુત્રનું મ્યુઝિયમ વગેરે અનેક સુંદર સ્થાપત્યો સેન નદીના કાંઠે આવેલા છે. પેરિસ શહેરમાં સેન નદી છ કિલોમીટર જેટલી લાંબી છે. નદીમાં સહેલગાહ માટેની સુંદર બોટો ફરતી હોય છે. નદીના બંને કાંઠે સદીઓથી પાકા પથ્થરોના ધક્કાઓનું બાંધકામ અને તેના પર દર્શકોની બેસવાની પથ્થરોની ગૅલેરીઓ છે. નદીના કાંઠે લગભગ પાંચ-સાત માળની એક સરખી શૈલીથી બાંધેલી હારબંધ ઇમારતો છે, જેના ઢોળાવ આકારના લીલા રંગના છજાંઓ પેરિસની અલગ ઓળખાણ છે. બોટના છ કિલોમીટરના પ્રવાસમાં સહેલાણીઓને સ્થાપત્યો અને સ્થળોનો પરિચય કરાવાય છે.
ઓપનિંગ સેરેમની અનોખી, નવીન એટલા માટે હશે કે દરેક ઑલિમ્પિક્સ રમતોત્સવ વખતે જે-તે દેશની ટીમોના ખેલાડીઓ મેદાન પર ચાલીને પરેડ કરતાં હોય છે, પરંતુ પેરિસ ૨૦૨૪માં ભાગ લેનારા દરેક દેશના ખેલાડીઓ બોટ પર સવાર થઈને સેન નદીમાં લગભગ છ કિલોમીટર લાંબી પરેડ યોજશે. ત્યાં બંને કાંઠે ગોઠવેલી વ્યવસ્થામાં બેસીને કોઈ પણ વ્યક્તિ પરેડ નિહાળી શકશે. દરેકને હાજર રહેવાની છૂટ છે. આ ભવ્ય નજારો ટેલિવિઝન પર અબજો લોકો દ્વારા નિહાળવામાં આવશે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ