આપણે અનેક વખત રંગીન પતંગિયાઓને રંગબેરંગી ફૂલો પર ઊડતાં જોયા છે અને અનેક વખત એવા લોકોને પણ જોયા છે જેને ફૂલો માટે, ફૂલોના દેખાવ અને સુગંધ માટે અનહદ લગાવ, આદર અને પ્રેમ હોય. આવા પુષ્પપ્રેમી લોકોને એન્થ્રોફાઇલ કહેવાય છે. આવી એન્થ્રોફાઇલ વ્યક્તિઓ ફૂલોના વાયબ્રન્ટ રંગો, તેની મીઠી સુગંધો, તેની સુંદરતા અને તેના બોટોનિકલ જગતમાં એટલા ડૂબેલા રહે છે કે આવી વ્યક્તિઓના ઘરનાં આંગણાં હોય કે દીવાનખંડ હોય, ઑફિસનો કોઈ ગમતો ખૂણો હોય કે પ્રિયજનનો જન્મદિવસ હોય તેઓ તેને રંગીન ફૂલોથી અને તેની સુગંધથી તરબતર કરીને જ જંપે છે.
આવા ફ્લાવર લવર્સ માટે ખુદ ઈશ્વરે આપણા ઉત્તરાખંડના ચમૌલીમાં વેલી ઑફ ફ્લાવર્સ નામની એક આખી ૮૯ ચોરસ કિલોમીટરની ઘાટી ડિઝાઇન કરી છે, જે જુલાઈથી સપ્ટેમ્બરમાં રંગીન પર્વતીય ફૂલોથી સભર ભરેલી હોય છે.
ફૂલોની આ ઘાટી ભારતની બોટોનિકલ વન્ડરલૅન્ડ હોવા ઉપરાંત વેલી ઑફ ફ્લાવર્સ નેશનલ પાર્ક પણ છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો તાજ પહેરીને વિશ્વ પ્રવાસીઓને આકર્ષે છે.
પશ્ચિમ હિમાલયના ગઢવાલ પ્રદેશની પુષ્પાવતી રિવર વેલીમાં સ્થિત આ ફૂલોની ઘાટી ૧૦,૯૯૭ ફૂટથી ૧૨,૦૦૧ ફૂટની ઊંચાઈ પર આવેલી છે. દક્ષિણે બદ્રીનાથ, ઉત્તરે માના, પૂર્વે હેમકુંડ સાહીબ અને નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન અને પશ્ચિમે કેદારનાથ બાબાની હૂંફમાં રહેલી આ ફૂલોની ઘાટી આઠ કિલોમીટર લાંબી અને બે કિલોમીટર પહોળી છે. ૧૯૩૧ સુધી છુપાયેલી રહેલી આ અંતરિયાળ વેલીમાં ૧૯૩૧માં ૨૫,૪૪૬ ફૂટ ઊંચા માઉન્ટ કામેતનું સફળ એક્સ્પિડિશન પૂર્ણ કરી પાછા ફરી રહેલા ત્રણ બ્રિટિશ પર્વતારોહકો રસ્તો ભૂલ્યા અને અચાનક અહીં આવી ચડ્યા, જ્યાં આસપાસ સર્વત્ર ફૂલો જ ફૂલો હતાં. ફૂલોથી સભર દૃશ્ય ફલકનો દિલધડક નજારો જોઈને ફ્રેન્ક સ્મિથ, હોલ્ડવર્થ અને એરિક શિપ્ટને આલ્પાઇન ફૂલોથી ભરચક આ ઘાટીને વેલી ઑફ ફ્લાવર્સ એવું નામ આપ્યું, જ્યાં હવે તો વર્ષે દહાડે વીસેક હજાર પ્રવાસીઓ પહોંચે છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ