વિશ્વની યુવા શક્તિનાં કેટલાંક સર્વ સામાન્ય તત્ત્વો
ABHIYAAN|Abhiyaan Magazine 02/09/2022
• સારાયે યુવા જગતની સરખામણીમાં આંદોલનમાં સક્રિય થનારા યુવાનો ઓછા હોય છે. • તેઓ રાજનીતિને પ્રભાવિત કરવા ઇચ્છે છે, તેઓ કિનારા પર રહે છે, પરંતુ રાજનીતિના સમુદ્રમાં કૂદી પડતા નથી. • તેઓ પોતાનાથી મોટા, પીઢ લોકો સાથેના વિચારભેદને સહન કરી શકતા નથી.
નારાયણ દેસાઈ
વિશ્વની યુવા શક્તિનાં કેટલાંક સર્વ સામાન્ય તત્ત્વો

વિશ્વની યુવા-શક્તિમાં કેટલાંક એવાં તત્ત્વો છે, જે લગભગ બધાં સ્થાનોમાં સામાન્ય છે, કેટલાંક એવાં તત્ત્વો છે કે જે કેટલાંક વિશિષ્ટ સ્થાન પર દેખાય છે, કેટલાંક એવાં તત્ત્વો છે જે ફ્ક્ત ધનવાન દેશોના યુવાનોમાં દેખાય છે અને કેટલાંક એવાં તત્ત્વો છે જે ગરીબ દેશોના યુવાનોમાં મળી આવે છે.

પહેલાં આપણે વિચાર કરીએ, જે તત્ત્વોનો વિશ્વમાં લગભગ બધાં સ્થાનોમાં સામાન્ય છે.

નારાયણ દેસાઈ

સામાન્ય રીતે જે આંદોલનકારી છે તેવા યુવકોની સંખ્યા ઓછી છે. જે દેશોમાં આંદોલન પુરજોશમાં ચાલ્યાં છે, ત્યાં પણ આંદોલનમાં ભરતી થનાર સક્રિય યુવાન તો સારાયે યુવાજગતની સરખામણીમાં ઓછા જ છે. એટલા માટે જ તેમને માટે એક શબ્દ રૂઢ થયેલ છે, એક્ટિવ ફ્યુ' (active few). આ ઓછી સંખ્યાવાળા સક્રિય યુવાન સમાજમાં ભલે થોડા હોય, તેમ છતાં જ્યાં પણ છે, ત્યાં યુવાન સમાજ ઉપર તેમની પકડ મજબૂત છે અને આ પ્રભાવશાળી ઓછી સંખ્યાવાળા સક્રિય યુવાનો જ વિશ્વભરનાં આંદોલનોની નેતાગીરી કરે છે.

આ અલ્પસંખ્યક સક્રિય રાજનીતિમાં દિલચસ્પી ધરાવે છે, પરંતુ સામાન્ય રીતે તેઓ રાજકારણી બનતા નથી. રાજનીતિને તે પ્રભાવિત કરવા ચાહે છે તેમ છતાં સાથે સાથે એવો પણ પ્રયત્ન કરે છે કે ચાલુ રાજનીતિમાં તેઓ ફ્સાઈ ન જાય.

સામાન્ય રીતે તેઓ સક્રિય રાજનીતિના કિનારા પર રહે છે, પરંતુ રાજનીતિના સમુદ્રમાં કૂદી પડતા નથી. તેમ છતાં જ્યારે પણ તેઓનું આંદોલન જોર પકડે છે ત્યારે તે આંદોલન જ રાજનીતિની કેન્દ્ર-ઘટના બની જાય છે.

સામાન્ય રીતે તેઓ મૂળગામી ક્રાંતિકારી (રેડિકલ) વિચારના હોય છે. સમાજના મુખ્યપ્રવાહ (મેઇન સ્ટ્રીમ)થી તે બહાર રહે છે.

સામાન્ય રીતે તે સરકાર વિરોધી હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તે વિરોધ પક્ષના સમર્થક હોય છે અથવા તો વિરોધ પક્ષથી સમર્થિત હોય છે. મૂળમાં જોઈએ તો તે શાસન નામના તંત્રના જ વિરોધમાં હોય છે. તેઓ દ્વારા એક એવી અપક્ષ શક્તિ ઉત્પન્ન કરવામાં આવી કે જેને પશ્ચિમ જર્મનીમાં ‘ગેર-વૈધાનિક-વિરોધ' (એક્સ્ટ્રા પાર્લામેન્ટરી ઓપોઝિશન) કહે છે. આ એક રીતે દંડશક્તિથી ચાલતી એવી લોકશક્તિનું બીજું નામ છે.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 02/09/2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 02/09/2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 dak  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 dak  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 dak  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 dak  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 dak  |
Abhiyaan Magazine 14/09/2024
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
ABHIYAAN

સબૉટેજ : આતંકનું આસુરી અત્ર

*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 14/09/2024
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
ABHIYAAN

ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના

*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?

time-read
6 dak  |
Abhiyaan Magazine 14/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?

time-read
5 dak  |
Abhiyaan Magazine 14/09/2024