આ વર્ષે સાત સપ્ટેમ્બર અને શનિવારે દસ દિવસ ચાલતાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. ભાદરવા સુદ ચોથથી શરૂ કરી આનંદ ચૌદસ સુધી ઊજવાતાં આ ગણેશ ઉત્સવમાં વક્રતુંડ મહાકાય એવા ગજાનન ગણપતિની સ્થાપના થશે. ઘરે-ઘરે અને ચોરે-ચૌટે પોતપોતાના સંકલ્પ મુજબ આ એકદંત વિવિધ સ્વરૂપે અને રંગે-રૂપે સ્થપાશે અને નદી, સરોવર અને સમુદ્રમાં આ મંગલમયી વિનાયકની માટીની કે પ્લાસ્ટર ઑફ પેરિસની નાની કે ખૂબ વિશાળ મૂર્તિનું વિસર્જન પણ થશે.
વિઘ્નહર્તા લંબોદરના સર્જન, સ્થાપન, પાઠ-પૂજા, ધૂપ-દીપ, ભજન-કીર્તન, આરતી અને વિસર્જનના આ પર્વીય અને મંગળમય દિવસોમાં મહારાષ્ટ્રના અષ્ટવિનાયકનાં આઠે આઠ મંદિરોમાં તો બાપ્પાની જાહોજલાલી જોરદાર હોય જ છે, પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનું મોતી ડુંગરી ગણેશજી મંદિર પણ ગણેશ ઉત્સવના વાઘા પહેરીને પ્રવાસીઓને તેની તરફ આકર્ષે છે.
૧૭૬૧માં શેઠ જય રામ પલ્લિવાલના નિરીક્ષણ હેઠળ બંધાયેલું આ મંદિર જયપુરના બિરલા મંદિરની બાજુમાં છે. જયપુરના હૃદય સમી ‘હિલ ઑફ પર્લ્સ' ગણાતી મોતી ડુંગરીની તળેટીમાં રહેલું આ અઢારમી સદીનું ગણેશ મંદિર જયપુર નરેશ સવાઈ માધોસિંહના પ્રાચીન સ્કોટિશ કેસલ એટલે કે સ્કોટિશ શૈલીમાં બનેલા રાજમહેલની તળેટીમાં છે.
એક જમાનામાં આ મંદિર જયપુરના છેલ્લા શાસક સવાઈ માનસિંહ બીજાના રહેઠાણની હદમાં હતું. એ પછી રાજમાતા ગાયત્રીદેવી આ સ્કોટિશ કૈસલ જેવા રાજમહેલમાં રહેતાં હતાં. હાલ આ રાજમહેલ રૉયલ ફૅમિલીની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, પરંતુ તેની તળેટીમાં સ્થિત આ મોટી ડુંગરી ગણેશ મંદિર સૌ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે.
કહેવાય છે કે અહીં સ્થપાયેલી પાંચસો વર્ષ પ્રાચીન સિંદૂરિયા ગણેશની મૂર્તિ જયપુર નરેશ સવાઈ માધોસિંહ પ્રથમનાં રાણી સાહેબના પિયર માવલી એટલે મેવાડથી ૧૭૬૧માં લાવવામાં આવી હતી અને માવલી પહેલાં આ ગણેશ મૂર્તિ ગુજરાતથી લવાયેલી હતી.
મહારાજા સવાઈ માધોસિંહ પ્રથમ સાથે ઉદેપુરથી લવાતી આ મૂર્તિમાં જયપુર નરેશના શેઠ જયરામ પલ્લિવાલ પણ સાથે હતા. જેમની દેખરેખ નીચે સ્કોટિશ કેસલની બાંધણી ધરાવતા મોતી ડુંગરી રાજમહેલની તળેટીમાં મોતી ડુંગરી ગણેશ મંદિર બંધાયું.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?
કવર સ્ટોરી
એલન મસ્ક ટ્રમ્પની છાવણીમાં કઈ રીતે આવ્યા?
કવર સ્ટોરી
ટ્રમ્પને મુસ્લિમોનું સમર્થનઃ ટ્રમ્પનાં આઠ ‘ટ્રેપકાર્ડ'નો ચમત્કાર
કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?
પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ એક મોટી મીટિંગ પણ થઈ હતી. તેમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને આતંકવાદી જૂથના કમાન્ડર હાજર રહ્યા હતા
રાજકાજ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત
ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...
હાલ વિશ્વના ભાવિને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે આપણી પુકારનો પડઘો પાડતી સુપ્રીમ ઇન્ટેલિજન્સને સમજવી હોય તો..?
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?