ફોનનો ગમે તેટલો શોખ હોય તો પણ રિસીવરને એના કેડલ પર જ મુકાય, એને કાંઈ ગળામાં પહેરી રાખીને સોફા પર બેસી ન રહેવાય. ઠીક છે, ક્યારેક કાનને બદલે હૃદય પાસે ધરી રાખીએ અને સામેના પાત્રની વાતને ડાયરેક્ટ હૃદય સુધી પહોંચાડી દઈએ!
ફોનથી જેટલા જોડાયા છે એના કરતાં છૂટા વધારે પડ્યા છે. ફોન નાયક પણ છે, ખલનાયક પણ છે. વાંચતાં વાંચતાં કોઈને પોતાનો ઊજળો ભૂતકાળ યાદ આવે તો માફ કરજો. દુઃખતા ખરજવાને વધારે ખંજવાળવાનો મારો લેશમાત્ર ઇરાદો નથી, પણ ફોનની લીલા જ એવી છે કે એ ભલભલાને સૂકા કરી દે.
અમારા નારણપુરામાં એક દોસ્તે ટેલિફોનનું મોટું બૂથ શરૂ કરેલું. બૂથમાં બે કેબિનો રાખેલી. એક પર બોર્ડ મૂકેલુંઃ ‘ફક્ત પરણેલાઓ માટે.' અને બીજી કેબિન પર બોર્ડ હતું: ‘ફક્ત પ્રેમીઓ માટે જ.' મેં એ બૂથભાઈને આઇમીન ટેલિફોનવાળા ભાઈને પૂછ્યું કે, ‘આ પ્રેમીઓ માટેના ફોનની કેબિનમાં સરસ મજાની ખુરશી, ડાયરી-પેન અને પંખાની સગવડ કરી આપી છે, પણ બાજુની કેબિનમાં કેમ આવી સગવડ નથી?’
ભેજાબાજ દોસ્તે જવાબ આપ્યો કે, પ્રેમમાં પડેલા અને પડી રહેલા પડતર પ્રેમીઓ કિલોમીટરમાં ને કિલોમીટરમાં વાતો કરે એટલે પ્રેમીઓને આવી સગવડ આપવી પડે. બાકી, પરણેલા તો વાઇફ સાથે રૂબરૂમાંયે વાતો કરતાં કરતાં બાંયો ચડાવતા હોય, એમાં ટેલિફોનમાં કરી કરીને કેટલી વાત કરવાના? અને એક વાર મને એવો કડવો અનુભવ થઈ ગયો કે...’
‘કોનો, ભાભીનો?’
‘ના, પરણેલાનો!’
‘હું કાંઈ સમજ્યો નહીં.'
એક પરણેલો ફોન કરવા આવ્યો, શરૂ શરૂમાં તો હસીને વાતો કરતો જોઈને મને થયું કે ભાઈને કેબિનફેર થઈ ગયો લાગે છે, પણ ત્રીજા કે ચોથા ડાયલોગે જ મને ખબર પડી ગઈ કે ભાઈને કેબિનફેર ખરેખર નથી થયો અને પછી તો... બેટરી ચાર્જ થાય તેમ ઘાંટાઘાંટ કરીને એવા તો ધમપછાડા કરવા લાગ્યો કે કેબિનમાં (જરા સારું લાગે એ માટે!) બંધ પડી રહેલો પંખો મૂકી રાખેલો તે તોડીફોડી રમણભમણ કરી નાખ્યો. બસ, ત્યારથી મેં નક્કી કર્યું કે, ‘પરણેલાઓ માટેની કેબિનમાં કોઈ જ સગવડ નહીં કરવી, ખુદના ઘર જેવો માહોલ હશે તો જ આવનારને વાત કરવામાં સ્વાભાવિકતા લાગે!’ એમ માનીને મેં પરણેલાંઓની કેબિનમાં સગવડ નથી રાખી.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 21/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 21/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?
કવર સ્ટોરી
એલન મસ્ક ટ્રમ્પની છાવણીમાં કઈ રીતે આવ્યા?
કવર સ્ટોરી
ટ્રમ્પને મુસ્લિમોનું સમર્થનઃ ટ્રમ્પનાં આઠ ‘ટ્રેપકાર્ડ'નો ચમત્કાર
કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?
પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ એક મોટી મીટિંગ પણ થઈ હતી. તેમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને આતંકવાદી જૂથના કમાન્ડર હાજર રહ્યા હતા
રાજકાજ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત
ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...
હાલ વિશ્વના ભાવિને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે આપણી પુકારનો પડઘો પાડતી સુપ્રીમ ઇન્ટેલિજન્સને સમજવી હોય તો..?
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?