વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો સામનો વ્યક્તિ કરી રહી છે. ગેસ, એસિડિટી, મેદસ્વીપણું, કબજિયાત વગેરે. આ બધી સમસ્યાઓ માટે મહદ્અંશે પાચનતંત્ર અને ચયાપચયની ક્રિયા જવાબદાર છે. પાચનતંત્ર એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ અને ચયાપચયની ક્રિયા એટલે મેટાબૉલિઝમ. મેટાબૉલિઝમ શરીરમાં થનારી રાસાયણિક પ્રક્રિયા છે. આપણે તેને ગુજરાતીમાં ચયાપચયની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. શરીરમાં પોષક દ્રવ્યો અને પાચક રસ સાથે સંકળાયેલી ક્રિયા એટલે ચયાપચયની ક્રિયા. મેટાબૉલિક સિન્ડ્રોમ સમજવા માટે મેટાબૉલિઝમને સમજવું જરૂરી છે. મેટાબૉલિઝમની પ્રક્રિયામાં ઊભી થયેલી ખામી આ સિન્ડ્રોમ માટે જવાબદાર છે. આપણે જે પણ ભોજન આરોગીએ છીએ, તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. આ પ્રક્રિયા શરીરમાં ચોવીસ કલાક ચાલતી જ રહે છે. રક્ત સંચાર અને શ્વાસોચ્છ્વાસની ક્રિયા જેવી ઘણી પ્રક્રિયાઓ સારા મેટાબૉલિઝમ પર આધારિત છે. એક સરવે અનુસાર આઇટી ક્ષેત્રમાં કામ કરી રહેલા ૫૦ ટકા યુવાનો મેટાબૉલિઝમ સિન્ડ્રોમના નિશાના પર છે.
મેટાબોલિઝમને બે ભાગમાં વહેંચી શકાય
કેટાબૉલિઝમ એટલે કે અપચય, તેમાં ભોજનનાં પોષક તત્ત્વો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફેટ વગેરેને ઊર્જામાં પરિવર્તિત કરવામાં આવે છે.
એનાબૉલિઝમ એટલે કે ઉપચય. આ પ્રક્રિયામાં ભોજનમાંથી મળેલી ઊર્જા શરીરમાં બનનારી નવી કોશિકાઓના નિર્માણ તેમ જ ક્ષતિગ્રસ્ત કોશિકાઓના મરમ્મતના કામમાં વપરાય છે.
જો મેટાબૉલિઝમ યોગ્ય રીતે કામ કરતું હોય તો વ્યક્તિ પોતાને ઊર્જાવાન તથા સક્રિયતા અનુભવે છે. શરીર ભોજનને તુરંત ઊર્જામાં બદલતું હોય છે, તેના કારણે શરીર પર ચરબી એકઠી નથી થતી અને મોટાપો નથી આવતો. એ જ રીતે જો મેટાબૉલિઝમ ધીમું હોય તો થાક લાગે છે અને સુસ્તી અનુભવાય છે. આગળ જતાં હાઇ બ્લડપ્રેશર, હૃદયરોગ અને મેદસ્વિતા જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે. ગેસ, ખોરાકના પાચનમાં સમસ્યા, અપચો વગેરે જેવી સમસ્યાઓ મેટાબૉલિઝમની દેન છે. જીવનશૈલી સાથે જોડાયેલાં ઘણાં કારણોને લીધે મેટાબૉલિઝમ સ્લો થવા લાગે છે.
મેટાબોલિક સિન્ડ્રોમનાં લક્ષણો
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 28/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 28/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?