વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN|Abhiyaan Magazine 14/12/2024
વિસરાઈ રહેલાં પાક અને વસાણાંનો કોઈ વિકલ્પ છે ખરો?
હેતલ ભટ્ટ
વામા-વિશ્વ આરોગ્ય

શિયાળામાં ચ્યવનપ્રાશ, અડદિયા પાક, મેથીપાક, ગુંદરપાક વગેરે પાક બનાવવાનું અને આરોગવાનું ચલણ છે. વર્ષ દરમિયાન ઊર્જાવંત રહેવા, શરીરની ચુસ્તીસ્ફૂર્તિ ટકાવી રાખવા તેમ જ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે શિયાળા દરમિયાન જુદી-જુદી વસ્તુઓના ઉપયોગથી તૈયાર થતા પાક ખાવા ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે. એક સમય હતો જ્યારે વડીલો ખાસ શિયાળામાં આ વસાણું તૈયાર કરતાં અને નિયમિત રીતે પોતાના પરિવારને આ વસાણું આરોગવાની ફરજ પાડતાં. નાનામોટા સહુએ આ વસાણું આરોગવું પડતું. શિયાળાનો નિત્યક્રમ બની રહેતો આ વસાણું ખાવું એ ‘ફરજ પાડતા' એવો શબ્દ એટલા માટે વાપરવો પડી રહ્યો છે કે નાનાં બાળકોને તો આ ગુણકારી ઔષધીય ગુણોથી સભર વસાણાંનું મહત્ત્વ ખ્યાલ ન હોય. સ્વાદમાં થોડા અરુચિકર હોય, તેથી બાળકોને ખાવા ન ગમે તે સ્વાભાવિક છે, છતાં પણ ઘરમાં રહેલા વડીલો બાળકોને આ વસાણાં ફરજિયાત ખવડાવતાં, કારણ કે તેઓ જાણતા કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ વસાણાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સમય વીત્યો તેમ વસાણાં અને પાક બનાવવાનું તેમ જ આરોગવાનું પ્રચલન ઘટી રહ્યું છે, એવું જોવા મળી રહ્યું છે. તેનાં ઘણાં કારણો છે. એક તો વસણાં બનાવવાની જે પરંપરાગત વિધિ છે તે વિસરાઈ ગઈ છે. હવે ઘરમાં લોકોને વસાણાં કે પાક બનાવવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય, વસ્તુઓનું માપ કેવી રીતે નક્કી કરવું, કઈ વસ્તુની કેવી તાસીર છે, તેનામાં કયા ગુણ રહેલા છે, તે આરોગવાથી શું ફાયદો થાય વગેરે વિશે લોકોને હવે ભાગ્યે જ માહિતી હોય છે. બીજું સૌથી મહત્ત્વનું કારણ છે કે હવે પરિવારોમાં વ્યસ્તતા વધારે જોવા મળે છે, તેથી સમયનો અભાવ સર્જાતો હોય છે. જો ઘરે વસાણાં કે પાક બનાવવાની ઇચ્છા હોય તો પણ તે બનાવવાનો સમય કાઢવો ક્યારેક મુશ્કેલ બની જતો હોય છે. બજારમાં ઘણાં વસાણાં અને પાક હવે તૈયાર મળે છે. ઘણા લોકો તે આરોગતા જ હોય છે, પરંતુ કેટલીકવાર તેમાં ભેળસેળની ફરિયાદ પણ થતી હોય છે. તેની ગુણવત્તા વિશે પણ લોકોને શંકા રહે છે, તેથી પણ તૈયાર વસાણાં કે પાક ખરીદીને આરોગવાનું લોકો પસંદ નથી કરતાં.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/12/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/12/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર

time-read
3 dak  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ABHIYAAN

પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ

time-read
1 min  |
Abhiyaan Magazine 14/12/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા

time-read
4 dak  |
Abhiyaan Magazine 14/12/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ખ્યાતિકાંડ પછી શું?

time-read
3 dak  |
Abhiyaan Magazine 14/12/2024