એ શાળામાં ભણતી ત્યારે એનાં પાઠ્યપુસ્તકો અને નોટબુકનાં પાને પાને અવનવી ચિત્રકારી દેખાય. એ પુસ્તક કે નોટ પર સ્ટુડન્ટનું નામ જોયા વગર પણ શિક્ષક તરત બોલી ઊઠતા કે આ પુસ્તક મિતલનું છે. બાલિકા મિતલને ભણવામાં ખાસ રસ નહીં. રસ માત્ર ચિત્રો દોરવામાં. દિવસઆખો ચિત્રો દોર્યા કરે.
હવે, જો બાળપણમાં મિતલ ચિત્રકળાને આ હદે ચાહતી હોય તો મોટી થતાં એ કળા એને વહાલથી વરે એમાં શું નવાઈ? આવું જ થયું સુરતની આ ચિત્રકાર સાથે કળાના માધ્યમથી આજે એણે સફળતાનાં શિખર સર કર્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એનાં ચિત્રોથી પ્રભાવિત છે. મળો, સુરતની ચિત્રકાર મિતલ સોજિત્રાને.
અમરેલી જિલ્લાના નાના લીલિયા ગામમાં મૂળિયાં ધરાવતી મિતલનો જન્મ સુરતમાં. પિતા જયસુખભાઈ ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા, જ્યારે માતા કૈલાસબહેન ગૃહિણી. મધ્યમવર્ગી પરિવાર. બાલ્યાવસ્થામાં મિતલ હાથમાં પેન-પેન્સિલ આવી જાય તો ભીંત, ચોપડાં અને અનેક ચીજવસ્તુ પર આકાર વિનાનાં કૂંડાળાં દોરવા માંડે. એ કૂંડાળાં જોઈને કોઈએ વિચાર્યું નહોતું કે એ ભવિષ્યમાં સારી ચિત્રકાર બનશે.
કૅન્વાસથી આગળ વિસ્તરી છે કળાઃ કોરોના મહામારી સામેની જનજાગૃતિ ઝુંબેશને વાચા આપવાની હોય કે સુરત-વડોદરાના રસ્તા અથવા તો બ્રિજને આ રીતે રંગથી નવી ઓળખ આપવાની હોય, મિતલ બધે પહોંચી વળે.
જો કે પપ્પાએ એની કળા પારખી લીધી.
બન્યું એવું કે મિતલ પાંચમા ધોરણમાં હતી ત્યારે ગુજરાત સમાચાર અખબારની બાળકો માટેની પૂર્તિ ઝગમગની રંગપુરવણી સ્પર્ધામાં એ ચિત્રોમાં રંગ પૂરીને અખબારને મોકલતી અને પછીના અંકમાં એનો પહેલો નંબર આવે એની રાહ જોતી, પણ એની આશા હંમેશાં નિરાશામાં જ ઠરતી. આમ છતાં એ હિંમત હારતી નહીં. એક વાર પ્રથમ તો નહીં, પણ ત્રીજો નંબર જરૂર આવ્યો. નંબર મહત્ત્વનો નથી, પણ પ્રતિ સપ્તાહ કસરત થતી એનાથી એની કળા વધુ નીખરી. દીકરીને ડ્રોઈંગમાં રસ છે એ જાણી જયસુખભાઈએ ડ્રોઈંગ ટીચરનું ટ્યુશન ચાલુ કરાવ્યું. બે-ત્રણ વર્ષ ભણતાં ભણતાં ડ્રોઈંગ ક્લાસ ચાલ્યા.
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.