પ્રભુ.. કાળિયા ઠાકરની મહેરબાની થઈ કે બિપરજાય નામની ભયંકર નામની ભયંક આફત માથે આવી પણ કોઈનો જીવ ના લીધો. હેમખેમ બધું પાર પડી ગયું. તોફાની પવન અને ભારે વરસાદથી તારાજી થઈ, પણ એને પહોંચી વળીશું. જાન બચી તો લાખો પાયે..
પોરબંદર નજીકના દરિયાકિનારે હર્ષદ ગામના ખેડૂત શામજીભાઈ પટેલ ભારે પવન વચ્ચે વાવાઝોડાની ઘાત વિશે કહી રહ્યા છે. એમના શબ્દોમાં સૌરાષ્ટ્ર-કચ્છના લોકોનાં માનસનું પ્રતિબિંબ પડે છે.
આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે અજંપો હતો. જેમ વાવાઝોડું નજીક આવતું હતું તેમ સાગરકાંઠે રહેતા લાખો લોકોના શ્વાસ ઊંચા ચડતા હતા, પરંતુ ૧૫ જૂનની સાંજે કચ્છના કિનારે ટકરાઈને વાવાઝોડું નબળું પડીને રાજસ્થાન તરફ ફંટાઈ જતાં તંત્રએ રાહતનો દમ લીધો. અલબત્ત, શક્તિશાળી વાવાઝોડાની ઘાત ટળી, પણ માલ-મિલકતને ભારે નુકસાન થયું.
લગભગ ૫૦૦ કિલોમીટરનો ઘેરાવો ધરાવતું આ ભયાનક વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે વિનાશ વેરશે એવી ભીતિ ઊભી થતાં કાંઠાળ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો અને બંદરો પર અતિ ભયજનક ૧૦ નંબરનાં સિગ્નલ ચડાવી દેવામાં આવ્યાં.
આ વાવાઝોડું અતિ વિનાશકારી હોવાની ગંભીર ચેતવણી હવામાન વિભાગે અગાઉથી જ આપી દેતાં સરકાર અને લોકો સતર્ક થઈ ગયાં. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છને રેડ એલર્ટ ડિસ્ટ્રિક્ટ જાહેર કરીને સરકારે સાવચેતીનાં પગલાં સમયસર લીધાં. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાંચ દિવસ પહેલાં જ જુદા જુદા મંત્રીઓને મોકલી આપ્યા હતા. અધિકારીઓની ટીમ-રેસ્ક્યુ ટીમ ખડે પગે હતી. આ વખતે પહેલી વાર મિડિયા અને લોકોએ એવું અનુભવ્યું કે મંત્રીઓ અને અધિકારીઓ માત્ર ફોટો સેશન માટે નહીં, પણ ખરેખર લોકોને આફતમાંથી ઉગારવા આવ્યા હોય એમ કામ કરતા હતા. કેન્દ્રીય મંત્રીઓ પણ સ્થળાંતર માટે રાજી ન હોય એવા પરિવારોને સમજાવવા ઝૂંપડાંઓમાં ફરી વળ્યા હતા.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.