પેટીએમ કરો... કે ન કરો?
Chitralekha Gujarati|February 19, 2024
‘પેટીએમ’ની બૅન્ક પર રિઝર્વ બૅન્કે લાદેલાં આકરાં નિયંત્રણ બાદ સ્થાપક ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ વિજય શેખર શર્મા આ કટોકટી નિવારવા અથાગ પ્રયાસ કરી રહ્યા છે. સવાલ એ છે એવું તે શું બન્યું કે એમની સામે આવાં કડક પગલાં લેવાં પડ્યાં? ગ્રાહકોને શું અને કેવીક અસર પડશે? અન્ય વિકલ્પ શું છે?
કેતન મિસ્ત્રી (મુંબઈ)
પેટીએમ કરો... કે ન કરો?

શાનદાર વેબ-સિરીઝ પંચાયત સીઝન ટુનો ખુમાર મનોરંજનપ્રેમીઓ પર એવો ચડેલો કે એના જાતજાતનાં મશ્કરા મીમ્સ બન્યાં, આજેય બની રહ્યા છે, જેમ કે દેખ રહા હૈ ના, બિનોદ... એ સંવાદ. આ જ સંવાદ વાપરીને કહેવું હોય તો કહી શકાય કે દેખ રહે હો ના, ભારત...રિઝર્વ બૅન્ક કિતની સિરિયસ છે.

સામાન્ય શિરસ્તો એવો છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)એ કોઈ વ્યક્તિ કે કંપની દ્વારા આચરાયેલાં આર્થિક કૌભાંડ સામે કડક પગલાં લેવાનાં હોય તો એ શુક્ર-શનિ દરમિયાન લે, જેથી શૅરબજારોને ઝટકો થોડો ધીરો લાગે, પણ ફિનટેક કંપની (ફાઈનાન્સિયલ ટેક્નોલૉજી ક્ષેત્રની કંપની)ના મહાનાયક સમા વિજય શેખર શર્માએ સ્થાપેલી પેટીએમ પેમેન્ટ્સ બૅના કિસ્સામાં આરબીઆઈએ આવી કોઈ પરવા કર્યા વિના ધોંસ જમાવી બુધવાર, ૩૧ જાન્યુઆરીએ. બીજા દિવસે, એક ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મળા સીતારમણ દેશ સામે બજેટ એટલે કે સરકારનો હિસાબકિતાબ રજૂ કરી રહ્યાં હતાં તે વખતે આરબીઆઈએ લીધેલાં પગલાંને કારણે પેટીએમના શૅર ભફાંગ... ભફાંગ કરતાં પટકાઈ રહ્યા હતા. આ લખાય છે ત્યારે (મંગળવાર, છ ફેબ્રુઆરીએ) શૅર ૪૫ ટકા જેટલા તૂટ્યા.

આશરે દસ હજાર કરોડ રૂપિયાના આસામી ગણાતા અને દિલ્હીના ગૉલ્ફ લિન્ક લ્યુટિયન્સ બંગલો ઝોનમાં આશરે એંસી કરોડ રૂપિયાનું નિવાસ ધરાવતા વિજય શેખર શર્મા કોણ છે ને એ શું કામ છાપે ચડ્યા છે?

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં વસતા શિક્ષકના પુત્ર છે વિજય શેખર શર્મા. સફળતાનું શિખર સર કરવાની જીદ હોય ને એ દિશામાં મક્કમ ઈરાદા સાથે આગળ વધો તો સક્સેસ મળે જ એનું જ્વલંત ઉદાહરણ છે ૪૫ વર્ષના વિજય શેખર. હિંદી મિડિયમમાં ભણેલા વિજય શેખરને ડગલે ને પગલે નબળી અંગ્રેજી નડતી, પણ એ ક્યારેય હિંમત હાર્યા નહીં. એમણે પ્રખ્યાત દિલ્હી ટેક્નોલૉજી યુનિવર્સિટીમાં ઍડ્મિશન મેળવ્યું. ભણતાં ભણતાં જ એમણે આપ્રેન્યૉર બનવાનાં સપનાં જોવા માંડેલાં. અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું હતું, પણ પૈસાની ખેંચના લીધે એ સપનું સપનું જ રહી ગયું. જો યુનિવર્સિટીમાં ભણતાં ભણતાં એમણે એકવેબસાઈટ બનાવેલી, જે કોઈ અમેરિકન કંપનીને ૧૦ લાખ ડૉલરમાં વેચી દીધેલી.

Bu hikaye Chitralekha Gujarati dergisinin February 19, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin February 19, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
Chitralekha Gujarati

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર

એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

time-read
5 dak  |
February 24, 2025
આ... અબ તો લૌટ ચલેં!
Chitralekha Gujarati

આ... અબ તો લૌટ ચલેં!

ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

time-read
5 dak  |
February 24, 2025
ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
Chitralekha Gujarati

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ

ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

time-read
3 dak  |
February 24, 2025
મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
Chitralekha Gujarati

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ

ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

time-read
5 dak  |
February 24, 2025
નો માર્કેટિંગ
Chitralekha Gujarati

નો માર્કેટિંગ

… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

time-read
5 dak  |
February 24, 2025
મજા હારમાં છે, ગજબ ગેમ છે...
Chitralekha Gujarati

મજા હારમાં છે, ગજબ ગેમ છે...

જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

time-read
2 dak  |
February 24, 2025
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

time-read
1 min  |
February 24, 2025
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 dak  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 dak  |
February 10, 2025