ક્યારેક એક સમસ્યાનો ઉકેલ લાવવામાં એને જ લગતા બીજાપ્રશ્ન કોરાણે મુકાઈ જાય છે. ૧૯૭૦ના દાયકા સુધી ભારતે દુનિયાના અનેક દેશ પાસે અનાજ માગવું પડતું હતું. એ ગાળામાં દેશની મોટા ભાગની પ્રજા અમેરિકા- તત્કાલીન સોવિયેત રશિયા પાસેથી દાનમાં મળેલું અનાજ ખાઈને ઊછરી હતી. કહે છે કે ડુક્કરોને કાપતાં પહેલાં હૃષ્ટપુષ્ટ બનાવવા ત્યાં જે મકાઈ કે ઘઉં આપવામાં આવતાં એ જ માલ ભારતને દાનમાં મળતો હતો.
ભલું થાજો કે દેશમાં હરિત ક્રાંતિને કારણે અનાજનું ઉત્પાદન વધ્યું, કેટલાક મોટા બંધ બંધાવાને કારણે નદીનાં પાણી નહેર વાટે ખેતરો સુધી પહોંચતાં થયાં અને ખેડૂતોને બિયારણ અને ખાતર મળતાં થયાં, એનો ફાયદો પણ ઉત્પાદકતા વધારવા પર દેખાયો. આજે ભારત ઘણી કૃષિપેદાશો દેશની જરૂરત કરતાં વધુ પકવે છે અને એની નિકાસ પણ કરે છે. હા, અમુક કઠોળ પડે છે. જો કે ભાગ્યે જ કોઈ દેશ માટે હજી આપણે આપાત પર નિર્ભર એવું પડે છે. તે બા ભાગ્યે જ કોઈ દેશ એની તમામ જરૂરત ઘરઆંગણે પકવી કે બનાવી શકતો હશે. બે ટંક અને ૩૬૫ દિવસ માટે ૧૪૦ કરોડ લોકોનાં પેટ ભરવા પૂરતું બધેબધું અનાજ ઊગવવું તો આમેય અશક્ય છે.
એ હિસાબે જોઈએ તો અનાજની અછત હવે આપણી સમસ્યા રહી નથી. સૂકો દુકાળ પડે કે અતિવૃષ્ટિ થાય, આપણે એ કુદરતી આફતનો સામનો પણ અગાઉ કરતાં વધુ સારી રીતે કરી શકીએ છીએ એટલે એ પણ હવે આપણી ચિંતાનો વિષય નથી. જે મામલે આપણે હવે મોળા ઊતરીએ છીએ એ છે અન્નસંગ્રહની પૂરતી સુવિધાનો અભાવ. આપણે અનાજનું ઉત્પાદન મબલક કહી શકાય એ પ્રમાણમાં વધાર્યું, પરંતુ થોડા મહિના માટે એ ભરી રાખવાબગડે નહીં એમ એનો સંગ્રહ કરવા ગોદામોનું માળખું ઊભું ન કર્યું. જે મોટાં મોટાં ગોદામ છે એ પણ વધારે શહેરી વિસ્તારમાં છે એટલે ગામડે પાકેલું અન્ન ત્યાં સુધી પહોંચાડવા વાહનોની સરખી વ્યવસ્થા કરવામાં પણ આપણે ઊણા ઊતર્યા.
Bu hikaye Chitralekha Gujarati dergisinin Chitralekha Gujarati - 11 March, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin Chitralekha Gujarati - 11 March, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.