સંગીત વિના માણસ જીવી તો શકે, પણ સંગીત સાથેનું જીવન મધુર બની જાય છે. આધુનિક જીવનશૈલી અને ટેક્નોલૉજીના વધતા પ્રભાવને કારણે સંગીતનાં કેટલાંક પ્રાચીન વાદ્ય લુપ્ત થવા તરફ છે. આ સ્થિતિ એક નાનકડા વિસ્તાર કે પ્રદેશ પૂરતી મર્યાદિત નથી. ખાસ કરીને આદિવાસી પ્રજા દ્વારા સદીઓથી જે નિર્મળ સંગીત વહેતું રહ્યું છે, એનાં કેટલાંક વાઘો નવી પેઢી જોઈ શકે એમ નથી. એમાં પણ કેટલાંક વાદ્યો એવાં છે, જે કોઈને બનાવતાં આવડતાં નથી તો કેટલાંક તો કોઈને વગાડતાં સુદ્ધાં આવડતાં નથી! આવાં આદિમ સંગીત વાદ્યોની અત્યારની સ્થિતિનો સૂર સાંભળવો જરૂરી છે.
શાસ્ત્રીય રાગ આધારિત ભારતીય સંગીત પરંપરામાં ચાર પ્રકારનાં વાદ્યો છે, જેમાં તંતુ (તાર), સુરિ (ફૂંક મારીને વગાડવામાં આવતાં હોય એ વાદ્ય), ચર્મ (ચામડાથી બનેલાં) અને ઘન (નક્કર)નો સમાવેશ થાય છે. જો કે આદિવાસી સંગીત વાદ્યો આ ચાર કૅટેગરીમાં નથી. આ વાઘો ચલિત છે એટલે કે એ ઘરઆંગણે, ખેતર, નદી, કોતર, મેળા, મેદાન, પહાડ કે વૃક્ષ પર ચડીને વગાડાતાં વાઘો છે.
આદિવાસી સંગીત વાદ્યો પર સંશોધન કરનારા બારડોલી કૉલેજના પ્રોફેસર ડૉ. વિક્રમ ચૌધરી ચિત્રલેખાને કહે છે: ‘આ વાદ્યો આદિવાસી જીવન પરંપરાનો ભાગ છે. કોઈ પ્રજાને ખરા અર્થમાં સમજવી હોય તો એનાં સંગીત વાદ્યો થકી એને ઓળખી શકાય છે. એમની જ્ઞાન પરંપરા, દર્શન અને સંસ્કૃતિને સમજવા સંગીત ઉપયોગી બને છે. સંગીત એ ધ્વનિ માત્ર નથી, સંગીતમાં જે-તે સમુદાય કે સંસ્કૃતિનું પ્રતિબિંબ દેખાય છે. આદિવાસીઓના જન્મ, મરણ, લગ્ન, દેવપૂજા, આનંદ-પ્રમોદ જેવા દરેક તહેવાર અને વહેવાર પ્રમાણે અલગ અલગ સંગીત વાદ્યો છે. પ્રેમીને સંદેશો પહોંચાડવા કે મધુર વાત કહેવા સુદ્ધાં એ પ્રજા પાસે જુદાં જુદાં વાઘ છે! પરંપરાથી નક્કી થયેલા દરેક પ્રસંગના વાદ્યનો ઉપયોગ જે-તે પ્રસંગ કે તહેવારમાં જ થાય છે.’
Bu hikaye Chitralekha Gujarati dergisinin April 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin April 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.