ડિયર નૅચર,
દસ-બાર હજાર ફૂટની ઊંચાઈ છે. દેશમાં બીજે ઉનાળો બેસવામાં છે અને અમુક ઠેકાણે તો તાપમાનનો પારો વગર ઉનાળે ૩૫-૩૬ ડિગ્રીએ પહોંચી ગયો છે, પણ આપણે અત્યારે જ્યાંની વાત કરીએ છીએ એ સ્થળે તો માઈનસ પાંચ-છ સેલ્સિયસ તાપમાન છે. ૨૦૦થી ૩૦૦ લોકો આવી કડકડતી ઠંડીમાં આંદોલન કરે છે. એક માણસ અનશન પર છે અને એના ટેકામાં અન્ય લોકો પણ વારાફરતી જોડાઈ રહ્યા છે. જ્યાં શ્વાસ લેવાની સમસ્યા હોય અને હાડ ગાળતી ઠંડી હોય એવા સંજોગોમાં શા માટે આંદોલન? કારણ એક જ છે, એ જ્યાં રહે છે એ પ્રદેશમાં કુદરતે એટલા બધી સુંદરતા વેરી છે, જેનું શબ્દોમાં બયાન થઈ શકતું નથી અને જેની સુંદરતા આંખોમાં ભરી શકાતી નથી એવા લાખેણા લડાખને બચાવવું છે. એને જેવું છે એવું જ રાખવું છે.
લડાખનો વિસ્તાર બહુ મોટો છે (આશરે ૫૯,૦૦૦ ચોરસ કિલોમીટર), પણ માનવવસતિ માત્ર પોણા ત્રણ લાખ છે. અહીં પશુ-પક્ષીઓની અદ્ભુત સૃષ્ટિ છે, ઉત્તુંગ પહાડો છે, એની વચ્ચેથી વહેતી નદીઓ અને હિમનદીઓ છે. એ પહાડોની ઓથે વસે છે બહુ ભોળા લોકો. એમની સંસ્કૃતિ પણ નોખી છે. એ આપણને એમ થાય કે અહીં રહેતા લોકોને શી ખોટ હોય? ધરતી પરના એક પ્રકારે સ્વર્ગ કહી શકાય એવા પ્રદેશમાં રહેતા લોકો આંદોલન પર કેમ ઊતરી આવ્યા છે? અને એમના આંદોલનના પડઘા દેશભરમાં કેમ પડતા નથી? શું આ પ્રદેશને આપણે જોશીમઠમાં જે બન્યું અને કેદારનાથ સુધી જે બની રહ્યું છે એવું બનવા દેવું છે? આપણે કુદરતની અનુપમ સુંદરતાને કદરૂપી કરવા કેમ હરદમ તત્પર રહીએ છીએ?
કેટલા બધા પ્રશ્નો અને એય એક પ્રદેશ માટે? અહીંના પર્યાવરણવાદી અને જગવિખ્યાત ઈનોવેટર સોનમ વાંગચૂક (જેમના પરથી થ્રી ઈડિયટ્સ ફિલ્મમાં આમીર ખાનનું પાત્ર રેન્ચો તૈયાર થયું હતું એ) અનશન પર ઊતરે અને એની સાથે આ પ્રદેશના લોકો પણ જોડાય અને છતાં જ્યાં અવાજ સંભળાવો જોઈએ એ ન સંભળાય તો શું થશે એની ચિંતા જરૂર થાય.
Bu hikaye Chitralekha Gujarati dergisinin April 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin April 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.