નવી લોકસભા માટેના મતદાનના એક પછી એક તબક્કા પૂરા થઈ રહ્યા છે એમ ચૂંટણીપ્રચાર વધુ ને વધુ ઝેરીલો બની રહ્યો છે. આપણા રાજકારણીઓ પાસેથી હવે આમ પણ વિવેકની અપેક્ષા રાખવી ભૂલભરેલી છે અને એમાં પણ ચૂંટણીના દિવસોમાં તો રાજકીય આગેવાનો ભાન ભૂલીને બફાટ કરવા માટે પંકાઈ ગયા છે. થાય છે એવું કે એમાં પછી મર્યાદાનો સાવ જ લોપ થઈ જાય છે.
ભાજપ અને કોંગ્રેસ: શબ્દોનાં બાણ ક્યારે અટકશે?
૨૦૧૯ની લોકસભા ચૂંટણીના થોડા મહિના અગાઉ જમ્મુ-કશ્મીરના પુલવામા શહેર નજીક અર્ધલશ્કરી દળોના કાફલા પર આતંકી હુમલો થયો અને એમાં ૪૦ જવાન શહીદીને વર્યા ત્યારે વિપક્ષોએ મોદી સરકારે જ મતદારોની સહાનુભૂતિ મેળવવા આ હુમલો કરાવ્યો હોવાનું આળ મૂક્યું હતું. એના પ્રતિસાદ રૂપે ભારતીય વાયુસેનાએ સીમા પાર કરી એનાં વિમાન મોકલી પાકિસ્તાનમાં કેટલીક આતંકી છાવણી ધ્વસ્ત કરી એને પણ કેટલાક વિપક્ષી નેતાઓએ ઈલેક્શન સ્ટન્ટ ગણાવ્યું હતું.
ફરી ચૂંટણી આવી અને જાણે ઈતિહાસનું પુનરાવર્તન થતું હોય એમ હમણાં ફરી કશ્મીરમાં સુરક્ષાદળના કાફલા પર હુમલો થયો. આ વખતે જાનહાનિ ઓછી થઈ, પણ વિપક્ષોને ફરી એક વાર મોદી સરકાર પર ચૂંટણી વખતનું નાટકનો આક્ષેપ કરવાનો મોકો મળી ગયો. પહેલાં પંજાબના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચરણજિત સિંહ ચન્નીએ આ મુદ્દો ઉખેળ્યો અને એ પછી ફારુક અબદુલ્લાથી માંડી બિહારના તેજપ્રતાપ યાદવ સુધીના આગેવાનોએ એનો એ જ મુદ્દો રગદોળ્યા કર્યો. ચૂંટણીપ્રચારને કોઈ બહુ ગંભીરતાથી લેતું નથી એટલે રાજકારણીઓ પણ ઔચિત્ય ચૂકી જવાની દરકાર રાખતા નથી.
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 20, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 20, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.