ગોપીઓનો પ્રિય રંગ કેસરી છે. આ કેસરી રંગનાં વસ્ત્રને ધારણ કરતાં કૃષ્ણનું એક ઉપનામ કેસરિયા બાલમા પણ છે. આ કેસરિયા બાલમે જે ધરતી પર લૌકિક દષ્ટિએ દેહ ત્યાગ્યો એ ધરતી પણ જાણે કે કૃષ્ણના વિરહમાં કેસરી થઈ ગઈ હોવાની એક લોકવાયકા આજે પણ ગીરમાં પ્રચલિત છે. આવા આ રળિયામણા પંથકની ધરતી હકીકતમાં કેસર કેરીની, કેસરી સિંહની અને મીઠા મધ જેવા કેસરી ગોળની ધરતી છે.
કેસર કેરી અને કેસરી ગોળના સ્વાદનું કારણ અહીં ભૂગર્ભમાં ધરબાયેલા ચૂનાના પથ્થરોને માનવામાં આવે છે. ભૂતળમાં પથ્થરોની તિરાડોમાં સચવાયેલું પાણી જ કેરીને કેસરી સ્વાદ આપતું હશે અને શેરડીમાં કેસરી ગોળનો સ્વાદ પણ પૂરતું હશે. હમણાં કેસર કેરીની મોસમ શરૂ થઈ છે. ગીરમાં ઠેર ઠેર જોવા મળતી આંબાવાડીમાં વૃક્ષ પર ઝૂલતાં લીલાં ફળ (કાચી કેરી) હવે કેસરી રંગ ધારણ કરવા લાગ્યાં છે. ગીરની શેરડીના મધુર રસમાંથી બનેલો કેસરી ગોળ પણ બજારમાં આવી ગયો છે અને કેસરી સિંહોને જોવા માનવમહેરામણ પણ ગીરમાં ઊમટી રહ્યું છે.
કહે છે કે આફ્રિકા ખંડમાંથી મહાકાય ભૂખંડ જુદો પડી કાળક્રમે ઉત્તર તરફ છે સરકતો રહ્યો અને પૃથ્વીની ઉત્તરીય ટેક્ટોનિક પ્લેટ સાથે અથડાયો-જોડાયો
એમાં હિમાલયની નૂતન પર્વતમાળા સર્જાઈ. સાથે સાથે આફ્રિકન વન્યસંપદા અને વન્યજીવો પણ સ્થળાંતરિત થયાં, જેમાં સૌરાષ્ટ્રની દક્ષિણે ગીર જંગલ સાથે સિંહ પણ મળ્યો, જે આજે હજારો વર્ષ પછી પણ અસ્તિત્વ ટકાવી ગીર જંગલમાં વિહરતો જોવા મળે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 27, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.