રાજકોટવાસી પ્રદીપસિંહ ચૌહાણની આંખોમાંથી જાણે અગનજ્વાળા વરસી રહી છે. એ કહે છેઃ ‘મારા પરિવારના આઠ સભ્યો ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. આગની ઘટના બાદ ત્રણની ભાળ મળી, પણ મારા દીકરા સહિત હજી પાંચ લાપતા છે. હવે હું એકલો જ રહ્યો છું. જો આ અગ્નિકાંડ માટેના જવાબદારોને આકરી સજા પહેલાં જામીન મળશે તો હું એમને છોડીશ નહીં. આને ધમકી સમજો કે પછી એક બાપની વેદના... મારે સરકારની કોઈ સહાય જોઈતી નથી.’
તો શહેરની એક ખાનગી હૉસ્પિટલના દરવાજે સ્વજનોની કોઈ ભાળ મળે એની રાહ જોઈ રહેલા ચંદ્રસિંહ જાડેજા ચિત્રલેખાને કહે છે: ‘કસૂરવારો સામે કોઈ આકરાં પગલાં લેવાશે એવી આશા તો નથી.’
આવી વેદના એકલ-દોકલની નથી, રાજકોટમાં અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના બાદ આવો આક્રોશ ઠેર ઠેર સાંભળવા મળી રહ્યો છે. ૨૮ મે, મંગળવારની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ડીએનએ ટેસ્ટના આધારે ફક્ત ૧૬ મૃતકોની ઓળખ થઈ શકી છે. સત્તાવાર મરણાંક ૨૮ ગણીએ તો પણ હજી વણઓળખાયેલા મૃતદેહો પડ્યા છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ત્રીસેક જણ તો હજી લાપતા હોવાનું બોલાઈ રહ્યું છે.
ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યારે હૈયાં હચમચાવી દેતી ઘટનાને અઠવાડિયું વીતવામાં હશે. શું બન્યું હતું એ દિવસે?
પચ્ચીસ મેનો એ ગોઝારો દિવસ...
ગયા વીકએન્ડમાં એટલે કે ૨૫ મે, શનિવારે રાજકોટવાસીઓ ફરવા નીકળ્યા હતા. રાજકોટમાં મોટા ભાગે લોકો બપોર બાદ ફરવા નીકળે. સમર વેકેશનમાં બાળકો સાથે કેટલાક રાજકોટવાસીઓ શહેરના કાલાવડ રોડ, નાના મવા નજીક એક મોટી હોટેલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગયા. ૭૦-૮૦ જેટલાં કિશોર-કિશોરી-બાળકો વિવિધ ગેમ્સનો આનંદ માણી રહ્યાં હતાં. રાજકોટ ઉપરાંત ગોંડલ, ધ્રોલ અને આસપાસનાં ગામોમાંથી પણ ટીનએજર્સ આવ્યા હતા.
સાંજે પાંચેક વાગ્યે આકરા ઉનાળાની ગરમીને કારણે ગેમ ઝોનના પતરાનો શેડ તપતો હતો ત્યાં અચાનક ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી. ગણતરીની સેકન્ડોમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનો આખો ગેમ ઝોન ભીષણ આગમાં લપેટાઈ ગયો અને ૨૮થી વધુ આગમાં ભડથું થઈ ગયા. ગેમ ઝોન જાણે લાક્ષાગૃહમાં ફેરવાઈ ગયો.
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 10, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 10, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.