પ્રશ્ન: મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારાં લગ્નને બે વર્ષ થયાં છે. મને આમ તો માસિક રેગ્યુલર આવે છે, પણ એ દિવસોમાં પેટમાં બહુ દુખાવો થાય છે. છેલ્લા છ મહિનાથી પ્રયત્ન કરવા છતાં અમને બાળક રહેતું નથી એટલે ડૉક્ટરને બતાવવા ગયાં અને સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફીના રિપોર્ટ પરથી ફલિત થાય છે કે ગર્ભાશય મોટું છે અને ગર્ભાશયની પાછળની દીવાલમાં ચાર સેન્ટિમીટર જેટલી ગાંઠ છે, જે કદાચ Fibroid હોય અથવા Adenomyoma પ્રકારની ગાંઠ હોઈ શકે એટલે ડૉક્ટરે મને ઑપરેશન કરાવવાનું કહ્યું છે. આ શાની ગાંઠ હોઈ શકે અને એનો ઈલાજ શું હોઈ શકે?
ગાયનેક ફ્રેન્ડઃ ગર્ભાશયની દીવાલમાં જે ગાંઠ દેખાય છે એ Fibroid અથવા Adenomyoma હોઈ શકે છે, આ બન્ને એકદમ જુદાં હોય છે અને સરખી રીતે સોનોગ્રાફી કરવામાં આવે તો આપણને ખબર પડી શકે છે કે શું છે. ઘણા કેસમાં બન્નેમાં તફાવત કળવો મુશ્કેલ હોય અને કદાચ MRIની પણ જરૂર પડી શકે છે. ફાઈબ્રોઈડ હોય તો લેપ્રોસ્કોપ (દૂરબીન)થી ઑપરેશન કરી ગાંઠ કાઢી લેવાથી તમને રાહત થઈ શકે છે. આ રીતે ગાંઠના ઑપરેશનમાં મોટા ભાગના પેશન્ટને કોઈ તકલીફ પડતી નથી. Adenomyoma હોય તો એની સારવ ની સવાર ઘણા અલા પર મૂકી, મિન પહેલાં અમુક ઈન્જેક્શન અને દવાથી એ ગાંઠની સાઈઝ ઓછી થઈ શકે છે. પછી જરૂર પડે તો જ ઑપરેશન કરવું પડે. Adenomyoma હોય તો ઑપરેશનથી આખી ગાંઠ કાઢવી મુશ્કેલ હોય છે. એ ઉપરાંત, આ ગાંઠ ફરી થવાની શક્યતા હોય છે એટલે આવા કેસમાં બે-ત્રણ ડૉક્ટરોનો અભિપ્રાય લીધા પછી જ ઑપરેશન નક્કી કરવું.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.
રાઈનો પહાડ ના કરવો...
મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.
જસ્ટ, એક મિનિટ.
પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.
પ્રશંસા અને ટીકાની વચ્ચે
જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...