ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી (GIFT City)માં હમણાં બે મહત્ત્વની ઘટના આકાર પામી છે. એક, ઝડપથી વિકસી રહેલી ગિફ્ટ સિટીમાં એક ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટી કાર્યરત થઈ છે અને બીજી ઘટના છે, હવે ભારતીયો લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS-એલઆરએસ) હેઠળ ગિફ્ટ સિટીમાં ફોરેન કરન્સીમાં એકાઉન્ટ ખોલાવી શકે છે અને એ મારફત વિદેશોમાં વિવિધ સાધનો-એસેટ્સમાં રોકાણ કરી શકે છે. આ સાથે ગિફ્ટ સિટી અન્ય ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર સમકક્ષ બનવા તરફ આગળ વધી રહી છે. આ બન્ને ઘટનાને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ...
ગિફ્ટ સિટીમાં ફોરેન કરન્સી એકાઉન્ટ
સૌપ્રથમ આપણે ભારતીય નિવાસી વ્યક્તિ કઈ રીતે ગિફ્ટ સિટીમાં પોતાનું એકાઉન્ટ ખોલી શકે એ વિશે વાત કરીએ. રિઝર્વ બૅન્કે બહાર પાડેલા નવા સર્ક્યુલર અનુસાર, હવે ભારતીય નાગરિક ઈન્ટરનૅશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી), ગિફ્ટ સિટી ખાતેની બૅન્કમાં પોતાનું ફોરેન કરન્સી એકાઉન્ટ ખોલાવ્યા બાદ એ રકમમાંથી વિદેશોમાં ઈન્સ્યોરન્સ ખરીદી શકે છે, શિક્ષણ માટેની લોનનું રિપેમેન્ટ કરી શકે છે, ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાં મૂકી શકે, વિદેશોમાં પ્રવાસ માટે નાણાં ફાળવી શકે અને વિદેશ રહેતા મિત્રને ગિફ્ટ પણ આપી શકે છે. આમ રિઝર્વ બૅન્કે ખરા અર્થમાં રેમિટન્સ સ્કીમને વધુ ઉદાર બનાવી છે. આગામી સમયમાં આ યોજનાનો વ્યાપ હજી વધારવામાં આવશે એવી આશા રાખી શકાય.
'ગિફ્ટ' સિટીમાં 'ડિકેન’નું કૅમ્પસ.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.