ડિયર નૅચર,
કુદરતે આ દુનિયાની માલીપા કેટકેટલું સૌંદર્ય વેર્યું છે, પણ ખબર નહીં, આ સૌંદર્યનો અનુભવ અને અનુભૂતિ કરવાને બદલે કુદરત સાથે ખેલા કરવાનું આપણને કેમ ગમે છે. કુદરત સાથે છેડછાડ કરવાનું ભારે પડે છે એ હમણાં આપણે વાયનાડ અને ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં ભેખડ ધસવાના બનાવોમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા એ જોયું છે અને છતાં આપણી કુંભકર્ણી ઊંઘ ઊડતી નથી. પર્વતો અને વૃક્ષો કપાય અને રસ્તા પહોળા થાય એને આપણે વિકાસ કહીએ છીએ, પરંતુ એ વિકાસ ઘણી વાર વિનાશ તરફ જતો રસ્તો બની જાય છે.
પ્રકૃતિ સાથે આવું આપણે વારંવાર કરી રહ્યા છીએ અને હવે ખેતીનો વારો પાડ્યો છે. એનું એક ઉદાહરણ છે જીએમ પાક એટલે કે જિનેટિકલી મોડિફાઈડ પાક. ગુજરાતીમાં કહીએ તો જનીન રૂપાંતરિત પાક એટલે કે એક છોડના કે એક પ્રાણીના જનીન બીજા છોડમાં રોપવા. આ રીતે પાકની ઉત્પાદકતા વધારી શકાય છે અને એના ગુણધર્મો બદલી શકાય છે. એટલું જ નહીં, દાવા તો એવા થઈ રહ્યા છે કે આ પાકથી જંતુનાશક દવાઓનો વપરાશ પણ ઘટે છે. જો કે આ દાવા કેટલા સાચા છે અને કેટલા ખોટા એ વિશે આખી દુનિયામાં ચર્ચા ચાલે છે. ભારતમાં કાનૂની જંગ પણ ચાલે છે.
હમણાં જ સુપ્રીમ કોર્ટે આવા જ એક વર્ષો જૂના કેસમાં શું કહ્યું એ જાણી લોઃ આ જીએમ પાકની જટિલતા એટલી છે કે કોર્ટને સમજમાં આવતી નથી. સરકાર આ મુદ્દે એક સ્પષ્ટ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે નીતિ બનાવે એ જરૂરી છે... કોર્ટે તો એક સમિતિ પણ રચી હતી, પણ એના અહેવાલ પછીય કોર્ટને સમજ પડી નથી. હવે ચાર મહિનામાં સરકારને નીતિ બનાવવાનું કહેવામાં આવ્યું છે, પણ ચાર માસમાં સરકારી નીતિ બને એવો આજ સુધી કોઈ રેકૉર્ડ છે નહીં!
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 26, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 26, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જલસાઘર
...તો આર.કે. સ્ટુડિયો ક્યારે બન્યો હોત? કેવીક ઉજવણી થતી આર.કે.માં બર્થડેની?
સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?
શૅરબજારમાં રિટેલ પાવરનું જોર વધી રહ્યું હોવાનાં કારણો જાણવાં-સમજવાં મહત્ત્વનાં છે. કેમ રિટેલ ઈન્વેસ્ટર્સ વર્ગ વધુ સક્રિય થયો છે? ફોરેન ઈન્વેસ્ટર્સની સામે આપણા ભારતીય રોકાણકારોની શક્તિ વધે એમાં કોનું હિત છે? આમાં સમજવા અને ભળવા જેવું ખરું...
રોક્યા એ રોયા...
‘લાલચ બહોત બૂરી બલા હૈ...’ એ વાત આપણે બધા જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. તેમ છતાં ‘એકના બે’ કે ‘એકના ચાર’ કરી આપવાની ઑફર કાને પડતાં જ આપણે એ માટે લલચાઈએ તો છીએ જ. હમણાં ગુજરાતમાં બહુ ગાજતું ‘બીઝેડ’નું છેતરપિંડી પ્રકરણ આપણી આવી વૃત્તિનું પરિણામ છે. આવું અગાઉ પણ થયું છે અને હજીય અટકવાનું તો નથી જ.
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.