સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ભૂખ્યાડેરા ગામના ખેડૂતપુત્ર ભુપેન્દ્ર ઝાલા સાયન્સ ગ્રેજ્યુએટ અને પછી એમ.એડ. થયો. ખેતી અને પછી ઈલેક્ટ્રોનિક આઈટેમ્સનો વેપાર કર્યો. સાથે ટ્રસ્ટ સ્થાપીને સેવા કરી અને અમુકને મૂડીરોકાણનું માર્ગદર્શન આપ્યું. એ કામ રોકાણકારો અને એથીય અધિક ભૂપેન્દ્રને ફળ્યું.
એણે સાબરકાંઠાના રણાસણમાં વર્ષ ૨૦૧૬માં પોતાનાં નામ અને અટકના અંગ્રેજી પ્રથમ અક્ષર પરથી બીઝેડ ફાઈનાન્સિયલ સર્વિસ શરૂ કરી. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાજનેતાને બોલાવીને ખ્યાતિ મેળવી. એ થકી ઉદ્દેશ પાર પાડ્યો-મળતિયા થકી તથા અમુક શિક્ષકોને એજન્ટ બનાવીને રોકાણ મેળવવાનો. એમાં અમુક ક્રિકેટર અને સેલિબ્રિટીએ રોકાણ પણ કર્યું હતું.
એણે મધ્ય ગુજરાત અને થોડા મહિના પહેલાં રાજસ્થાનના ડુંગરપુરમાં ઑફિસ ખોલી. ચાલાકી ગણો કે કાયદાની છટકબારી, રોકાણકાર સાથે સ્ટેમ્પ પેપર પર લેખિત કરાર કર્યા. એમાં જો કે રોકાણ માટે પૈસા લીધા હોવાને બદલે વ્યાજે ધિરાણ લીધાનું લખ્યું! એ રીતે રાતોરાત ધનિક બનેલા અને ભારે મહત્ત્વાકાંક્ષી ભૂપેન્દ્ર ઝાલા બાપુ વૈભવી જીવન જીવતા તથા સમાજપ્રેમી અને દાનવીરની ઓળખનો લાભ ખાટવા ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી. અલબત્ત, પછી પાછી ખેંચી લીધી.
ઘણા ભોળા અને લાલચુ લોકો બૅન્કથી વધુ વ્યાજ મેળવવા ભૂપેન્દ્ર ઝાલાની બીઝેડ કંપનીમાં પૈસા રોકતા રહ્યા, પરંતુ થોડા દિવસ પહેલાં અચાનક બ્રેક વાગી. એમાં અમુકને વ્યાજ કે મૂડી સમયસર પરત ન મળ્યાં એટલે લોકોને શંકા જાગી. એમાંથી ખૂલ્યું મોટું કૌભાંડ. લોકચર્ચા મુજબ, અંદાજે છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ... ગુજરાતમાં ફાઈનાન્સ કંપની દ્વારા રોકાણકારો સાથે કથિત છેતરપિંડીનું આ દાયકાનું સૌથી મોટું કૌભાંડ!
હાલ બીઝેડના ૩૦ વર્ષી સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. એને રોકાણકારો ઉપરાંત જિલ્લા અને ગુજરાતની સીઆઈડી ક્રાઈમ પોલીસ શોધે છે.
એકની ટોપી બીજાને અને બીજાની ત્રીજાને... લોકોની બચતની રકમ આવતી એમાં આ ચક્ર ચાલે, પણ પછી સ્કીમ ચલાવનારા માણસની દાનત બાડે એટલે એ બધા પૈસા ઉસેડીને ભાગી જાય.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 23, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 23, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જલસાઘર
...તો આર.કે. સ્ટુડિયો ક્યારે બન્યો હોત? કેવીક ઉજવણી થતી આર.કે.માં બર્થડેની?
સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?
શૅરબજારમાં રિટેલ પાવરનું જોર વધી રહ્યું હોવાનાં કારણો જાણવાં-સમજવાં મહત્ત્વનાં છે. કેમ રિટેલ ઈન્વેસ્ટર્સ વર્ગ વધુ સક્રિય થયો છે? ફોરેન ઈન્વેસ્ટર્સની સામે આપણા ભારતીય રોકાણકારોની શક્તિ વધે એમાં કોનું હિત છે? આમાં સમજવા અને ભળવા જેવું ખરું...
રોક્યા એ રોયા...
‘લાલચ બહોત બૂરી બલા હૈ...’ એ વાત આપણે બધા જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. તેમ છતાં ‘એકના બે’ કે ‘એકના ચાર’ કરી આપવાની ઑફર કાને પડતાં જ આપણે એ માટે લલચાઈએ તો છીએ જ. હમણાં ગુજરાતમાં બહુ ગાજતું ‘બીઝેડ’નું છેતરપિંડી પ્રકરણ આપણી આવી વૃત્તિનું પરિણામ છે. આવું અગાઉ પણ થયું છે અને હજીય અટકવાનું તો નથી જ.
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.