અંતરનો અવાજ...
એક આશ્રમમાં અનુયાયીઓ વચ્ચે ઘાંટાઘાંટ થતી હતી. એક અનુયાયીને વિક્ષેપ પડ્યો એટલે એણે ગુરુને ફરિયાદ કરી. ગુરુએ બધા અનુયાયીઓને બોલાવ્યા અને પૂછ્યું: ‘તમે લોકો ગુસ્સામાં હો, ત્યારે ઘાંટા પાડીને કેમ બોલો છો?'
એક અનુયાયીએ થોડી વાર વિચાર કરીને કહ્યુંઃ ‘કારણ કે અમે અમારી શાંતિ ગુમાવી દઈએ એટલે ઘાંટો પાડીએ.'
સાધુએ કહ્યું: ‘પણ બીજો માણસ નજીકમાં જ છે, છતાં જોરથી કેમ બોલવું પડે?’
અનુયાયીઓએ તર્ક લડાવ્યા, પણ કોઈને ગળે ના ઊતર્યા. છેવટે સાધુએ સમજાવ્યું: ‘જ્યારે બે લોકો એકબીજા પ્રત્યે ગુસ્સે હોય ત્યારે એમનું મન એકબીજાથી અંતર કેળવી લે. એ અંતરને ઓળંગવા માટે ઘાંટો પાડીને સંભળાવવું પડે. જેટલો ગુસ્સો વધુ એટલું અંતર વધુ અને એટલો અવાજ પણ ઊંચો.’
જ્યારે બે લોકો એકબીજાને પ્રેમ કરતા હોય ત્યારે શું થાય છે?’ ગુરુએ આગળ ચલાવ્યું: ‘એ લોકો બોલતા નથી, ગુસપુસ કરે છે, કારણ કે પ્રેમમાં બન્ને એકદમ નજીક હોય છે. ગુસ્સામાં અવાજ મોટો થાય છે, પ્રેમમાં અવાજ નાનો થાય છે.’
***
તમે જો પેરન્ટ્સ હો અને તમારાં બાળકો તમને પરેશાન કરી મૂકે તો તમે એની સામે ઘાંટા પાડ્યા હશે. તમે જો ઑફિસમાં ટીમ લીડર હો અને ટીમનો કોઈ માણસ ભાંગરો વાટે તો તમે એના પર ઊંચા અવાજે બોલ્યા હશો. તમારા પતિ કે પત્ની સાથે જો માથાકૂટ થઈ હોય તો તમે જોરજોરથી બોલ્યા હશો અને ટ્રાફિકમાં તમારા વાહનને કોઈકનું વાહન ઘસાયું હોય તો તમે એના પર પણ ચિલ્લાયા હશો. તમને ગુસ્સો આવ્યો હોય, અકળામણ થઈ હોય, ચીડ ચડી હોય, તમારું અપમાન થયું હોય તો તમે ઊંચા અવાજે બોલ્યા હોવાના આવા અનેક કિસ્સા બન્યા હશે. ઊંચા અવાજે બોલીને આપણે આપણી હતાશાને વ્યક્ત કરીએ છીએ, પણ ઘણી વખત એ આપણા સંબંધોને નુકસાન પણ પહોંચાડે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.