બોલો, જીવનમાં ગમે ત્યારે ગમે તેની સાથે તમે પંજો લડાવ્યો જ હશે. ક્યારેક મસ્તી-મજાકમાં કે ક્યારેક રોફ જમાવવા...
હકીકતમાં પંજો લડાવવો અથવા અંગ્રેજીમાં જેને આર્મ-રેસ્ટિંગ અથવા રિસ્ટ-રેસ્ટિંગ કહે છે એ કાંઈ રમતવાત નથી. આ એક ઈન્ટરનૅશનલ સ્પોર્ટ છે. ભારતની વાત કરીએ તો, રાજા-રજવાડાંના વખતમાં મહારાજા પોતાના અંગત ચોકિયાતની પસંદગી કરવા પંજા-કુસ્તીનું આયોજન કરતા. એમાં વિજેતા નીવડનારને ગાર્ડની નોકરી મળતી. કમનસીબે ક્રિકેટ તથા અમુક સ્પોર્ટ્સને માનસમ્માન મળે છે, એના વિશે લખાય છે, છપાય છે, ટેલિવિઝનમાં જીવંત પ્રસારણ બતાવવામાં આવે છે એવાં આદર-સમ્માન પંજા-કુસ્તીને મળતાં નથી.
જો કે છેલ્લા થોડા સમયથી જેમ રસાકસીથી ભરેલી રમત કબડ્ડીને મહત્ત્વ મળી રહ્યું છે એમ પંજા-કુસ્તીની પણ લોકપ્રિયતા વધી રહી છે. છેલ્લાં એકાદ-બે વર્ષથી આ માટે કબડ્ડીની જેમ રીતસરની સ્પર્ધા યોજાઈ રહી છે. ગયા વર્ષે તેમ જ આ વર્ષે કાંડાં અને બાવડાંની મજબૂતીવાળી આ રમતની પ્રો પંજા લીગનું આયોજન દિલ્હીમાં ફિલ્મકલાકાર પરવીન ડબાસે પત્ની પ્રીતિ ઝંગિયાની સાથે મળીને કર્યું.
૪૯ વર્ષી પરવીનને સિનેમાપ્રેમીઓ મીરાં નાયરની મોનસૂન વેડિંગથી લઈને હીરોઃ સ્ટોરી ઑફ અ સ્પાય, ખોસલા કા ઘોસલા, મૈને ગાંધી કો નહી મારા જેવી ફિલ્મના અભિનેતા તરીકે તથા સહી બંદે ગલત બંદેના ડિરેક્ટર તરીકે ઓળખે છે, જ્યારે પ્રીતિ ઝંગિયાનીને મોહબ્બતેં, આવારા પાગલ દીવાના તથા આનઃ મેન ઍટ વર્ક માટે.
ગયા મહિને પરવીનનો મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં ગંભીર કારઅકસ્માત થયો એ પછી એ ઘરે આરામ ફરમાવી રહ્યા છે. ચિત્રલેખા સાથે એમની ટેલિફોનિક વાતચીત થઈ એનો સાર આવો છેઃ ૨૦૦૮માં લગ્ન બાદ ધણી-ધણિયાણીએ સ્વેન એન્ટરટેઈન્મેન્ટ નામની કંપની શરૂ કરી, જેના નેજા હેઠળ ફિટનેસ ઈન્ડિયા શો, મોનસૂન વેડિંગ શો, એમએમએ ઈન્ડિયા શો જેવી વેબસાઈટ તથા ડિજિટલ પ્લૅટફૉર્મ શરૂ કર્યાં. કોરોના ભારતમાં ત્રાટક્યો એના એકાદ મહિના પહેલાં એમણે દિલ્હીમાં પ્રો પંજા લીગનો શુભારંભ કર્યો હતો.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...
આવજો, ભોલાભાઈ ગોલીબાર...
ભોલાભાઈ ગોલીબારઃ સામયિકમાં જાહેરાત સમૂળગી બંધ કરવાનું જોખમ લીધું.
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.