મુગલ સામ્રાજ્યની ચડતી અને પડતી પર આધારિત ધ એમ્પાયર અને ડૉ. જહાંગીર ભાભા તથા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ જેવી વિચક્ષણ પ્રતિભાનાં જીવનકવન પર આધારિત રોકેટ બૉય્સ જેવા વેબ-શો તેમ જ કલ હો ના હોથી બાટલા હાઉસ જેવી ફિલ્મોના સર્જક નિખિલ અડવાની હવે એક ઐતિહાસિક વેબ-શો લઈને આવ્યા છેઃ ફ્રીડમ ઍટ મિડનાઈટ.
અંગ્રેજ ઈતિહાસકાર ડોમિનિક લેપિયેર-લેરી કોલિન્સ લિખિત, પારિતોષિક વિજેતા પુસ્તક ફ્રીડમ ઍટ મિડનાઈટ પરથી સર્જાયેલી માતબર નિર્માણવાળી સિરીઝનો સમયકાળ ૧૯૪૬થી ૧૯૪૮નો છે. દેશને સ્વાતંત્ર્ય મળ્યું એની પહેલાં અથવા અંગ્રેજોના ભારતમાં દિવસો ગણાઈ રહ્યા હતા એ સમય. આ દરમિયાન ખેલાયેલું રાજકારણ, આઝાદી, હિંદુ-મુસ્લિમ હુલ્લડ, ભાગલાની ભૂતાવળ, પાકિસ્તાનનું સર્જન, વગેરે.
સિરીઝનું એક દશ્ય રઘુને વિચારમાં પાડી દે છેઃ સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ નિયુક્ત થાય છે, જવાહરલાલ નેહરુ એમને અભિનંદન આપે છે. એટલામાં બાપુ રૂમમાં પ્રવેશે છે. અભિનંદન આપી એ સરદારના હાથમાં રેઝિગ્નેશન લેટર પકડાવે છેઃ સરદાર પટેલે રાજીનામું આપીને જવાહરલાલ નેહરુના પ્રમુખ બનવાનો માર્ગ મોકળો કરવો. બાપુ કહે છેઃ આપણને પટેલ જોઈએ છે, પણ દેશને નેહરુ જોઈએ છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.