ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નાનકડા ગામ સોલડીમાં જન્મેલી એક અંતર્મુખી, શરમાળ દીકરી. એનું નામ અંકિતા. પિતા પ્રેમજીભાઈ પટેલ ખેતી કરે, માતા ભગવતીબહેન ઘરમાં જ નાનાંમોટાં સિલાઈકામ કરે. ત્રણ ભાઈ-બહેનમાં અંકિતા સૌથી નાની. માતાને ઘરે કામ કરતાં જોઈ એને વિચાર આવે કે મોટી થઈને હું પણ પગભર બનીશ.
આજે એ શરમાળ, અંતર્મુખી છોકરી અંકિતા અમદાવાદના પાલડી વિસ્તારમાં પોતાના ઘરમાં ચૉકલેટ બનાવીને વેચાણ કરે છે. આજે ચૉકો બ્લોસમ જેવા સફળ વ્યવસાયનું નામ છે, એ એક સામાન્ય ગૃહિણીનાં સાહસ, સંકલ્પ અને અતૂટ શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ છે. ઘરે ચૉકલેટ બનાવીને આજે એ અનેક મહિલાઓને પગભર બનાવવા માટે પણ નિમિત્ત બની રહ્યાં છે. અહીં સુધી પહોંચવું એ અંકિતા માટે બહુ મોટી સિદ્ધિ હતી, કારણ કે એ ગૃહિણી હતાં, ઘણું ઘણું શીખવું પડ્યું. એ પણ ચોક્કસ તાલીમ અને અનુભવ મેળવ્યા બાદ.
અંકિતાએ પ્રાથમિક અભ્યાસ સોલડી ગામની જ શાળામાં કર્યો. સાત ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ કડી, ગાંધીનગરની હૉસ્ટેલમાં રહીને કર્યો, જ્યારે એમ.કૉમ (માસ્ટર ઑફ કૉમર્સ) માટે અમદાવાદ આવવાનું થયું.
અભ્યાસ પૂર્ણ થતાં જ પિતાએ અમદાવાદના બિઝનેસમૅન કેતનભાઈ પટેલ સાથે ૨૦૦૭માં અંકિતાનાં લગ્ન કર્યાં. પતિની ઈચ્છા હતી કે અંકિતા કંઈ કામ કરે, આર્થિક સધ્ધરતા માટે નહીં, પરંતુ પોતાના માટે આથી ૨૦૦૯માં અંકિતાએ ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યો. જો કે આ ક્ષેત્રમાં સતત સાઈટ પર જવું પડતું એટલે એમાં આગળ વધવાનું માંડી વાળ્યું.
નિતનવા પ્રયોગ કરીને આપમેળે જ જુદી જુદી ચૉકલેટ બનાવતાં શીખવાનો સંતોષ.
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.