આપણા દેશમાં માત્ર મહેમાનને જ નહીં, પરંતુ ગ્રાહકને પણ ખાસ સ્થાન આપવામાં આવે છે. મહેમાન નારાજ થાય તો એટલો ફરક નથી પડતો, પણ જો ગ્રાહક નારાજ થઈ જાય તો રોજગાર અને રોજીરોટી પર અસર થવાની સાથે આર્થિક કરોડરજ્જુ પણ તૂટી જાય છે. તેથી ક્યારેય તમારા ગ્રાહકને નારાજ ન કરો, પછી ભલે ને ગ્રાહકનો વ્યવહાર ગમે તેટલો તમારી સમજની બહાર કેમ ન હોય.
આવો જાણીએ તમારા વિવિધ પ્રકારના ગ્રાહકોને કેવી રીતે હેન્ડલ કરશો :
ઈશ્યોરન્સ પોલિસી ખરીદનાર ગ્રાહક
જો તમે ઓફલાઈન તમારા ગ્રાહકોને ઈશ્યોરન્સ પોલિસી વેચી રહ્યા છો તો તમારે ખૂબ શાંત રહીને આ ડિલ ફાઈનલ કરવી પડશે, નહીં તો તમારી ઉતાવળમાં તમારા હાથમાંથી ક્લાયંટ જવાની સાથેસાથે માર્કેટમાં તમારી શાખ પણ ખરાબ કરવાનું કામ કરશે. શક્ય છે કે ફોન પર ક્લાયંટ પોલિસી લેવા માટે તૈયાર થયો હોય, પરંતુ જ્યારે તમે સામસામે પોલિસી લેવાની બીજી કેટલીક શરતો જણાવી હોય ત્યારે તે પોલિસી લેવાની ના પાડી દે.
આ સિચ્યુએશનમાં તમે ક્લાયંટ પર એમ કહીને ન ભડકો કે તમે મારો સમય બરબાદ કર્યો, પરંતુ તમારી મીઠીમીઠી લાભદાયી વાતોથી તેનો એ રીતે વિશ્વાસ સંપાદન કરો કે તે તમારી પાસેથી પોલિસી ખરીદવા તૈયાર થઈ જાય અને બીજા લોકો પર પણ તમારી પાસેથી પોલિસી ખરીદવા દબાણ કરે.
દુકાનનો ગ્રાહક
ભલે ને તમારી શાકભાજીની દુકાન હોય કે પછી કરિયાણાની, તમારી પાસે ગ્રાહકોની અછત નહીં રહે, કારણ કે આ બંને વસ્તુ રોજબરોજની જરૂરિયાતની વસ્તુ છે. તે જોતા તમારી પાસે જાતજાતના ગ્રાહકો પણ આવતા હશે, જેમ કે કોઈને દુકાનના દરેક સામાન વિશે જાણવું છે, પરંતુ કંઈ જ ખરીદવું નથી હોતું, તો કોઈને દરેક વસ્તુમાં ભાવતાલ કરવાની ટેવ હોય છે. કેટલાક ગ્રાહક તો ૧-૧ રૂપિયો ઓછો કરાવવા માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં પાછળ નથી રહેતા.
આ સ્થિતિમાં તમારા માટે જરૂરી છે કે તમે પણ સંયમથી કામ લેતા તેમને હેન્ડલ કરો. તેમના દરેક પ્રશ્નોનો જવાબ આપતા પૂછો કે તમારે લેવું શું છે. હું તમને દુકાનમાં તમને જોઈતી દરેક વેરાઈટી બતાવી દઈશ. આ વાતથી ટાઈમ પાસ કરનાર ગ્રાહક તમને વધારે પરેશાન નહીં કરે. જો તે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરે તો પણ શાંત રહેવામાં જ ભલાઈ છે, કારણ કે વિવાદ વધતા તમારો બિઝનેસ બંધ થવા સુધીની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin August 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin August 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો