રક્ષિતા એક સંયુક્ત પરિવારની નાની વહુ હતી. તેમના પરિવારનો રેડીમેડ કપડાનો મોટો વેપાર હતો. તે ભણેલીગણેલી તો હતી, તેથી લગ્ન પછી તે પણ વેપારમાં મદદ કરવા લાગી. તેની ૨ જેઠાણી ઘરે રહેતી, જ્યારે તે દરરોજ તૈયાર થઈને દુકાને જતી અને બિઝનેસમાં મદદરૂપ બનતી, પરંતુ તેની આર્થિક સ્વતંત્રતા બિલકુલ તેની જેઠાણીના સ્તરની રહી હતી. તે એક કર્મચારીની જેમ કામ કરતી અને નાણાકીય બાબતમાં તેના વિચારોને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નહોતું.
રક્ષિતાને પણ આ વેપારમાં કોઈ ખામી દેખાતી નહોતી અને ઘરની બહાર જવાના અધિકારની ખુશીમાં તે સંતુષ્ટ રહેતી હતી. તેના સસરા, જેઠ અથવા તેના પતિ વિચારી શકતા નહોતા કે ઘરની મહિલાઓને આવકખર્ચ, બચત કે હિસાબકિતાબ જાણવાની જરૂર છે. જ્યારે કેટલીક મહિલાઓ એમ માની લેતી હોય છે કે ઘરની નાણાકીય બાબત તેમના માટે નથી.
શર્મા કોવિડગ્રસ્ત થઈને ૭૫ વર્ષની ઉંમરે મરણ પામ્યા. બધું એટલું અચાનક બની ગયું કે તેમની પત્ની જિંદગીમાં આવેલા બદલાવથી ડઘાઈ ગઈ હતી. આર્થિક રીતે શર્મા દંપતી ખૂબ સંપન્ન હતા. શર્માના મરણ પછી પણ મજબૂત બેંક બેલેન્સ પેન્શન અને ઈશ્યોરન્સની આર્થિક મજબૂત સુરક્ષા હતી, પરંતુ અફસોસ એ વાતનો હતો કે શર્માની પત્ની પોતાની આર્થિક સુદૃઢતાથી સંપૂર્ણ રીતે અજાણ હતી.
લગ્નના શરૂઆતના દિવસથી તેમણે ક્યારેય શીખવાની અથવા જાણવાની કોશિશ કરી નહોતી કે ઘરમાં કેટલા પૈસા આવી રહ્યા છે, ક્યાં ખર્ચ થઈ રહ્યા છે કે પછી તેની ક્યાં બચત કરવામાં આવી રહી છે. શર્મા તો હંમેશાં તેમના માટે એટીએમ સમાન રહ્યા હતા.
બાળકો પર નિર્ભરતા
દીકરાના પુખ્ત થતા અને રિટાયરમેન્ટ પછી શર્માએ પોતાની પત્ની ઉર્મિલાને પોતાનું નાણાકીય સ્ટેટસ સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી. આ જ રીતે બેંક અને ઓનલાઈન ટ્રાંજેક્શન સમજાવવાની પણ, પરંતુ ઉર્મિલાને એમ લાગતું કે કોણ આ બધી માથાકૂટમાં પડે, જ્યારે પતિ બધું કરી લે છે.
હવે જ્યારે શર્મા નથી રહ્યા ત્યારે અચાનક તે સંપૂર્ણ રીતે પોતાના દીકરા પર નિર્ભર બની ગયા. તે એકલા રહેવા લાયક તો આ ઉંમરે હતા નહીં, તેથી હવે એકએક રૂપિયા માટે દીકરા પરની નિર્ભરતા તેમને ખૂબ ખૂંચતી, પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો