કહેવાય છે કે સુંદર અને મજબૂત નખ સારા સ્વાસ્થ્યની નિશાની હોય છે, તેથી તેને શરીરનું ખૂબ અગત્યનું અંગ માનવામાં આવે છે. તેમાં પણ યુવા મહિલાઓમાં આ નખ એટલે કે નેલ્સની એક અલગ જ સપ્તરંગી દુનિયા હોય છે જે તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. તેથી મહિલાઓ પોતાના નેલ્સની સાથે ખૂબ એક્સપરિમેન્ટ કરતી રહે છે.
આ જ કારણસર હવે સામાન્ય નેલપોલિશનું સ્થાન નેલ આર્ટે લીધું છે અને બ્યૂટિપાર્લરમાં કાયદેસર મહિલા અથવા પુરુષ નેલ આર્ટિસ્ટ અથવા ટેકનિશિયન હોય છે જે કોઈ ફંક્શન અથવા મહિલાની ઉંમર અનુસાર નેલ્સને શેપ અને સ્ટાઈલ આપવાનું કામ કરે છે અને તેમાં અનેક રંગ પણ ભરી દેતા હોય છે.
શું છે નેલ આર્ટ
હવે પ્રશ્ન એ થાય છે કે નેલ આર્ટ શું છે? શું તેને કોઈ પણ કરી શકે છે અથવા તેના માટે કોઈ પ્રોફેશનલ ડિપ્લોમા અથવા કોર્સ વગેરે પણ કરવામાં આવે છે? આ પ્રશ્નોના જવાબ ફરીદાબાદ, હરિયાણાની નેલ ટેકનિશિયન અર્ચનાસિંહે આપ્યા છે, જેમણે ઔરાને ઈન્ટરનેશનલ એકેડેમી, લાજપતનગર, નવી દિલ્લીથી નેલ આર્ટમાં ડિપ્લોમા કર્યો છે. જે પ્રોફેશનલ ભાષામાં ડીએન ડિપ્લોમા ઈન નેલ ટેક્નોલોજી' કહેવામાં આવે છે. આ ડિપ્લોમા કોર્સનો સમયગાળો ૪૫ દિવસનો હોય છે.
અર્ચનાસિંહે પોતાનો આ કોર્સ પૂરો કર્યો પછી નવી દિલ્લીના સાર્કતમાં આવેલા સિલેક્ટ સિટી વોક મોલમાં એક આઉટલેટ નેલ એન્ડ ૧ મોરમાં ૧ મહિનાની ટ્રેનિંગ લીધી હતી અને ત્યાર પછી લગભગ ૬ મહિના સુધી ત્યાં જ ઈન્ટર્નશિપ કરી હતી.
પોતાની ટ્રેનિંગ અને ઈન્ટર્નશિપ પૂરી કર્યા પછી અર્ચનાસિંહે ૬ મહિના સુધી એક સલૂનમાં કામ કર્યું હતું અને અહીં ઘણું બધું શીખ્યા પછી તે હવે ફ્રીલાન્સિંગની સાથે ડ્યૂડ્સ એન્ડ ડોલ્સમાં પણ એક નેલ ટેકનિશિયન તરીકે કામ કરી રહ્યા છે.
અર્ચનાસિંહે જણાવ્યું, ‘‘આપણી સોસાયટીમાં જ્યારે મેકઅપ અને ગ્રૂમિંગની વાત કરવામાં આવે તો મહિલાઓ માત્ર પોતાના ચહેરા, વાળ અથવા ફિઝિકલ લુક વિશે વિચારતી હોય છે અથવા તેની પર વધારે ધ્યાન આપે છે, જે બિલકુલ સાચું છે, પરંતુ સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓ પોતાના હાથ અને પગ વિશે ન વધારે વિચારે છે કે ન તેના માટે કોઈ પણ પ્રકારની મેકઅપ સર્વિસનો ઉપયોગ કરે છે.’
Bu hikaye Grihshobha - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો