સેરેબ્રલ હેમરેજ એક પ્રકારનો સ્ટ્રોક છે, જેમાં મગજને લોહી પહોંચાડતી બ્લડ વેસલ ફાટી જાય છે, જેનાથી મગજના ટિશ્યૂની ચારેય બાજુ રક્તસ્રાવ થવા લાગે છે. આવું ટ્રોમા, હાઈ બ્લડપ્રેશર, બ્રેન ટ્યૂમર અથવા લોહી પાતળું કરતી દવાના લીધે થઈ શકે છે. જ્યારે મગજમાં આ રીતે રક્તસ્રાવ થાય છે ત્યારે મગજના ટિશ્યૂને ઓક્સિજનની આપૂર્તિ બરાબર રીતે નથી થતી, જેથી મગજને નુકસાન પહોંચે છે અને દર્દીનું મૃત્યુ સુધ્ધાં થઈ શકે છે.
સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેક આવવો ગંભીર સમસ્યા છે. તેનું જોખમ ખાસ તો એ લોકો પર વધારે રહે છે જેમને પહેલાંથી હૃદય સંબંધિત બીમારી, જેમ કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અથવા હાઈકોલેસ્ટ્રોલથી પીડિત હોય છે.
એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે સેરેબ્રલ હેમરેજના દર્દીમાં ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા અન્ય લોકોની સરખામણીમાં વધારે રહે છે. આ અભ્યાસમાં એ વાતની પણ જાણ થાય છે કે સેરેબ્રલ હેમરેજ થયા પછીના શરૂઆતના થોડાક મહિનામાં આ સ્થિતિનું જોખમ વધારે હોય છે. જેમનામાં સેરેબ્રલ હેમરેજ નથી થયું હોતું. આ પરિબળોના લીધે પણ હૃદય સંબંધિત બીમારી, જેમ કે ઈસ્કેમિક સ્ટ્રોક અને હાર્ટએટેકની શક્યતા વધી જાય છે. અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે સેરેબ્રલ હેમરેજ અથવા બ્રેન બ્લીડિંગના લીધે ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકની શક્યતા માત્ર એ લોકો સુધી સીમિત નથી રહેતી, જેમનામાં હૃદય સંબંધિત બીમારીનો (કાર્ડિયોવાસ્ક્યુલર રોગ) ઈતિહાસ હોય. બ્રેન બ્લીડિંગ પછી કોઈ પણ વ્યક્તિ આ સમસ્યાનો શિકાર બની શકે છે, ખાસ કરીને જો બ્લીડિંગ ખૂબ ગંભીર હોય.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો