એક વાતમાં કોઈ શંકા નથી કે પ્રજનનકાળ અને આધેડ ઉંમરની મહિલા ઓ સ્થૂળતા પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. આ શક્ય હોર્મોનના સ્રાવના વધવા-ઘટવાથી થાય છે. એટલું જ નહીં, પુરુષોની સરખામણીમાં મહિલાઓ તેના પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. તે મહિલાઓ સ્થૂળતા જેમના શરીરમાં ચરબીનું પ્રમાણ ૩૦ ટકાથી વધારે હોય છે, તેમને સ્થૂળતાનો શિકાર માનવામાં આવે છે. આજે પૂરી દુનિયાના ડોક્ટરો માટે પડકારરૂપ બની ગઈ છે, કારણ કે તેનાથી ઘણા બધા પ્રકારની શારીરિક તથા માનસિક બીમારી થવાની શક્યતા રહે છે. તેમાં સ્તન, અંડાશય, માસિકચક્રમાં અનિયમિતતા, પિત્તાશયની બીમારીની સાથેસાથે માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા પણ સામેલ છે. તે ઉપરાંત હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશરથી લઈને ડાયાબિટીસ જેવા ગંભીર રોગ થવાની શક્યતા વધારે રહે છે.
કેન્સર અને સ્થૂળતા
તાજેતરમાં ઓનલાઈન બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર મહિલાઓમાં થતા અડધાથી વધારે પ્રજનન અંગો અને અન્નનળીમાં થતા કેન્સરનું કારણ સ્થૂળતા અથવા વજનનું વધારે હોવું જણાવવામાં આવ્યું છે. આ જર્નલે સંયુક્ત રાષ્ટ્રના સંબંધમાં પહેલી વાર શોધ અને અભ્યાસ કર્યા પછી વિસ્તૃત રીતે કેન્સર બાબતે એક વિશ્વસનીય રિપોર્ટ પ્રકાશિત કરવાનો દાવો કર્યો છે.
રિપોર્ટમાં એ વાત પણ પૂરા તથ્યાત્મક પ્રમાણની સાથે જણાવવામાં આવી છે કે મધ્યમવય તથા ઉંમરલાયક મહિલાઓમાં થતા કેન્સરના ૬ ટકાનું કારણ સ્થૂળતા હોય છે અને દર વર્ષે લગભગ ૬ હજાર મહિલાઓ તેનો શિકાર બનતી હોય છે. બીજો એ દાવો કરવામાં આવ્યો છે કે બીજા ઘણા એવા અંગ છે, જેમાં કેન્સરની શક્યતા રહે છે, જેમ કે કિડનીનું કેન્સર, બ્લડકેન્સર, પેન્ક્રિયાઝ, ઓવરી વગેરેનું કેન્સર, સ્તન અને પાચનતંત્રના કેન્સરની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના આ કેન્સર રિસર્ચે પૂરી દુનિયાની સૌથી મોટી શોધ હોવાનો દાવો કરતા જણાવ્યું છે કે સર્વેના સમયગાળા દરમિયાન ૧૦ લાખથી વધારે મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો અને ૭ વર્ષ દરમિયાન ૪૫ હજાર કેન્સર પીડિતોની જાણકારી મળી, જેમાં લગભગ ૧૭ હજાર કેન્સર પીડિતોના મૃત્યુ થયા.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin December 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin December 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો