આપણે ત્યાં મહિલાઓને બાળપણથી એ પટ્ટી ભણાવાઈ છે કે પૂજાપાઠ, પ્રાર્થના અને નસીબથી જ ધનદોલત મળે છે. બાળપણથી જ આ પાઠ ભણતાંભણતાં યુવતીઓ વ્રત, ઉપવાસ, મંદિરના દર્શન, મંત્ર વાંચવામાં લાગી જાય છે કે તેનાથી સારા માર્ક મળશે, તેમની સુંદરતા વધશે, સારો સાથી મળશે, પૈસા આવશે. બાળપણની શીખ ક્યારેય નથી ભુલાતી.
આજકાલ સોશિયલ મીડિયા આ બ્રેનવોશથી યુવતીઓ અને મહિલાઓને પણ ખૂબ અટ્રેક્ટ કરી રહ્યું છે કારણ કે તેમાં પણ ચમત્કારનો વરસાદ પડે છે. મોટિવેશનલ વીડિયો મોટાભાગે એવા હોય છે જે કહે છે કે આ ૭ કામ કરો, જીવન સુખી જ સુખી. આ ૭ કામમાં મહેનત, તર્ક અને તથ્યની કોઈ વાત નથી હોતી. પૂજાપાઠ કરતા વીડિયો મેસેજ પણ ભરેલા હોય છે. તેમાં ઘરેણાંથી લદાયેલી યંગ ઈન્ફ્લુએંસર મહિલાઓ પરિક્રમા કરતી દેખાય છે અને મેસેજ જાય છે કે જે મળે છે, તે અચાનક મળે છે.
તેનો લાભ બીજી રીતે ચાલાક પણ ઉઠાવી રહ્યા છે. પહેલાંવાળા તે છે જે ધર્મને સીધો વેચીને ચડાવામાં પૈસા મેળવે છે પણ બીજા પ્રકારનાં લોકો ઈન્વેસ્ટમેંટ પર ભારે રિટર્નની લાલચ આપે છે. લોજિક અને ગણતરી ન સમજનાર માઈન્ડ તેમને ખૂબ જલદી સત્ય માની લે છે. દિલ્લીમાં, તે પણ શિક્ષિતોની સાઉથ દિલ્લીમાં એક યુવતી પોતાના રૂ. ૪૮ લાખ લૂંટારાઓ પર લૂંટાવી બેઠી જેમણે માનતાનો વાયદો કર્યો કે થોડા લગાવો અને વધારે મળશે.
તેને એવા ગ્રૂપના મેમ્બર બનાવી દીધા જ્યાં બધા નકલી લોકો શેખી હાંકતા હતા કે મહિનામાં પૈસા બેગણા અને વર્ષમાં ૫-૬ ગણા થઈ ગયા છે. ગ્રૂપ મેમ્બર ફેક ચેક, બેંક એકાઉન્ટ બતાવતા અને જેમને ચમત્કારો પર બાળપણથી જ વિશ્વાસ છે તે અસલીનકલીમાં ભેદ નથી કરી શકતા. તે યુવતીએ પોતાના ૪૮ લાખ આ પ્રકારના લોકોને આપી દીધા અને પછી પોલીસમાં ગઈ.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો