જ્યારે મારા મિત્રો હોઈ શકે છે તો તેની સાહેલીઓ હોય એ સ્વાભાવિક છે, પરંતુ આ શબ્દ તે સમયે ગળે નથી ઊતરતો જ્યારે પૂરો દિવસ ઓફિસમાં કામ કરીને આવ્યા પછી મને એક કપ ચા સાથે સ્વચ્છ પધારી પર ઘોડો આરામ કરવાની ખૂબ જરૂર હોય છે અને બેઠક રૂમમાં પ્રવેશતા જ મને એવું લાગે છે કે જાણે ત્યાં હમણાં જ સંસદની કાર્યવાહી પૂરી થઈ હોય કે અમારા બેઠક રૂમમાં બજરંગદળની યાત્રા પસાર થઈ હોય જે રસ્તામાં જ્યાં પણ મળ્યા નાટક કરતા જાય છે.
ચારેબાજુ વિખેરાયેલા કપ અને પ્લેટ, સોફા પર પડેલી ચા, ફેરસ પર ટોળાયેલા પાણીની બોટલો અને ગ્લાસ જોઈને એવું લાગે છે જાણે તેમની સાહેલીઓની સભ્યતાના તમામ પ્રતિકાત્મક ચિહ્ન ત્યાં હાજર હોય. પછી તે સમયે તો ખૂબ ગુસ્સો આવે છે જ્યારે ઓફિસથી પાછા ફરતા ટ્રાફિક જામમાંથી નીકળતા આખા રસ્તે ધોમધખતા તડકાથી ગળું સુકાઈ જાય છે અને ઘરે ફ્રિજમાંથી પાણીની બધી બોટલ અને બરફની બધી ટ્રે ખાલી મળે. પછી મારે ઝખ મારીને ટેંકના નળમાંથી આવતું ગરમ પાણી પીને જ મારા દિલને સાંત્વના આપવી પડે છે.
આ તમામ વાતોને હું સરકારી જીએસટીની જેમ સહન કરું છું અને ઘણી શાલીનના સાથે મારી એ એટલે કે શ્રીમતી પાસે એક કપ ચાની ફરમાઈશ કરું છું કારણ કે મને ગરમીમાં પણ ચા પીવાની ટેવ છે અને એક તે છે કે મારી ફરમાઈશને નજરઅંદાજ કરતા ટોઇલેટમાં જતી રહે છે.
૫-૬ વાર યાદ અપાવતા મારો અર્થ છે કે બૂમો પાડવા પર લગભગ ૧ કલાક પછી મારી શ્રીમતી ટુવાલથી હાય લૂછતાં આવીને કહે છે, “શું છે... ઘરમાં આવ્યા નથી કે બૂમો પાડવાનું શરૂ કરી દીધું."
પછી હું તેને મનાવવાની ગરજથી મારા મતલબની વાત ન કહીને એ કહું છું કે, “શું કરતી હતી. ખૂબ થાકેલી દેખાય છે.'
“કંઈ નહીં. જરા સાડી ધોતી હતી. સુશીલાની છોકરીએ ગંદી કરી નાખી હતી. મેં વિચાર્યું, ધોઈને અત્યારે જ સૂકવી દઉં નહીં તો નવી સાડી ખરાબ થઈ જશે.'
Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો