તહેવારની ઋતુ એટલે રોશની, ઉત્સાહ, મિત્રો અને પરિવારજનોનો સાથ અને ખૂબસૂરત દેખાવાનો નશો. પછી ભલે ને દિવાળીની પાર્ટી હોય કે પછી ભાઈબીજનું ગેટટુગેધર દરેક છોકરી આ પ્રસંગે સ્ટાઈલિશ અને સુંદર દેખાવા ઈચ્છે છે. તેથી તહેવારની સીઝનમાં છોકરીઓ અને મહિલાઓ પોતાની સુંદરતા અને ફેશન સ્ટાઈલ માટે અનેક ટિપ્સ અજમાવતી હોય છે. આ સ્થિતિમાં યોગ્ય જ્વેલરી કેરી કરવાની તેમની સ્ટાઈલ તેમને બીજા કરતા ઉત્તમ બનાવવામાં મદદ કરે છે. તમે પણ ગોર્જિયસ દેખાવા ઈચ્છો છો તો અહીં જણાવેલ જ્વેલરી ફેશન ટિપ્સ પર ધ્યાન આપો :
ડ્રેસ મુજબ જ્વેલરી પહેરો
સાડી મુજબ કેવી હોવી જોઈએ જ્વેલરી : સાડી સાથે યોગ્ય જ્વેલરી પહેરવામાં આવે તો તમે એક અપ્સરાથી ઓછા તો નહીં જ લાગો. જોકે સાડી સાથે થોડી નજાકતા પણ ખૂબ જરૂરી છે.
જ્વલેરીની પસંદગી સાડીના ટેક્સ્ચર તથા રંગ પર નિર્ભર કરે છે. હળવા રંગની સાડી સાથે હળવી તેમજ ભારે બંને જ્વેલરી ચાલી જાય છે, પરંતુ ઘેરા રંગની સાડી સાથે જ્વેલરી ખૂબ સાવચેતીથી મેચ કરવી જોઈએ.
મોતીની એટલે કે પર્લ જ્વેલરી બધા પ્રકારની સાડી સાથે પહેરી શકાય છે.
પરંતુ સાડી સાથે વધારે જ્વેલરી એકસાથે ન પહેરો. ભારે નેકપીસની સાથે ખૂબ હલકા ઈયર સ્ટડ્સ કેરી કરો અથવા સ્ટડ્સ પહેરશો જ નહીં. ભારે ઝૂમખાં એટલે કે ડેંગલર્સ સાથે ખાલી ગળું પણ સારું લાગે છે. બસ ધ્યાન રાખો કે ડિઝાઈનર બ્લાઉઝ હોવો જોઈએ.
સાડી સાથે ક્યારેક-ક્યારેક માત્ર એક જ્વેલરી પણ પહેરી શકાય છે, જે હાઈલાઈટ થઈ જાય છે.
હેન્ડલૂમ કોટન સાડી સાથે આર્ટિફિશિયલ જ્વેલરી અથવા કોરલ ડેંગલર્સ તથા બ્રેસલેટ્સ ખૂબ સુંદર દેખાય છે.
હાથથી બનેલી બોમકાઈ સાડી સાથે બ્લેક મેટલના ઘરેણાં ખૂબ સુંદર દેખાય છે. આ જ રીતે ચંદેરી કોટન અથવા સિલ્ક સાથે રંગોના હિસાબે સોના અથવા ચાંદીના ઘરેણાં ટ્રાય કરી શકો છો.
બનારસી સિલ્ક, કાંચીપુરમ સિલ્ક તથા મોગા સિલ્ક સાથે સોનાના અથવા ચાંદીના ઘરેણાં સાડીને ખૂબ સુંદર લુક આપશે. આસામ સિલ્ક અને બનારસી સાડી સાથે મોતી તથા પ્રેશિયસ સ્ટોંસની જ્વેલરી પણ ખૂબ સુંદર લાગશે.
આ જ રીતે ભાગલપુરી સાડી સાથે સાડીના રંગ સાથે મેચ કરતા કાનના ઝૂમખા અને બીજી જ્વેલરી સારી લાગે છે.
આ જ રીતે હળવા રંગની હેન્ડલૂમની સાડી સાથે ડાયમંડ જ્વેલરી ખૂબ સારું કોંટ્રાસ્ટ મેચિંગ છે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો