CATEGORIES
فئات
આ યોજનામાં યુવાનોનું કે રાષ્ટ્રનું હિત નથી
ચાર વર્ષ પછી માત્ર ૨૫ ટકા અગ્નિવીરોને જ આગળ લઈ જવામાં આવશે તો બાકીના પંચોતેર ટકાનું ભવિષ્ય શું હશે
અગ્નિપથ વિવાદઃ સૈન્ય પરિવર્તન માટે સજ્જ બને છે
સૈન્યમાં નિયમિત ભરતી બંધ કરવામાં આવી રહી છે એ વાત સાચી નથી. વાસ્તવમાં નિયમિત ભરતીની પદ્ધતિ બદલાઈ રહી છે. અગ્નિપથ યોજનામાંથી ૨૫ ટકા જવાનો નિયમિત ભરતી માટે પસંદ થવાના છે
અંબાજીમાં પ્રસાદના નામે દર્શનાર્થીઓને લૂંટતા વેપારીઓ
અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન મા અંબાનું ધામ જગવિખ્યાત છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવે છે, જેમની સાથે અમુક લેભાગુ વેપારીઓ માતાજીના પ્રસાદના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. ક્યારેક લોકો આવી ઘટનામાં જતું કરે છે, તો ક્યારેક થોડાક વાદવિવાદ બાદ સમાધાન થઈ જતું હોય છે. જોકે તાજેતરમાં જ અમદાવાદના રહીશ લૂંટનો શિકાર થયા બાદ એમાં પોલીસ ફરિયાદ થતાં આ મામલો ચર્ચામાં આવ્યો છે, પરંતુ આસ્થાળુઓને ખંખેરવાનો આ ઘટનાક્રમ હજુ અટક્યો નથી.
DNA આધારિત ડાયેટ થકી મેદસ્વીતાનો ઇલાજ કરનારા ડૉ. ઋષિકેશ ત્રિવેદી
ડૉ. ઋષિકેશ ત્રિવેદીએ સેલિબ્રિટીઝ ઉપરાંત જુદા જુદા દશથી વધારે દેશોના ૧૫૦૦થી વધુ લોકોનું કાઉન્સેલિંગ અને સારવાર કરીને તેમને માત્ર સાજા નથી કર્યા, બલકે તેમની જીવનશૈલીમાં પરિવર્તન કરાવીને જિંદગી બદલી નાખી છે
મેરિટલ રેપ કે આવેશયુક્ત પ્રેમાલાપ?
થોડા સમય પહેલાં, દિલ્હી હાઈકોર્ટના બે ન્યાયાધીશોએ ભિન્નમત દ્વારા એક વિવાદાસ્પદ વિષયમાં જાહેર કરેલા સ્લિટ જજમૅન્ટે એક ચર્ચાને ફરી સપાટી પર લાવી દીધી છે. એ વિષય એટલે મૅરિટલ રૅપ અર્થાત્ વૈવાહિક બળાત્કાર. મહત્તમ લોકો માટે પહેલાં તો એ વિચાર જ ગળે ઉતારવો મુશ્કેલ બને છે કે કાયદાની દૃષ્ટિએ પત્ની ગણાતી સ્રી પર એના પતિ દ્વારા જ દુષ્કર્મ થઈ શકે! લગ્ન સંસ્થાના પાયાને હચમચાવી દેવાની સંભાવના આ વિષયને લઈને વ્યક્ત કરાઈ રહી છે. ચાલો, આની ગંભીરતાને સમજવાનો પ્રયાસ કરીએ.
નવો દાંપત્યસંબંધ જૂના સામે દેખાડાની કે બદલાની વસ્તુ નથી!
આજકાલ પ્રેમસંબંધો કે લગ્નો ચાલતાં નથી, ડિપ્રેસ યુવાનોમાં આપઘાત જેવી આપણે બધા ફરિયાદો કરીએ છીએ. તેનાં ઘણાંબધાં કારણોમાંનું એક છે સંબંધોમાં લોકોની ગામદેખાડાની કુટેવ. મૂડીવાદ સાથે શૉ ઓફ કરવાની વૃત્તિ પણ વધી છે. તેમાં પણ તૂટેલા સંબંધ પછી નવા સારા-કુંવારા પાત્રના બહાને જૂનાને બતાવી દેવાની કે બદલો લેવાની બીમાર માનસિકતાની તો વાત થાય એમ નથી.
ચાલો, અમેરિકા..
ગ્રીનકાર્ડ મળેથી પાંચ વર્ષ બાદ અને અમુક કિસ્સાઓમાં ત્રણ વર્ષ બાદ, અમુક શરતોનું પાલન કરતાં અમેરિકાની સિટીઝનશિપ મેળવી શકાય છે
કેકે - ધ વોઇસ
કેકેની બાયોગ્રાફી લખાય તો તેનું નામ ‘કેકે – ધ વૉઇસ’ હોય તેવું કેકે માનતો. નાઇન્ટીઝની જનરેશનના બાળપણનો એક ટુકડો લઈ જનાર કેકેને પ્લેબૅક સિંગર તરીકે કામ નહોતું કરવું, તે તો પોતાના આલ્બમ સૉન્ગ્સ બનાવવા દિલ્હીથી મુંબઈ આવ્યો હતો! ચાલો, આજે આ સૂરીલા ગાયકને યાદ કરીએ..
સુરાજ્યના પંથે મામાસાહેબ ફડકે
તેઓ પંચમહાલના રાજકારણમાં ચાલતી આંતરિક જૂથબંધીથી પર રહી શકેલા. ૧૯૨૪માં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા
સિદ્ધિનો સંઘર્ષ: ‘જલેબી'ની કમાલ
જન્મ સમયે દીકરીને જલેબી આકારે જોયા પછી તેની મીઠાશને સમજનાર શ્રમજીવી પરિવારે દીકરીને પાંખો આપી.માછલીના શરીરમાં કાંટા અને માણસ-પ્રાણીઓના શરીરમાં હાડકાં હોય છે, પણ આ તે કેવું શરીર? જેમાં હાડકાં જ નથી. ૯૫% શરીર રબરબેન્ડની જેમ ફ્લેક્સિબલ હોવાને કારણે તેણે ઇન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશિપમાં ભારતને ૨૦૦૫માં ગોલ્ડ મૅડલ અપાવીને યોગ ક્ષેત્રે વૈશ્વિક નામના અપાવી. યોગની સિદ્ધિએ તેને અનેક આર્થિક કસરતો કરાવી, પણ હવે દિવ્યાએ યોગને જ પોતાની જિંદગી બનાવી દીધી છે.
મેરિટલ રેપ શબ્દમાં જ દર્દ છે!
માનસિક ત્રાસ કે બળજબરી પણ એક ગુનો છે, એ પછી પુરુષ સાથે થયો હોય કે પછી સ્ત્રી સાથે
પેટે પાટા બાંધીને પણ પુત્રીને ભણાવતા પપ્પાઓ
કાઠિયાવાડનો એક જાણીતો રૂઢિપ્રયોગ છે ‘પેટે પાટા બાંધવા' મતલબ ખાવાનું ન હોય તો કપડાને ભીનું કરી પેટે બાંધી સૂઈ રહેવું, ભૂખમરો વેઠવો. કારમી ગરીબીનો પણ એમાં સંકેત છે. આ રૂઢિપ્રયોગ મુજબ કાઠિયાવાડની ત્રણ દીકરીઓને તેમના પિતાએ પેટે પાટા બાંધીને ભણાવી છે. પિતાની મહેનતની કમાણીનું મૂલ્ય સારી પેઠે સમજતી આ દીકરીઓએ પણ ખંતપૂર્વક અભ્યાસ કરીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે
વડનગરના ભવ્ય ઇતિહાસ-સાંસ્કૃતિક વારસાને લેન્ડમાર્ક હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનો મક્કમ નિર્ધાર
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસ અને વિરાસતને ઉજાગર કરવા ત્રિદિવસીય વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજન કરાયું. ૨૫૦૦ વર્ષ જૂના વડનગર ખાતે એક દિવસની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ તેમ જ બે દિવસનો આંતરરાષ્ટ્રીય તાના-રીરી સાંસ્કૃતિક મહોત્સવ ઊજવવામાં આવશે
અંતે તો સ્ત્રીની ઇચ્છા શું છે એ જ મહત્ત્વનું
શારીરિક સંબંધો બાંધવા માટે સ્ત્રીની મંજૂરી જરૂરી છે, કારણ કે આ હક એ બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારોનો ભાગ છે અને આર્ટિકલ ૨૧ હેઠળ એ જીવન ગૌરવપૂર્ણ રીતે જીવવાના અધિકાર નીચે આવે છે
યોગના પ્રયોગો!
સચિવવા જેવું તો એ સાચવે જ છે, ત્યાં પણ સાચવેલું જ, પણ પોતાનું શરીર નહીં, આજુબાજુ ડાફરિયાં મારવાનું સાચવેલું. એમાં ને એમાં બેલેન્સ ગુમાવ્યું અને..’
ભારતમાં આ કાયદાની તાતી જરૂર છે
એક કડવી વાસ્તવિકતા પ્રમાણે અમુક દેશોમાં, મહિલાઓ માટે એમનું ઘર સૌથી ખતરનાક સ્થાનો પૈકીનું એક છે
તું ધૂપ હૈ.. છમ્મ સે બિખર.. તું હૈ નદી ઓ બેખબર..
વિકાસના રોલ મૉડેલ ગણાતા ગુજરાતનું એક એવું કડવું સત્ય છે, જ્યાંના એક ગામમાં દેહવ્યાપાર એક પરંપરા બની ગયો છે. બનાસકાંઠાના થરાદ તાલુકાનું વાડિયા એ ગામ છે જ્યાં છોકરીઓને ખુદ પરિવાર દેહવ્યાપાર કરવા ધકેલે છે. બદનામ બની ગયેલા આ ગામમાં પહેલીવાર કોઈ દીકરીએ ૧૨મું ધોરણ પાસ કરીને પરિવર્તનની લહેરખી આણી છે.
કચ્છમાં વરસાદી પાણીનાં સંગ્રહસ્થાનો વધતાં નથી
૨૦૦૧ના ભૂકંપ પછી કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. દુકાળનાં વર્ષોનો અનુભવ તો થયો હતો, પરંતુ ગત સદી કરતાં પ્રમાણમાં ઘણો ઓછો. ચોમાસાની ઋતુમાં સમયાંતરે અને જરૂરી પ્રમાણમાં વરસાદ પડવાના બદલે એકસામટો અને વધુ પડે છે. જેના કારણે મહત્તમ પાણી દરિયામાં વહી જાય છે. આથી જ્યાંથી પાણી વહે છે ત્યાં ચેકડેમ, નાની કે મધ્યમ સિંચાઈના ડેમ બનાવવા જરૂરી છે, પરંતુ આ દિશામાં વધુ કાર્ય થયું નથી.
ઇડી દ્વારા રાહુલ - સોનિયાની પૂછપરછ મુદ્દે ઊહાપોહ શા માટે?
નેશનલ હેરાલ્ડને દેવામાંથી બહાર કાઢવા માટે કોંગ્રેસે તેને આર્થિક મદદ કરી હતી, પરંતુ સોનિયા - રાહુલ સામે જે કેસ છે એ નેશનલ હેરાલ્ડને મદદ માટેનો નથી બલ્કે મદદના નામે નેશનલ હેરાલ્ડની કરોડોની સંપત્તિ પર કબજો જમાવવા અંગેનો છે
સક્ષમ સ્ત્રીઓનું પણ શારીરિક શોષણ થાય છે
સ્ત્રી આજે ભલે ખૂબ ઊંચા લેવલે પહોંચી હોય, બહારથી આપણને સક્ષમ દેખાય, હોશિયાર દેખાય પણ અનેક કિસ્સાઓમાં તેનું શારીરિક હેરેસમેન્ટ થતું હોય છે
મેરિટલ રેપ કોર્ટમાં સાબિત કરવો અઘરો
ગ્રામીણ વિસ્તારો કે જ્યાં લગ્ન માટે સ્ત્રીની સંમતિ પણ નથી લેવાતી તો લગ્ન પછીના શારીરિક સંબંધોમાં તો એની સંમતિ લેવાની વાત એ બહુ દૂરની વાત છે
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિપક્ષો દિશાહીન સ્થિતિમાં
કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી સ્વાસ્થ્યના કારણોસર હૉસ્પિટલમાં છે, પરંતુ તેમણે રાષ્ટ્રપતિપદની ચૂંટણીના સંદર્ભમાં એનસીપીના વડા શરદ પવારને મળવા માટે મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યા હતા
નાના-મોટા મળીને ૧૫૦ જેટલા દેશોમાં મેરિટલ રેપ ગુનો
૨૦૧૧માં એક પતિને ત્યાંની કોર્ટે દસ હજાર યુરોનો દંડ કરેલો, કારણ કે તે પત્ની સાથે અપૂરતી માત્રામાં શારીરિક સંબંધ રાખતો હતો
૭૦૭ જિલ્લાઓમાં થયેલો સરવે શું કહે છે?
બત્રીસ ટકા સ્ત્રીઓએ ક્યારેક ને ક્યારેક પતિ તરફથી ફિઝિકલ, મેન્ટલ કે ઇમોશનલ અત્યાચાર સહ્યો હોય છે
બાળમાનસમાં રોપાતાં પર્યાવરણ બચાવવાનાં બીજ
એક બાળકીએ હઠ પકડી, શાની? ના ના, તમે વિચારો છો એમાંની એકેય બાબતની નહીં. તો? આંગણે ઊભેલા, તેણે રોપેલા ને હવે શેડ બનાવવામાં નડતા આંબાના વૃક્ષને ન કાપવા દેવાની હઠ. પર્યાવરણ પ્રત્યે આવો પ્રેમ તેનામાં કોણે જગાડ્યો? ચાલો કરીએ વડોદરામાં રહેતા એક એવા પર્યાવરણપ્રેમીની વાત જેણે કંડારેલી કેડી ઉપર આ બાળકી ઉપરાંત ચારથી પાંચ હજાર બાળકો પગરણ માંડી ચૂક્યા છે.
કેન્સરના ઇલાજમાં જગતને પ્રથમ વખત સારા સમાચાર મળ્યા
અમુક કૅન્સર લાગુ પડવાનાં અમુક કારણો વિજ્ઞાનીઓ નક્કી કરી શક્યા છે, પણ તમામ બાબતમાં હજી સંપૂર્ણ શોધ થઈ શકી નથી. નવી જીવનશૈલીએ દર્દીઓની સંખ્યા વધારી છે. વસ્તી વિસ્ફોટને કારણે પણ એવું લાગે કે કૅન્સરના પેશન્ટો વધી ગયા છે. બંને પરિબળો જવાબદાર છે. જ્યાં સરકારી કે ખાનગી ટ્રસ્ટોની કૅન્સરની હૉસ્પિટલો છે તે લાખો અને કરોડો વીતકકથાઓથી ભરેલી છે. એ વીતકકથાઓ સગાંઓ, મિત્રો સુધી વિસ્તરે છે. આજુબાજુની ફૂટપાથો, મેદાનોમાં કણસતા ગરીબ દર્દીઓ અને સગાં રઝળતા જોવા મળે. ભારત જેવા વિશાળ ગરીબ વસ્તી ધરાવતાં દેશના લોકો માટે કૅન્સર વધુ અભિશાપરૂપ છે
સાવધાની હટી, દુર્ઘટના ઘટી
ગુજરાતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધવાની સાથે સાયબર ગુનાખોરી પણ વધી છે. ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈને છેતરવું, ધમકી આપવી, નાણાકીય ઉચાપત કરવી, અપમાનજનક કે અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવો, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી વગેરે જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ. સામાન્ય લોકોને ગુનેગારો અવનવા કીમિયા અજમાવીને નિશાન બનાવે છે.
સોમનાથ મંદિરની લૂંટાયેલી સંપત્તિ પરત લાવવા મુસ્લિમ યુવકની મુહિમ
મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું અને કરોડોની સંપત્તિ લૂંટીને લઈ ગયો હતો. આ ઘટનાને એક હજાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આજે આ ઘટનાને કોઈ યાદ પણ ન કરતું હોય, પરંતુ એક પરિવાર એવો છે જેમણે સોમનાથમાંથી લૂંટાયેલી સંપત્તિને અફઘાનિસ્તાનથી પરત લાવવાની મુહિમ શરૂ કરી છે.
સોમનાથ મંદિરની કરોડોની સંપત્તિ અફઘાનિસ્તાનમાં છે
ઇતિહાસ પ્રમાણે વર્ષ ૧૦૨૪ની આસપાસ સોમનાથ મંદિર પર ગઝનવીએ ચઢાઈ કરી હતી અને મંદિરને તોડીને કરોડોની સંપત્તિ અને દુર્લભ શિવલિંગ પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયો હતો
યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતીઓ કેમ પાછા પડે છે?
યુપીએસસી દ્વારા લેવામાં આવતી સિવિલ સેવા પરીક્ષાનું વર્ષ ૨૦૨૧નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ચારેય તરફથી દેશની આ સૌથી અઘરી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. દર વર્ષે આ પરિણામ થકી આપણને અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ જાણવા મળે છે. વર્ષોથી લેવાતી આ પરીક્ષામાં એક પ્રશ્ન ઊડીને આંખે વળગે છે કે ગુજરાતના ઉમેદવારો કેમ ખૂબ ઓછા પ્રમાણમાં આ પરીક્ષામાં સફળ થાય છે? આ વર્ષે પણ ગુજરાતના માત્ર છ વિદ્યાર્થીઓએ જ આ પરીક્ષામાં સફળતા મેળવી છે. એવા કયાં પરિબળો છે જે ગુજરાતી ઉમેદવારો માટે વિઘ્ન સમાન નીવડે છે? જોઈએ વિગતવાર..