CATEGORIES
فئات
ઘર ઠેકાણે પાડવાનું છે... પણ કોણે?
ચાર રાજયની વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી રાબેતા મુજબ કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળી, જેમાં કાર્યવાહક પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું કે આ ચૂંટણીમાં મળેલા પરાજયની આપણે નોધ લેવી જોઈએ અને રાજકીય હરીફો સામે લડતાં અગાઉ આપણું ઘર ઠેકાણે પાડવું જોઈએ!
દરદી બને છે ડૉક્ટર...
લાખોમાં એકને થાય એવા અસાધ્ય રોગથી પીડાતાં આ મહિલાએ અનેક શારીરિક-માનસિક પડકારોનો સામનો કરીને ઉચ્ચ શિક્ષણ લીધું અને હવે પોતાના જેવા રોગથી પીડાતા લોકોની સારવારના સંશોધનને જીવનધ્યેય બનાવ્યું છે.
કોરોના દરદીઓ માટે સેવાની બીજી લહેર
કોરોનાની પ્રથમ કરતાં બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઈ છે. દવાખાનામાં ખાટલા ખૂટે છે. દવાની અછતની બૂમો પડે છે. દરદીને જરૂરી ઑક્સિજનનો પુરવઠો જ ઑક્સિજન પર આવી ગયો છે. ડૉકટર અને પેરા મેડિકલ સ્ટાફની ઠેર ઠેર અછત છે. એક જ પરિવારના અનેક સભ્યો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. એ પરિસ્થિતિમાં કોણ કોની સંભાળ રાખે? દરદીને સમયસર દવા કોણ આપે? પરિવારના સૌ માટે રસોઈ કોણ બનાવે?
આવા વિકલ્પ પણ અજમાવી શકાય...
મોંઘીદાટ એલોપથી સારવાર કોવિડ પેશન્ટને બચાવશે જ એની ગેરન્ટી નથી ત્યારે આયુર્વેદ અને હોમિયોપથીએ કોરોનાનો સામનો કરવા કમર કસી છે,
કવિલોકના સુકાનીની મૃત્યુલોકને અલવિદા!
અઢાર વર્ષની ઉંમરે પ્રથમ વાર્તા, વર્ષો સુધી અધ્યાપનકાર્ય, ગુજરાતી કવિતાના પ્રતિષ્ઠિત દૈમાસિક સામયિક કવિલોકના તંત્રી તરીકે જવાબદારી અને આશરે ચાર દાયકા સુધી નિયમિત રીતે દર બુધવારે નવોદિત ગુજરાતી કવિઓની કાર્યશિબિર સમાન બુધસભાનું સંચાલન...
અવાજનું અજવાળું પાથરે છે આદિત્ય
ગુજરાતી લોકસંગીતની નવી પેઢીનો પ્રતિનિધિ આદિત્ય ગઢવી પ્રવાસન વિભાગની ‘ધન્ય ધરા ગુજરાત’ નામની પ્રચારફિલ્મથી અને “ હેલ્લારો’ ફિલ્મનાં ગીતોથી વધુ જાણીતો થયો છે. ૧૮ વર્ષની વયે લોકગાયક -ગુજરાત’ ટીવી શોમાં પ્રથમ સ્થાન મેળવનારા આદિત્યને લોકસંગીત તો વારસામાં જ મળ્યું છે અને એ શીખ્યો છે એ.આર. રહમાન પાસે. આ બન્નેના તાલમેલથી સરસ ચાલી રહી છે એની સંગીતસફર.
અનામતથી થતા અન્યાય વિશે પણ વિચારી જુઓ...
કોરોનાની મહામારીએ બીજી હાડમારી વિસારે પાડી દીધી છે. દિલ્હીની ભાગોળે અડિંગો જમાવીને બેઠેલા ખેડૂતોનું આંદોલન હજી ચાલી રહ્યું છે, પણ અખબારોમાં હવે એની નોંધ પણ લેવાતી નથી. કોરોના વાઈરસે સમસ્યા જ એવી વિકરાળ પેદા કરી છે કે કોઈને બીજું કંઈ સૂઝતું નથી.
વિદ્યાધામમાં સારવાર સાથે સાધના...
રાજકોટમાં સરકારી અને પ્રાઈવેટ, તમામ હૉસ્પિટલમાંથી દરદીઓને એક જ જવાબ દિવસો સુધી મળતો રહ્યો છે કે અહીં તો જગ્યા જ નથી! એ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોવિડ કેર સેન્ટર શરૂ કરીને એક નવો અભિગમ દર્શાવ્યો. કોવિડના દરદીઓને પ્રાથમિક કક્ષાની સારવાર મળે અને સાધનાનો પણ થોડો અનુભવ મળે એવી વ્યવસ્થા સાથે યુનિવર્સિટીની અધ્યાપક કુટિર અને કરિયર કાઉન્સેલિંગ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CCDC) ખાતે કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ઑકિસજન સુવિધા સાથેની કોવિડ હૉસ્પિટલ પણ શરૂ થશે.
શિક્ષકે સ્કૂલને આપી સવા પાંચ લાખની ભેટ!
નવતર શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસનો સફળ પ્રયોગ કરવા માટે મળેલા એવૉર્ડની રકમ શાળાને આપી મહેસાણાના મહાદેવપુરા ગામના શિક્ષક દિલીપસિંહ વિહોલે જ્ઞાન સાથે દાનનો મહિમા વધાર્યો.
સરહદે સૈનિકોની સારવાર કરે છે સૌરાષ્ટ્રની દીકરી
કચ્છ સીમાડે પ્રતિબંધિત વિસ્તારમાં જવા ન મળ્યું ત્યારે નક્કી કર્યું કે એ અંતરાય પાર કરવો. લશ્કરી યુનિફોર્મ પહેરવાનું તો સપનું હતું જ. તબીબ બન્યા પછી એણે ‘બીએસએફ ની ટેસ્ટ પાસ કરી દોઢ મહિનામાં ૧૪ કિલો વજન ઘટાડીને!
વાંદા મારને કા ધંધા...
આધેડ વયના એ ધોળિયાએ ખિસ્સામાંથી સાચ્ચી ગરોળી કાઢીને હાથ પર મૂકી. પછી શર્ટની બાંય ઊંચી કરીને અંદરથી કરોળિયો કાઢ્યો. અમે બધાં હેબતાઈ ગયાં એટલે એમણે માથાના વાળ ખંખેરીને ત્રણ-ચાર જુદી જુદી જાતના વાંદા કાઢ્યા.
વન્યજીવો માટે પાણીની પરબ!
કહેવાય છે કે પાણીની તો પરબ બંધાવાય. તરસ્યાને પાણી પિવડાવવાનું પુણ્ય પણ અમૂલ્ય હોય છે. ખાસ કરીને ઉનાળાના તાપમાં જાહેર રસ્તા પર માટલાં મૂકી રાહદારી, શ્રમિકોને ઠંડું પીવાનું પાણી મળે એવા સેવાયજ્ઞ પણ શરૂ થતા હોય છે.
ફેફસાંને રાખો સાબૂત... કોવિડને કરો નાબૂદ!
વેક્સિન એનું કામ કરશે, પણ આપણે ઢાલ નીચે મૂકી દેવાની જરૂર નથી. કોવિડને કારણે જેમાં સૌથી વધુ ખાનાખરાબી થાય છે એ ફેફસાંને સલામત રાખવાના ઘણા આસાન ઉપાય છે. શું કહે છે નિષ્ણાતો...
તેજસ્વી અદાકારની ઓચિંતી એક્ઝિટ...
રઘુ ગુસ્સામાં છે. એક પછી એક અતિપ્રતિભાશાળી વ્યક્તિત્વ વિદાય લઈ રહ્યાં છે, જેમ કે ૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં આશિકી, સાજન, દીવાના, રાજા, રાજા હિંદુસ્તાની, હમ હૈ રાહી પ્યાર કે, વગેરે ફિલ્મથી બોલીવૂડ પર રીતસરની છવાઈ જનારી જોડી નદીમ-શ્રવણના ૬૬ વર્ષ શ્રવણકુમાર રાઠોડ, યાત્રી નાટ્યસંસ્થાના અભિનેતા રાજેશ બૉમ્બેવાલા અને... ઉદ્દ, તેજસ્વી ઍક્ટર તથા ગજબની સ્ટેજ પ્રેઝન્સ ધરાવતો એક્ટર અમિત મિસ્ત્રી.
કોરોનાની લહેરમાં ખીલી લેખનકળા
કોરોના નામની મહામારીએ તો આપણું જીવન દોહ્યલું બનાવી દીધું છે. સામાન્ય વાતચીતથી માંડી સોશિયલ મિડિયા અને અખબારથી લઈ ટીવી સુધી આ વાઈરસ બધે છવાઈ ગયો છે અને જ્યાં જુઓ ત્યાંથી મોકાણના સમાચાર આવે છે. આખો માહોલ જ ગમગીનીભર્યો છે. હજારો મોત અને લાખો લોકો માટે હોસ્પિટલના ખાટલા કોરોનાને નામે ચડ્યા છે.
ગુજરાતનું ગુલકંદધામ
પાલિતાણા એ જૈન ધર્મનું અતિ મહત્ત્વનું તીર્થસ્થાન. આ તીર્થ-શેત્રુંજય પર્વત પર અંદાજે ૩૦૦૦ જેટલાં જૈન મંદિર આવેલાં છે. પાલિતાણામાં તૈયાર થતાં હાર્મોનિયમ બહુ વખણાય છે. એ ઉપરાંત, પાલિતાણા જાણીતું છે ગુલકંદ માટે. રાજસ્થાનના અજમેરની જેમ પાલિતાણામાં અસલ દેશી ગુલાબમાંથી ગુલકંદ તૈયાર કરવામાં આવે છે. આજના વિલાયતી દવાના જમાનામાં પણ અસંખ્ય લોકો ગરમીના દિવસોમાં ગુલકંદ ખાવાનું પસંદ કરે છે.
કોરોના કાળમાં કન્યા પધરાવો સાવધાન..
લેડી કૉસ્ટેબલની પીઠી ચોળવાની વિધિ પોલીસસ્ટેશનમાં... તો એક લન હૉસ્પિટલમાં!
કોરોનાએ વેર્યો છે આતંક આ મહામારી કેટકેટલા લોકોને હજી છીનવશે આપણી પાસેથી?
કવિ દાદઃ લોકકવિતાની રૂપાળી નદી કાળના મહાસાગરમાં ભળી ગઈ!
ક્યા સે ક્યા હો ગયા
કુદરતના ખેલ ઘણી વાર સમજમાં નથી આવતા. કોરોનાની સેકન્ડ ઈનિંગ્સ આપણને કરગરતા કરી નાખ્યા. બેડ મેળવવા માટે કરગરવું પડે. ઑક્સિજન માટે કરગરવું પડે. રેમડેસિવિર ઈજેક્શન માટે કરગરવું પડે. શું કામ આવી પરિસ્થિતિ નિર્માણ થઈ એ વિશે ધરમૂળથી વિચારવાની નોબત આવી પડી. સરકારો સામે ગજા અને ગજવા બહારના પડકારો ઊભા થઈ ગયા. એક વર્ષનો નાનકો અનુભવ પર્યાપ્ત પુરવાર ન થયો. છેલ્લા થોડા અરસામાં ઉમેરાયેલી નવી વહુવારુ જેવી માળખાકીય સુવિધા ઝંખવાણી પડી ગઈ.
એક આંખ નથી, પણ જોશ બમણું છે...
કોરોનાએ લોકોને હતાશ કરી નાખ્યા છે, છતાં કેટલાક લોકો રચનાત્મક પ્રવૃત્તિ અને સાહસિક અભિગમને પ્રોત્સાહિત કરી આવા દિવસોમાં પણ પોતાને પ્રવૃત્ત રાખે છે. ભૂજનાએક યુવાને આંખની ખામી હોવા છતાં આ દિવસોમાં જ બાઈક પરએકહજાર કિલોમીટરલાંબું અંતર કાપી વિક્રમ બનાવ્યો.
આપણે ઘોરતા રહ્યા... એમાં ઘોર ખોદાઈ ગઈ!
નજર સામે બીજા દેશોના દાખલા હતા, નિષ્ણાતો ખતરાની ઘંટડી વગાડતા હતા અને તેમ છતાં આપણે આપણી મસ્તીમાં ગુલતાન હતા. પરિણામ આપણી સામે છે. એક અઠવાડિયામાં લાખો કેસ અને હજારો મોતના આંકડા સાથે કોરોના વાઈરસે આપણને તદ્દન લાચાર અને દયામણી સ્થિતિમાં મૂકી દીધા છે.
અનેકને આમંત્રણ... તો એકની વિદાય કેમ?
એક તરફ સરકાર ગિફ્ટ સિટીમાં આવેલા “ઈન્ટરનૅશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર’માં એનબીએફસી” પણ બિઝનેસ કરી શકે એવી તૈયારી કરી રહી છે તો બીજી તરફ ‘સિટી બૅન્ક' જેવી ટોચની ગ્લોબલ બૅન્ક ભારતમાં પોતાના રિટેલ બિઝનેસ વેચી દેવાની પેરવીમાં છે.
હવે ઘડતરનું ધ્યાન રાખવું પડશે!
અત્યારની આપત્તિ માટે મહામારીથીય વિશેષ કોઈ શબ્દ હોય તો એ સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હાલત ક્યારે સુધરશે એનો પણ અણસાર મળતો નથી. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સુધારાનું કિરણ ક્ષિતિજે દેખાતું હતું, પણ અત્યારે તો પાછાં બધે કાળાડિબાંગ વાદળ છવાઈ ગયાં છે.
હવે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ
વિદેશના અમુક સ્ટોર્સની જેમ આપણા દેશમાં અમુક પિઝા કંપની કારમાં આવેલી વ્યક્તિ પાસેથી ઑર્ડર લઈને થોડી મિનિટમાં એને કારમાં જ પિઝાની ડિલિવરી આપી દે. એ માટે ડ્રાઈવ રૃ. શબ્દ પ્રચલિત બન્યો છે.
સત્યનો પ્રકાશ સામે આવતો જાય છે!
નૅશનલ સ્પૉટ એક્સચેન્જ (એનએસઈએલ)ના સાચા ટ્રેડર્સનાં નાણાં પાછાં મળવાની અને ન્યાયની પ્રક્રિયાને વેગ મળવાની આશા વધી છે.
બોલીવૂડનો ઍન્ટિ-મિડાસ ટચ.…
અત્યારે આ ક્ષણે રઘુની આસપાસ જે બની રહ્યું છે એ પરથી એને એક જ ગીત સૂઝે છે. મેં અપને આપ સે ગભરા ગયા હું...
વો બીતી દાસ્તાં...
આ લોકડાઉનમાં ઘણાએ ઘરનાં માળિયાં સાફ કર્યા એમાં એમના વડીલોએ દાયકાઓથી સાચવી રાખેલાં છાપાં-ચોપડીનાં કટિંગ મળી આવ્યાં. મુંબઈના એક વયોવૃદ્ધ વાચક અમને ફોન કરીને કહે કે મેં સાઠેક કિલો કટિંગ ભેગાં કર છે. હવે ગુજરી જાઉં એ પહેલાં કોઈ કદરદાનને આપી દેવા ઈચ્છું છું. કહો ! ટૅક્સીમાં ભરીને તમારી ઑફિસે પહોંચાડી દઉં... કદાચ તમને કામ આવે.
પુસ્તકની પીડા કોણ વાંચશે?
એક જમાનો હતો... આવો શબ્દપ્રયોગ થાય તો એના આલિંગનમાં ફિટ બેસે એવી અનફિટ સ્થિતિ ગુજરાતી સાહિત્યની દુનિયામાં સર્જાઈ છે. ર૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિનના અનુસંધાનમાં કહેતાં વિષાદ થાય છે કે માતૃભાષા મરવાની નથી, પણ સાહિત્ય જરૂર મરી રહ્યું છે. લોકપ્રિય લેખકો સિવાયના લેખકોનાં પુસ્તકો વેચવાં એ મુંબઈની લોકલ ટ્રેનમાં જઈને લિજેન્ડ કવિ રમેશ પારેખનો કાવ્યસંગ્રહ વેચવા જેવું અઘરું કામ છે.
ફૉરવર્ડ મેસેજીસના આ ખતરનાક સેકન્ડ વેવને કોઈ રોકો... પ્લીઝ!
આજના સમયની તાતી જરૂરત જો કોઈ હોય તો એ છે મગજમાંથી કોરોના કાઢવાની ને હથેળીથી, હથેળીમાં રહેલા મોબાઈલથી એને વધુ ફેલાતો રોકવાની...
પરણવું તો આવી રીતે...
સ્થળસંકોચને કારણે ચિત્રલેખાના વેડિંગ સ્પેશિયલ અંકમાં તેનીશાને કોઈ લેખ લખવા ન મળ્યો એની કસર પૂરી કરવા લો લઈ આવી છું વિશ્વના દેશોની ચિત્ર-વિચિત્ર લગ્નપરંપરા..