CATEGORIES
فئات
أخبار
સમજી લો, આ સાત હકીકત...
ઈન્વેસ્ટમેન્ટના બધા માર્ગ ભારત તરફ ફંટાઈ રહ્યા છે. ભારતીય અર્થતંત્રના ઊંચા વિકાસદર અને માર્કેટના ઊંચા ઈન્ડેક્સ લેવલનો આધાર માત્ર રાજકીય પરિબળો નથી, આર્થિક સુધારા અને મજબૂત ફંડામેન્ટલ્સનો આમાં મોટો ફાળો છે.
તમે થોડા થોડા થાવ ટેક-સેવી
જમાનો જ હવે નિતનવી ટેક્નોલૉજીથી વાકેફ થવાનો છે... જ્ઞાન વિના નહીં ઉદ્ધાર!
નારાયણ..નારાયણ હરિઈચ્છા
લગ્ન મંડપમાં વર-કન્યાની આવી તે કેવી ‘અદલાબદલી’?
યુદ્ધ પારિવારિક અધિકારનો ભોગ લે ત્યારે...
જંગે ચડેલા શાસકોને સૈનિકોના કુટુંબીજનોની પરવા હોય છે ખરી? યુક્રેન યુદ્ધ માટે રશિયન પ્રમુખ પુતિન સામે વિરોધ.
શિયાળામાં શરીરના આ હિસ્સાને પણ ભૂલતા નહીં...
ઠંડી એટલે તબિયત બનાવવાની ઋતુ, પરંતુ એ માટે અમુક ‘ગુપ્ત’ માહિતી ધ્યાનમાં રાખવા જેવી ખરી.
ટેરેસ ગાર્ડનની આમ પણ થાય સજાવટ
અગાસીના બગીચાને સુંદર મજાનું વિરામસ્થળ બનાવવા પ્લાન્ટ્સ ઉપરાંત બીજી ઘણી સામગ્રીની જરૂર પડે છે.
ખાખી વરદી, લીલુંછમ કાર્ય...
ઈંગ્લિશ લિટરેચરની આ પોસ્ટ-ગ્રેજ્યુએટ યુવતીએ નાના અને પિતા તથા કાકાની જેમ પસંદ કરી પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી. એ નોકરી સાથે નાનપણથી હૃદયમાં પાંગરી રહેલા પ્રકૃતિ તરફના પ્રેમનો સરવાળો કરી એણે પોતાના તાબા હેઠળના એસઆરપી કૅમ્પોમાં મિયાવાકી જંગલ થકી સર્જેલી હરિયાળી આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે.
આટઆટલા આતંકીઓને એમના જ ઘર પાકિસ્તાનમાં મારે છે કોણ?
ભારતમાં અત્યાર સુધી થયેલા અનેક હુમલામાં સંડોવાયેલા વીસ જેટલા ત્રાસવાદી છેલ્લા વરસેકમાં માર્યા ગયા છે. જો કે એમના ખાતમા માટે આપણી ગુપ્તચર એજન્સી કરતાં ખુદ પાકિસ્તાન સામે જ આંગળી ઊઠે છે.
અંજલિ
તું હતો લાજવાબ, દોસ્ત...
મુછાળી માની હંમેશાં ઋણી રહેશે બાળકેળવણી...
‘બાલ દેવો ભવઃ’ એમનો સિદ્ધાંત હતો, તો રમકડાં, રમત, વાર્તા, અભિનય હતાં એમનાં કેળવણીનાં માધ્યમ. ૧૮૦ પુસ્તકોના લેખક, અનેક કેળવણીકારોના ગુરુ અને નવી શિક્ષણનીતિમાં પણ જેમના પ્રયોગોનો સ્વીકાર થયો છે એ ગિજુભાઈ બધેકા આજેય જીવંત છે અનેક સંસ્થા સ્વરૂપે.
કોઈ કલમ કે કાયદો મહાપ્રશ્ન બને એ પહેલાં...
જમ્મુ-કશ્મીરને નોખો દરજ્જો આપતી બંધારણની જોગવાઈ નાબૂદ કરવાનું મોદી સરકારનું પગલું સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યું છે. આ જોગવાઈ હોવાથી કશ્મીરનું કંઈ ભલું થયું નથી અને એ રદ થયા પછી પણ કશ્મીરને કોઈ નુકસાન થયું નથી. રાજકીય પક્ષો અને પ્રજાની અસ્મિતા સાથે જોડી દઈ રમત રમતાં રહ્યા એ સિવાય એનો કોઈ ખપ હતો પણ નહીં.
જસ્ટ, 9 એક મિનિટ...
જે.કે. રોલિંગની સાફલ્યગાથા વાંચતાં અમુક સવાલ પણ આપણા મનમાં જરૂર જાગેઃ
પલક
સાવ પાસે ગયા પછી લાગ્યું થોડું અંતર રખાય તો સારું.
નોમિની વિના નથી ઉદ્ધાર
જીવન વીમા પૉલિસી-પીપીએફ-બૅન્ક એકાઉન્ટ્સ-એફડીઃ
મોર્નિંગ વૉકમાં ટૉકમ ટૉક
શિયાળાની સવારે આવું ‘સેટિંગ’ થઈ જાય તો આંગળી ચીંધ્યાનું પુણ્ય તો મળે!
શું તમે ટ્રેવાઈફ બનવાનું પસંદ કરશો?
અમેરિકા જેવા દેશમાં ઘણી નવયુવતી હવે કરિયરને બદલે ઘરરખુ સ્ત્રીની જૂની પરંપરા તરફ વળી રહી છે.
માસિક સ્વાસ્થ્યઃ જાણો, જપાનની સાત ટ્રિક
દેખાદેખી અને ભાગંભાગીના જમાનામાં ‘ચિલ’ અને ‘કૂલ’ રહેવાના કેવા છે કીમિયા?
આ કાચલી છે બહુ કામની...
નાળિયેરની ‘છાલ’ને ફેંકી દેતાં હો તો હવે બે વાર વિચારજો, કારણ કે એના ઉપયોગ બહુ ઝાઝા છે. જુઓ, આ અને આવા છે કાચલીના ઉપયોગ.
ગુજ્જુ ઈન્ફ્લુઅનાની જિંદગાનીમાં ડોકિયું
સોશિયલ મિડિયાનું ઘેલું આજે આબાલવૃદ્ધ સૌને લાગ્યું છે. ‘મને જુઓ, મારી ટેલેન્ટ અને પર્સનાલિટી જુઓ’ એવી જાહેરાત જગત સામે કરવી સૌને ગમે છે. જે લોકો સચોટ રીતે આમ કરી શકે છે એ સોશિયલ મિડિયાની દુનિયામાં ઈન્ફ્લુઅન્સર તરીકે પંકાય છે. સુરતનાં આવાં જ એક ઈન્ફ્લુઅન્સરની લાઈક-કમેન્ટ-શૅરની સૃષ્ટિ જોવા-જાણવા જેવી છે.
કંપનીના ટ્રેડ સિક્રેટની હેરાફેરી ક્યાંથી ક્યાં?
તાજેતરમાં અમેરિકાના ટેક્સાસ ફેડરલ કોર્ટની જ્યુરીએ ભારતીય આઈટી કંપની ‘ટીસીએસ’ને અન્ય કંપનીનાં ટ્રેડ સિક્રેટ મેળવવા બદલ આશરે ૧૭૫૦ કરોડ રૂપિયાનો દંડ ભરવા કહ્યું એ સમાચાર દેશ-દુનિયાનાં અખબારોમાં ચમક્યા. ટાટાએ જો કે આ ચુકાદાને પડકારીને કેસ લડી લેવાનું નક્કી કર્યું છે ત્યારે ટ્રેડ સિક્રેટની ચોરીના કેટલાક કિસ્સા મમળાવવા જેવા છે...
જર્મનીમાં ગુજરાતી લોકગીત ગજવે છે આ અમદાવાદી
મૂળ ઈડરના મેડિકલ એન્જિનિયરે ઘરઆંગણે અભિનય અને ગાયકીનો શોખ પોષ્યો. જો કે એને વધુ પ્રસિદ્ધિ મળી જર્મનીમાં, જ્યાં એ અત્યારે ગુજરાતી ગીતો ગાય છે અને સ્થાનિક યુવાનોને ‘કસુંબીનો રંગ’ અને ‘મન મોર બની થનગાટ કરે.’ જેવાં ગીત શીખવે પણ છે.
મોરબી હોનારત ૨.૦સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં
ઘરઆંગણે તથા વિદેશની બજારોમાં લેવાલી ઠપ એ છે મુખ્ય કારણ કૅપિટલ સિટી ઑફ સિરામિકની નવા વર્ષની નવી મુશ્કેલીનું.
ક્રાઈમ કાલ મેઘાસવ બન્યો કાળ
કેફિન ધરાવતાં કફ સિરપ ગટગટાવીને ઘણા લોકો નશો કર્યાનો સંતોષ મેળવે છે. એ સામે નિર્દોષ ગણાતી આયુર્વેદિક દવામાં કેમિકલ અથવા તો આલ્કોહોલ ભેળવીને કોઈ વેચે અને એ પીવાથી કોઈનું મોત નીપજે તો? ગુજરાતમાં હમણાં આવો એક કિસ્સો બન્યો ત્યારે ખબર પડી કે આ કારસ્તાન તો ક્યારનું ચાલી રહ્યું હતું.
કૃષ્ણની કર્મભૂમિને મળશે સિગ્નેચર બ્રિજના નામે નજરાણું...
અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરના યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવનો દેશભરમાં ભારે ઉત્સાહ છે. બીજી તરફ, ગુજરાતમાં ભગવાન કૃષ્ણની કર્મભૂમિ માટે પણ એક નજરાણું રાહ જોઈ રહ્યું છે. ઓખાને બેટ દ્વારકા સુધી સમુદ્રમાર્ગે જોડતા સિનૅચર બ્રિજની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.આવો જોઈએ, આ બ્રિજની શું છે ખાસિયત?
ધાર્મિક સ્થળે આવો કચરો તો ન કરો...
વાતાવરણ શુદ્ધ કરતી ધાર્મિક વિધિઓ પણ પ્રદૂષણનું કારણ બને એ કેવું? અને પવિત્ર યાત્રાધામો કેમ ઘણુંખરું ગંદકીથી ઊભરાતાં હોય છે?
મોદીઃ ત્રીજી મુદતની તૈયારી
ધારણા હતી એમ જ કોંગ્રેસે આંતરિક ખેંચતાણને કારણે રાજસ્થાન અને છત્તીસગઢમાં શિકસ્ત મેળવી છે તો ધારણાથી વિપરીત ભાજપે મધ્ય પ્રદેશમાં સત્તા જાળવી રાખી છે. લોકસભા ચૂંટણીમાં એનું પુનરાવર્તન થાય એ જરૂરી નથી, પણ... નરેન્દ્રમોદી: २०१४... २०१८ અને હવે २०२४ ?
પલક
થોડું મમ્મી જેવું તો ફીલ આપો સાહેબ ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ આપો સાહેબ ઈંગ્લિશ સાયન્સ મેથ્સનો આપ્યો એવી રીતે સપનાં જોવાનો પણ ટાઈમ આપો સાહેબ. સ્માઈલ આપો, સાહેબ...
આને કહેવાય શો સ્ટૉપર
ફૅશનના ગરબડ-ગોટાળાએ બનાવી દીધા ફૅશન શોના સ્ટાર!
દાગીનાને ઘરમાં જ આપો નવી ચમક
દિવાળી ગઈ, હવે લગ્નસરાના દિવસો આવશે... તો સાજસજાવટ માટે કરવા લાગો તૈયારી.
તનુજાની તકતીઓ વાળું નોખું-અનોખું દીકરી ગામ!
સૌરાષ્ટ્રના માંડ પાંચસો-છસ્સો ખોરડાંના પાટીદડ ગામની મહિલા સશક્તિકરણની દિશામાં ની આ પહેલને ખરેખર બિરદાવવા જેવી છે.