CATEGORIES
فئات
પરિષદમાં યોજાયું વૃક્ષોનું બેસણું
વાઢી નાખવામાં આવેલાં વૃક્ષોની 'પ્રાર્થનાસભા': આ કોઈની ભૂલ હતી કે.?
ધારાસભ્યનો પત્ર ધ્રુજાવે છે પોલીસ અને ભાજપને...
રાજકોટના પોલીસ કમિશનર વિરુદ્ધ એક સ્ફોટક પત્ર ગૃહ રાજ્યમંત્રી-મુખ્ય મંત્રી સુધી પહોંચ્યો અને એ અંગે તપાસ પણ શરૂ થઈ છે. થોડા દિવસમાં કદાચ એનું પરિણામ પણ આવશે. પોલીસ પર ભ્રષ્ટાચારના આક્ષેપ થવા એ નવી વાત નથી, પરંતુ અહીં પત્ર જેમણે લખ્યો છે એ ભાજપના ભૂતપૂર્વ મંત્રી-વર્તમાન ધારાસભ્ય છે એટલે પ્રકરણની ગંભીરતા વધી જાય છે. સવાલ એ પણ છે કે આ પત્ર એમણે લખ્યો કે લખાવવામાં આવ્યો છે?
દેશનો થોડો ઈતિહાસ તો જાણો...
ચીન અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી માટે ભાજપ જવાબદાર... ખરેખર?
ડિજિટલ રૂપી અને ક્રિપ્ટોકરન્સી વચ્ચે શું ફરક છે?
આ વખતે બજેટમાં ડિજિટલ ટેક્નોલૉજી વિશે ઘણી વાત થઈ અને પગલાં પણ જાહેર થયાં. ડિજિટલ ઈન્ડિયા તરફની યાત્રા આને કારણે ઝડપી બનશે એમ કહી શકાય.
જળકમળ છાંડી જાને કચરા...
ગુજરાતની નદીઓને જે રીતે પ્રદૂષિત કરવામાં આવી એવું મુંબઈની ચારેય નદી સાથે પણ બન્યું છે. જો કે આ નદીઓને મોટા ભાગના મુંબઈગરાઓ નદી જ ગણતા નથી એટલે એને સ્વચ્છ-નિર્મળ બનાવવામાં જાગ્રત પર્યાવરણપ્રેમીઓ સિવાય કોઈને ખાસ રસ નથી.
જસ્ટ, એક મિનિટ...
સુંદર ચહેરા થોડો સમય ને સુંદર વ્યવહાર જિંદગીભર યાદ રહે છે.
ઘરમાં જ બની શકે બ્યુટી પ્રોડક્ટન્ટ્સ
પૂજા દોમડિયા: આ રહ્યા હાથવગા વિકલ્પ.
ગ્લૅમરસ દેખાવ પાછળની કાળી સમસ્યાઃ પિન્ક ટેક્સ
હજી પણ અનેક ભેદભાવ અને સમસ્યાઓનો સામનો કરતી વિશ્વભરની મહિલાઓ દ્વારા સોશિયલ મિડિયા પર પિન્ક ટૅક્સ વિરુદ્ધ પ્રબળ ચર્ચા છેડાઈ છે કે આખરે શા માટે મહિલાઓએ સમાન ચીજવસ્તુ માટે પુરુષો કરતાં વધારે કિંમત ચૂકવવી? શું છે આ ‘ગુલાબી કર’ની આગલી–પીછલી?
ખરી તું અર્ધાગિની...
હમેં ભી ટિકટ દિલા દો...
એવા રે મળેલા મનના મેળ...
પોતપોતાના આગલા લગ્નવિચ્છેદ બાદ એમનાં જીવનમાં અંધકાર ફેલાયો હતો. મિત્રોના આગ્રહ પછી બન્ને મળ્યાં... અને લો, થઈ ગયો પહેલી નજરનો પ્રેમ. ગયા વર્ષના વૅલેન્ટાઈન્સ ડે નિમિત્તે બન્ને જીવનને વધુ એક અવસર આપવાના વાદા સાથે મળે છે, એમનો સંબંધ પાક્કો થાય છે, લગ્નની તારીખ પણ નક્કી થાય છે. જો કે ખાધું, પીધું ને રાજ કીધું એવી સીધી-સાદી આ વાર્તા નથી. અહીં તો કહાની મેં એક જબ્બર ટ્વિસ્ટ આવે છે અને આપણી પ્રેમકથાનાં પાત્રોનાં જીવનમાં મચી જાય છે ભૂકંપ. એનાં કંપન હજી અનુભવી રહેલાં પરિણી ગાલા અને હેમંત અમૃતેને આપણે મળીએ આ ‘વૅલેન્ટાઈન્સ ડે’ના અવસરે, જાણવા આજના જમાનાની સત્ય પ્રેમકથા.
એકતા નગરઃ આ નામ રાખવું કે નહીં?
રસ્તા પરના સાઈન બોર્ડમાં કેફિયાને બદલે એક્તા નગર દેખાવા લાગ્યું છે.
એક રજકણ સૂરજ થવાને શમણે
ભૂપેન્દ્ર વસાવડાને ઈનામ મળ્યું એ સ્પર્ધામાં એક જ ગીત ગાવાનું હતું. લતાજીએ નિયમ તોડી એમને પૂછ્યું: 'હજી એક ગીત ગાઈશ?’
એક બાળકની સાથે જન્મ થયો મમ્મીઓના અનોખા ગ્રુપનો
વડોદરામાં બહેનોનું એક ગ્રુપ છે, જેમાં માત્ર કિટી પાર્ટી કે શોપિંગની જ વાતો નથી હોતી. સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન અને એ માતા બની ગયા પછી એને માનસિક, સામાજિક, આર્થિક, જે કંઈ જરૂર હોય એ પૂરી પાડવાનું કામ આ ગ્રુપ કરે છે. એનો આરંભ થયો મૂળ દિલ્હીનાં એક એજ્યુકેશન કન્સલ્ટન્ટના જાતઅનુભવ પરથી !
ઊલમાંથી ચૂલમાં... ને ચૂલમાંથી?
અંધશ્રદ્ધાથી દૂર રહો ભૈ!
MAKE A DENT IN THE UNIVERSE
એવું કંઈક કરો કે તમારો પ્રભાવ વધુ ને વધુ લોકો પર પડે
સમાણસ વળે વાતે ને કમાણસ વળે લાતે
સારો માણસ વાતોથી સમજે ને નઠારો લાતોથી.
સપનાનાં વાવેતર
સૂતાં પહેલાં સરનામું તો સમજાવ્યું'તું. સપનું તે તોય તમારું ક્યાં આવ્યું'તું. -કિશોર જિકાદ
બાબુજી ધીરે ચલના, બજેટ કે બાદ સંભલના...
આગામી દિવસોમાં ‘એલઆઈસી’ અને ‘એનએસઈ જેવા મેગા આઈપીઓ પર સૌની નજર રહેશે. બજેટ સ્ટૉક માર્કેટને તેજીનું બૂસ્ટર આપશે તો આઈપીઓની નવી કતાર પણ લાગશે, પરંતુ એમાં અમુક સોદા ખોટના સાબિત થઈ શકે છે.
ભૂલ ગયા સબ કુછ...
ટોમી થોમ્પસન: લૂટનો માલ મારો એકલાનો, હો...
સાબરમતીની પ્રદૂષણ પીડા
અમદાવાદની લોકમાતા સાબરમતી નદીના પ્રદૂષણનો કેસ હાઈ કોર્ટમાં ચાલે છે ત્યારે સરકારી સંસ્થાઓ જાણે પ્રતિષ્ઠા બચાવવા માટે ફાંફાં મારતી લાગે છે.
મધર મેરીની પ્રતિમાઃ વડોદરાના કલાકારો બનાવશે વર્લ્ડ રેકૉર્ડ
આમ તૈયાર થઈ રહી છે મધર મેરીની મૂર્તિ.
પદ્મ પુરસ્કારથી , સોભયા ગુજરાતનાં નારી રત્નો
પચ્ચીસ જાન્યુઆરીએ સાંજે ફરી ગુજરાતનાં કેટલાંક ગામમાં, કેટલાક પરિવારમાં અને હજારો લોકોના હૈયે હરખ ઊમટ્યો હતો. છેલ્લાં થોડાં વર્ષોથી ‘પદ્મ પુરસ્કારની યાદીમાં ગુજરાતમાંથી નામની સંખ્યા વધી છે. આ વર્ષે ‘પદ્મભૂષણ'નું સમ્માન વૈચારિક ક્રાંતિ કરનારા ચિંતક-લેખક-વક્તા સ્વામી સચ્ચિદાનંદજીને મળ્યું તો ફોરેન્સિક યુનિવર્સિટીના ડિરેક્ટર જે.એમ. વ્યાસ, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારા માલજીભાઈ દેસાઈ અને હીરાના વેપારી સવજી ધોળકિયા પણ ‘પદ્મશ્રી' સમ્માનની યાદીમાં આવ્યા. ખ્યાતનામ શાયર ખલિલ ધનતેજવીને મરણોત્તર આ સમ્માન મળ્યું. જેમને ‘પદ્મ પુરસ્કાર ઘોષિત થયા એમાં વિવિધ ક્ષેત્રે સફળતા અને સાર્થકતા પ્રાપ્ત કરનારી ત્રણ ગુજરાતી નારીઓનો પણ સમાવેશ થયો એ બાબત સોનામાં સુગંધ જેવી છે. અહીં પ્રસ્તુત છે ‘પદ્મ સમ્માન મેળવનારાં માનુનીઓનો પરિચય...
નદીની રેતમાં ગંદાં નગર મળે ન મળે...
સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાં અશ્વ અને નારીથી પણ આગળનું સ્થાન નદીને મળ્યું છે, છતાં આપણે તમામ ગંદકી નિઃસંકોચ નદીમાં પધરાવીએ છીએ. આજી, ભાદર કે હવે ઉબેણ નદીનાં પ્રદૂષણથી ખેતી, ભૂગર્ભ જળ અને માનવસ્વાથ્યને નુકસાન થઈ રહ્યું છે.
ગુજરાત તેરી સરિતા મૈલી...ઝેર તો પીધાં જાણી જાણી...
ઔદ્યોગિક વસાહતોથી ધમધમતાં દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં કારખાનેદારોએ ઝેરી કચરો નિઃસંકોચ નદીને અર્પણ કરીને જળપ્રદૂષણની અફાટ સમસ્યા ઊભી કરી છે. ગામ-શહેરની ગટરો પણ નદીમાં જ ઠલવાતી હોવાથી ગુજરાતે પ્રદૂષિત નદીવાળાં રાજ્યોની યાદીમાં દેશભરમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ કલંકને ધોવા માટે સરકારી તંત્રોના પ્રયાસ ટૂંકા પડ્યા એટલે અનેક જાગરૂક નાગરિકોએ કોર્ટનું શરણું લેવું પડ્યું. કોર્ટ અને ટ્રિબ્યુનલના આદેશો અનુસાર કાર્યવાહી થઈ રહી છે, પણ ક્યાંક કશુંક ખૂટે છે, ક્યાંક કચાશ રહી ગઈ છે. પરિણામે જળ, જમીન અને માનવસ્વાથ્યને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. કુદરતના જળચક્ર સાથે ચેડાંને કારણે પર્યાવરણીય સમતુલા પણ ખોરવાઈ રહી છે ત્યારે ગરવા ગુજરાતને ભયાનક જળસંકટમાંથી ઉગારવા માટે સરકારી તંત્ર, કર્મયોગીઓ, ઉદ્યોગપતિઓ તથા સામાન્ય જનતાના પ્રામાણિક અને સહિયારા પ્રયાસ આવશ્યક છે. ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતાં સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્વાર્થી તત્ત્વોએ થોડા પૈસા બચાવવા કારખાનાંના ઝેરી કચરાને નદીના હવાલે કરીને જળપ્રદૂષણની અભૂતપૂર્વ કટોકટી ઊભી કરી છે. આ સમસ્યાને દૂર કરવા સરકાર, અદાલત, ઉદ્યોગો તથા પ્રજાએ સહયોગથી કામ કરવું જરૂરી છે.
ધ ગ્રેટ અમેરિકન ડ્રીમ: અપાર તકના દેશમાં જવાની જીવલેણ ઘેલછા...
હજારો ભારતીયો માટે નૉર્થ અમેરિકા એ માત્ર એક દેશ નથી, પરંતુ સપનું છે. એવું સપનું, જે સાકાર કરવા એ સર્વસ્વ દાવ પર લગાવી દેવા તૈયાર હોય છે, પરંતુ મુખ્ય પ્રવેશદ્વારથી પ્રેવેશ ન મળતાં પાછલે બારણેથી અમેરિકામાં ઘૂસવાના તોર-તરીકા ને એનાં ઘાતક પરિણામ આંખો ઉઘાડી નાખનારાં છે.
ધંધૂકાના ધડાકા ક્યાં સંભળાશે?
સોશિયલ મિડિયા પરની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી એક ભરવાડ યુવાનની કરપીણ હત્યાનું કારણ બની. આ ઘટના કોઈ મોટા ભડકાને નોતરું તો નહીં આપે ને?
તેલંગણના ગુજરાતી અમ્મા
મૂળ વતનથી જોજનો દૂર એમનો જન્મ અને ઉછેર. કાયમી વસવાટ પણ ત્યાં જ. એવી ભૂમિને પોતાની બનાવી એમણે તબીબી પ્રેક્ટિસ કરવાની સાથોસાથ ગરીબ પ્રસૂતા સ્ત્રીઓ માટે નિઃશુલ્ક નર્સિંગ હોમ શરૂ કર્યું. એમના આ સેવાયજ્ઞની સુવાસ ચાર દાયકાથી રેલાઈ રહી છે.
ટાઢે પાણીએ ખસ આમ કઢાય!
સાસરિયામાં નીચાજોણું ન થાય એ માટે શું કરવાનું?
એ દેશની ખાજો દયા...
છેલ્લા થોડા સમયથી ખાસ કરીને ગુજરાતવાસીઓમાં કાયમ માટે, કાયદેસર અમેરિકા વસી જવાની ઘેલછા વધી છે. શું છે આનાં કારણ? અચ્છા, ગેરકાયદે અમેરિકામાં ઘૂસી જવામાં સફળ થનારાનાં કેવાં છે જીવન? શું કહે છે ત્યાંના ગુજરાતી?
અરે દીવાનો, મુજે પહચાનો...
સાહેબ, જલદી ચાલો. પેલા ગુંડાઓ મારા બોયફ્રેન્ડને ઉપાડી ગય...