લંકાની આગમાં દાઝતી લોક્શાહી
ABHIYAAN|July 23, 2022
અર્થશાસ્ત્રીઓ શ્રીલંકાના આર્થિક સંકટ પાછળનું એક મુખ્ય કારણ સમજાવે છે કે, એ દેશ નિકાસ કરતાં આયાત વધુ કરે છે, કમાવા કરતાં ખર્ચો વધુ કરે છે
સ્પર્શ હાર્દિક
લંકાની આગમાં દાઝતી લોક્શાહી

હિન્દીના જાણીતા કવિ રામધારી સિંહ દિનકરના એક કાવ્યની પંક્તિ ત્યારે અચૂક યાદ કરવામાં આવે છે, જ્યારે કોઈ ભ્રષ્ટ સત્તા સામે જનાક્રોશનો જુવાળ જાગે - સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ! જેના રાષ્ટ્રીય ચિહ્નમાં જ એક હાથમાં તલવાર પકડેલો ગૌરવશાળી સિંહ છે, એ શ્રીલંકાના હાલના ગંભીર આર્થિક સંકટ અને ડામાડોળ રાજકીય સ્થિતિએ એ રીતે કરવટ બદલી છે કે હમણાં સુધી જંગલના સિંહ જેમ શાસન ચલાવતા એક જ પરિવાર અને પક્ષના સત્તાધીશોએ ધસી આવેલી જનતા માટે સિંહાસન જ નહીં, પોતાનું વૈભવી નિવાસસ્થાન ખાલી કરીને નાસવું પડ્યું છે. ગોટાબાયા રાજપક્ષાને ભગાડ્યા પછી રાષ્ટ્રપતિ ભવન જાહેર બગીચા જેવું સ્થળ બની ગયું છે, જ્યાં બેરોકટોક કોઈ પણ આવી-જઈ રહ્યું છે! આ વખતે લંકામાં લાગેલી આગ માટે ત્યાંના નાગરિકો અને સરકાર બંને જવાબદાર છે. ચાલો, વિસ્તારથી સમજીએ.

સગળતી લંકા

મહાન સાયન્સ ફિક્શન લેખક આર્થર સી. ક્લાર્કને જે ભૂમિ વહાલી હતી, જ્યાં તેમણે જીવનના છેલ્લા પાંચેક દાયકા વિતાવેલા, એ સિલોન દેશમાં અત્યારે જે થઈ રહ્યું છે એ કોઈ ભવિષ્યની અરાજકતાવાદી કથા જેવું દેખાય છે. એકાવન અબજના વિદેશી દેવાના ભાર તળે પાયમાલ થઈ ગયેલા શ્રીલંકાએ વિદેશમાં વસતા પોતાના નાગરિકોને પૈસા વતનમાં મોકલવાનું કહેવું પડ્યું છે. ત્રીસેક ટકાના દરથી વધેલી મોંઘવારીને કારણે જીવનજરૂરી વસ્તુઓ, વીજળી, ઈંધણ, વગેરેની હાડમારી વચ્ચે વલખાં મારતી લંકાપ્રજાનો છેલ્લા થોડાક મહિનાથી સત્તાપક્ષ સામે ચાલતો વિરોધ શિખરે પહોંચ્યો છે. રસ્તા પર ઊતરી આવેલી, પાટનગરમાં એકત્ર થઈ રહેલી જનતા જવાબ માગી રહી છે. આ દશ્યો જેટલાં ઐતિહાસિક છે, એટલાં જ સૂચક પણ છે કે જનતા જો ધારે તો ભલભલી સત્તાને ઊથલાવી શકે.

هذه القصة مأخوذة من طبعة July 23, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 23, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024