મારે તારી સાથે વાત નથી કરવી..તું રોજ રોજ આવીને મને પરેશાન ન કર..અને હું તારી સાથે વાત કરું તો પણ શું..તારે તો માત્ર એક સ્ટોરી જોઈએ છે..માટે જ આટલા દિવસોથી રોજ અહીં આવે છે અને હું ના કહું એટલે ચાલી જાય છે. સમય થવા આવ્યો છે, મારા ગ્રાહકો આવશે.. આ જગ્યાએ વધારે ઊભા રહેવું તારા માટે સારું નથી..તું નીકળ અહીંથી..’
કેમ આન્ટી, જીભ થોથવાવા લાગી?..બોલો..બોલો. .આખા ગામની વાતો કરશો પણ તમારી વાત નહીં કરો.? મારી બદનામીનો એટલો જ ડર છે તો આપો મારા પ્રશ્નોના જવાબ, પછી તમને પરેશાન નહીં કરું.
જો પહેલાં તો તું મને આન્ટી કહેવાનું બંધ કર, હું કંઈ તારી આન્ટી બાન્ટી નથી. મારું નામ લાલી છે લાલી. .અને તારે પણ મને લાલી જ કહેવાનું, સમજી.
હા સમજી, પણ હવે મને દેવ્યાનીથી શરૂ થયેલી સફરમાં આ લાલીનો જન્મ ક્યારે થયો તેની વાત કરો તો જ આન્ટી નહીં કહું, બાકી તો રોજ અહીં આવીશ, તમને હેરાન કરીશ અને પ્રશ્નો પૂછ્યા કરીશ.. પછી ભલે હું બદ.., ના..ના.. તું એમ ના બોલ..
‘સારું, કાલે આવજે, પણ જરા વહેલી આવજે. મારા ધંધાનો સમય ના બગાડતી.’ તમે સમજી જ ગયા હશો કે ઉપરનો વાર્તાલાપ એક સેક્સ વર્કર અને મારા વચ્ચેનો છે, પરંતુ હું તેમને શું પૂછવા માગું છું અને તે કેમ ના કહે છે, તેની પાછળ ઘણાં રહસ્યો છુપાયેલાં છે. અમદાવાદનો એક ધબકતો વિસ્તાર જ્યાં એએમટીએસ સ્ટેન્ડને બરોબર અડીને એ પ્રૌઢ મહિલા કાયમ સજીધજીને ઊભી રહે છે. ક્યારેક કોઈ બાઈક પર, કોઈ એક્ટિવા પર કે પછી કોઈક વાર મોંઘી ગાડીમાં પણ તેને લેવા આવે છે, છેલ્લાં પંદર વર્ષથી તો તે ત્યાં બેસે જ છે. હા, સમયની સાથે તેનો ચહેરો અને શરીર બંને ઉંમરની ચાડી ખાય છે, પરંતુ આપણે ત્યાં રહેતા હવસના પૂજારી તેનો રોજ ગમે તેમ કરીને ભરી જ આપે છે. તેનું નામ તો દેવ્યાની છે, પરંતુ તેમને તે નામથી ખૂબ જ નફરત છે અને કહેવાતા જીસ્મના ગ્રાહકો તેને ‘લાલી’ નામથી ઓળખે છે. તેમના કહ્યાં પ્રમાણે બીજા દિવસે હું તેમને મળી અને શરૂ થઈ એ કરુણ દાસ્તાન..
هذه القصة مأخوذة من طبعة July 30, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 30, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે