અરુણ વાઘેલા
સન ૧૮૫૭ની ક્રાંતિની સાથે ભારતમાં શૈક્ષણિક ક્રાંતિની પણ બુનિયાદ રચાઈ હતી. આ વર્ષે એ સમયની ભારતની ત્રણ મોટી પ્રેસિડેન્સી અનુક્રમે મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં વિશ્વ વિદ્યાલયોની સ્થાપના થઈ હતી. તેના આશ્રયે નાનો પણ નક્કર મધ્યમ વર્ગ તૈયાર થઈ રહ્યો હતો. જેની આગેવાની લેનાર ગુજરાતના પ્રથમ એમ.એ., એલએલ.બી. અંબાલાલ સાકરલાલ દેસાઈનો જન્મ ૨૫ માર્ચ, ૧૮૪૪ના રોજ ખેડા જિલ્લાના અલીણા ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો. તેમના પૂર્વજો મૂળ પંજાબથી સ્થળાંતરિત થઈ અત્રે આવ્યા હતા. પાછળથી તેમના કાકા અમદાવાદ સ્થાયી થયા હતા.
અંબાલાલ બાળપણમાં તોફાની, વિનોદી અને ઉગ્ર સ્વભાવના હતા. માતા-પિતાના લાડકોડ તેમણે મન ભરીને માણ્યા હતા. માત્ર નવ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન રતનબહેન સાથે થયાં હતાં. અંગ્રેજ અધિકારી થિઓડોર હોપે તેમને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રોત્સાહનના બળે ૧૮૬૮માં એલ્ફિન્સ્ટન્ટ કોલેજ મુંબઈથી બી.એ., ૧૮૭૦માં એમ.એ. અને ૧૮૭૧માં બેચલર ઇન લો થયા હતા. વિદ્યાર્થી તરીકે તેઓ ભારતીય ઉપરાંત અંગ્રેજ અધ્યાપકોના પણ પ્રીતિપાત્ર રહ્યા હતા. એલ.એલ.બી. પૂરું કર્યા પછી જમાનાની તાસીર મુજબ વકીલાત ન કરતાં શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો હતો. આ બાબતે તેમણે વ્યક્ત કરેલા વિચારો આજના કોઈ પણ શિક્ષકજીવ માટે એટલા જ પ્રસ્તુત છે. તેમણે નોંધ્યું છે કે, ‘ મારો આખો જન્મારો શિક્ષકના કામમાં નથી ગયો તેથી દિલગીર છું. શિક્ષક તરીકે જ મેં આખી જિંદગી ગાળી હોત તો મારો પંડ ભાગ્યશાળી માનત.' ૧૮૭૦માં સુરતમાં હેડમાસ્તર, ગુજરાત પ્રોવિન્સિયલ કોલેજમાં પ્રિન્સિપાલનું વધારાનું કામ પણ કરતા હતા. તેમનું એક વિશેષ કાર્ય એ હતું કે તેમણે દરિયાપુરમાં પછાત વર્ગનાં બાળકો માટે શાળા પણ શરૂ કરી હતી. તેઓ દ્રઢપણે માનતા હતા કે શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્વદેશાભિમાન, સ્વદેશપ્રેમ, સત્ય અને સંપનું શિક્ષણ આપતી હોવી જોઈએ. ૧૮૭૬માં ગાયકવાડી રાજ્યના નવસારીમાં જજ તરીકે નીમાયા હતા અને ત્યાંથી ૧૮૯૯માં નિવૃત્ત થઈ અમદાવાદ સ્થાયી થયા હતા.
هذه القصة مأخوذة من طبعة August 06, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 06, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે