એ .સી.ની ઠંડી હવામાં મોબાઇલના તરંગોનું હાલરડું સાંભળતા નિદ્રામાં સરી જતી યુવાપેઢીને અંધારી રાતમાં તારાઓની બિછાત નિહાળી કલ્પનાઓમાં સરી જવાની ભવ્યતા કદાચ ન સમજાય, પણ જેણે એ માણી હોય ને એ તો જ્યારે એ ગુમાવી બેસે ત્યારે એની વ્યથા ગુલઝારના શબ્દોમાં પડઘાય,,"दिल ढूंढता है फिर वही फुर्सत के रात दिन, 'गर्मियों की रात हो पुरवइया चले... ठंडी सफेद चादरों पर जागे देर तक तारों को देखते रहे छत पर पड़े हुए". दिल ढूंढता है।
તારાઓ જોવાની ફુરસદ ડૉ. કરણ જાનીને પણ વડોદરામાં હતી ’ને મનમાં હતા અનેક પ્રશ્નો. મનમાં અધ્યાત્મ અને અંતરિક્ષ બંને તરફ સરખું ખેંચાણ હતું. અમેરિકાની Vanderbilt Universityમાં એસ્ટ્રો ફિઝિક્સ ભણાવતા ડૉ. કરણ જાની કહે છે કે, ‘વડોદરામાં અમારા ઘરમાં શિક્ષણનું વાતાવરણ તો હતું જ, દાદા શ્રેયસ સ્કૂલના સ્થાપક હોવાથી શિક્ષણની ખૂબ ચર્ચાઓ થતી, પરંતુ વિજ્ઞાન વિષય ગેરહાજર રહેતો. સમજણના ઘરમાં પ્રવેશતાં જ હું વિચારતો કે, આ બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યારે થઈ હશે? બ્રહ્માંડે શા માટે પૃથ્વી ઉપર મને મોકલ્યો હશે? સ્કૂલના વૅકેશન પિરિયડમાં હું નડિયાદમાં શ્રી મોટાની મૌન શિબિરો એટેન્ડ કરતો અને આ જ પ્રશ્નો અંગે વિચારતો રહેતો. મારે બ્રહ્માંડને સમજવું હતું પણ માઇથોલૉજી દ્વારા નહીં, સાયન્ટિફિક રીતે. દસમા ધોરણના વિજ્ઞાનના એક ચેપ્ટરથી હું સમજ્યો કે આપણને દેખાતી આકાશગંગા એકમાત્ર ગેલેક્સી નથી, આવી અનેક ગેલેક્સી છે અને એક એક ગેલેક્સીમાં હજાર કરોડથી પણ વધુ તારાઓ હોય છે. મારું વિસ્મય પાંખો ફડફડાવતું હતું. બારમું ધોરણ પાસ કર્યા પછી મેં એમ.એસ.યુનિવર્સિટીમાં બી.એસસી. વિથ ફિઝિક્સનો અભ્યાસ કરવા માંડ્યો.’ આપણે એવી કેટલી બધી ઘટનાઓ કે વાર્તાઓ સાંભળી છે કે કોઈ એક પુસ્તક કે કોઈ એક વાક્ય વ્યક્તિના જીવનને એક નવો જ વળાંક આપી દે. કરણ જાની માટે પણ આવી જ કોઈક ઘટના નિયતિએ સર્જી હતી. તેઓ વધુમાં કહે છે કે, “અમારી સાયન્સ ફેકલ્ટી પાસે ફૂટપાથ ઉપર એક માણસ સેકન્ડહેન્ડ બુક વેચતો એની પાસેથી એક દિવસ મેં એક બુક ખરીદી જેનું નામ હતું ‘અ બ્રિફ હિસ્ટ્રી ઑફ ટાઇમ', સ્ટિફન હૉકિંગની આ બુક વાંચી મારું મનોજગત બદલાઈ ગયું, ત્યારે મને જાણ નહોતી કે આ બુક મને ખુદને એના લેખક સુધી દોરી જશે, કદાચ બ્રહ્માંડની મારા માટેની આ જ ભાવી યોજના હતી."
هذه القصة مأخوذة من طبعة September 17, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 17, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે