કચ્છમાં અનેક સરકારી દવાખાનામાં સ્ત્રી રોગ તજજ્ઞ ન હોવાથી જટિલ પ્રસૂતિમાં કટોકટીની સ્થિતિ ઊભી થાય છે. અત્યાર સુધી ભુજ સહિત કચ્છમાં આરોગ્યની પૂરતી અને અત્યાધુનિક સેવાઓ મળતી ન હતી, પરંતુ હવે ધીરે-ધીરે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સેવા ભુજમાં મળતી થઈ ગઈ છે.
ભુજની એક જમાનાની સિવિલ હૉસ્પિટલ જી.કે. જનરલ હૉસ્પિટલ અત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૯થી PPP ધોરણે આ હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ ચલાવાઈ રહી છે. જિલ્લાની આ સૌથી મોટી હૉસ્પિટલ છે. અહીં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો છે. જિલ્લાના દૂર-દૂરના વિસ્તારમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ પણ તેમને મળે છે, પરંતુ તાજેતરમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત ચાલતી જનની - શિશુ સુરક્ષા યોજના માત્ર સરકારી દવાખાનાંઓ સુધી જ મર્યાદિત કરાતાં હવે તેનો લાભ ભુજની જી.કે. જનરલ હૉસ્પિટલને મળતો બંધ થયો છે.
આમ તો સામાન્ય પ્રસૂતિના કેસો ગામડાંમાં કે તાલુકા કક્ષાએ આવેલા સરકારી દવાખાનામાં પહોંચે છે. તેમને આ યોજનાનો લાભ મળે છે, પણ જ્યારે પ્રસૂતિનો જટિલ કેસ આવે ત્યારે તેને ભુજની જી.કે. જનરલ હૉસ્પિટલમાં મોકલવા પડે છે, જે PPPના ધોરણે ચાલતી હોવાથી હૉસ્પિટલમાં જનની-શિશુ સુરક્ષા યોજનાનો લાભ મળતો બંધ થયો છે. આથી અહીં આવનારા જટિલ પ્રસૂતિના કિસ્સામાં દર્દી અને પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત કચ્છનાં અનેક સરકારી દવાખાનાંમાં સ્ત્રી રોગ તજજ્ઞ તબીબો નથી. જેના કારણે પણ ગામડાંના દર્દીઓને ભુજની મોટી હૉસ્પિટલમાં મોકલવા પડેછે. અત્યાર સુધી કચ્છમાં માતા મૃત્યુદરદેશનાં માતા મૃત્યુ દરની તુલનામાં ઓછો હતો, પરંતુ આ યોજનાનો લાભ જી.કે. જનરલ હૉસ્પિટલના દર્દીઓને મળતો બંધ થવાના કારણે ફરી વખત મૃત્યુ દરમાં વધારો થવાની ભીતિ જાણકારો જોઈ રહ્યા છે.
هذه القصة مأخوذة من طبعة October 01, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 01, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે